ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની સ્થિતિ નાજુક, ભત્રીજાએ લોકોને દુવા માટે કરી અપીલ

તબલાવાદક ઝાકિર હુસૈનની તબિયત નાજુક છે. તેમના ભત્રીજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને અફવાથી દૂર રહેવા અને ઝાકિર હુસૈન માટે પ્રાર્થના કરવા માટે અપીલ કરી છે.
01:40 AM Dec 16, 2024 IST | KRUTARTH JOSHI
તબલાવાદક ઝાકિર હુસૈનની તબિયત નાજુક છે. તેમના ભત્રીજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને અફવાથી દૂર રહેવા અને ઝાકિર હુસૈન માટે પ્રાર્થના કરવા માટે અપીલ કરી છે.
Zakir Hussain is alive

નવી દિલ્હી : તબલાવાદક ઝાકિર હુસૈનની તબિયત નાજુક છે. તેમના ભત્રીજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને અફવાથી દૂર રહેવા અને ઝાકિર હુસૈન માટે પ્રાર્થના કરવા માટે અપીલ કરી છે. ઝાકિર હુસૈન અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઝાકિરને એક સપ્તાહ પહેલા સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના ભત્રીજા અમીર ઓલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ઉસ્તાદ ઝાકિર હુસૈનની સુરક્ષા માટે પ્રાર્થના કરો.

ભત્રીજાએ મૃત્યુના સમાચારનું ખંડન કર્યું

મળતી માહિતી મુજબ, ઝાકિર હુસૈન અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઝાકીરને એક સપ્તાહ પહેલા સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તેમને ICUમાં રાખવામાં આવ્યા છે.

ઝાકીરની બહેનનું કહેવું છે કે તેની હાલત ખૂબ જ નાજુક છે, પરંતુ તે હજી જીવિત છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે તેમના મૃત્યુ સાથે સંબંધિત પોસ્ટ પણ હટાવી દીધી છે.

કોણ છે ઝાકિર હુસૈન?

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઝાકિર હુસૈનને વર્ષ 1988માં પદ્મશ્રી, વર્ષ 2002માં પદ્મ ભૂષણ અને વર્ષ 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ઝાકિર હુસૈન ત્રણ વખત ગ્રેમી એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી હતું. જેઓ વ્યવસાયે તબલા વાદક હતા. માતાનું નામ બીવી બેગમ હતું. ઝાકિર હુસૈને મુંબઈની માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. ઝાકિર હુસૈન 11 વર્ષનો હતો જ્યારે તેણે પહેલીવાર દર્શકોની સામે પરફોર્મ કર્યું હતું. તે પણ અમેરિકામાં. 1973માં તેણે પોતાનું પહેલું આલ્બમ 'લિવિંગ ઇન ધ મટિરિયલ વર્લ્ડ' લોન્ચ કર્યું.

વ્હાઇટ હાઉસમાં પણ પર્ફોમ કરી ચુક્યા છે હુસૈન

ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે ઝાકીરને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું. એટલું જ નહીં ઝાકિર ખૂબ જ પ્રતિભાશાળી છે. તબલાવાદક હોવા ઉપરાંત તેણે ઘણી ફિલ્મો પણ કરી છે. ઝાકિર પણ વ્યવસાયે એક્ટર છે. તેણે 12 ફિલ્મો કરી છે.

ઝાકીરની પહેલી કમાણી 5 રૂપિયા હતી

ઝાકિર હુસૈનને તબલા વગાડવાનો એટલો શોખ હતો કે જો કોઈ વાસણ પકડે તો પણ તે તેમાંથી ધૂન બનાવવાનું શરૂ કરી દેતા હતા. ઝાકિર જ્યારે 12 વર્ષના હતા ત્યારે તે તેના પિતા સાથે કોન્સર્ટમાં ગયા હતા. ત્યાં તેઓ પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબર ખાન, બિસ્મિલ્લા ખાન, પંડિત શાંતા પ્રસાદ અને પંડિત કિશન મહારાજને મળ્યા. ઝાકિર જ્યારે તેના પિતા સાથે સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે તેને જોઈને બધા ચોંકી ગયા હતા. પ્રદર્શન પુરુ થયા બાદ ઝાકીરને 5 રૂ. એક ઈન્ટરવ્યુમાં ઝાકિરે કહ્યું હતું કે મેં મારા જીવનમાં ઘણા પૈસા કમાયા છે, પરંતુ તે 5 રૂપિયા મારા માટે સૌથી કિંમતી હતા.

(નોંધ - નિધનના સમાચાર સૌથી પહેલા ઉસ્તાદ ઝાકિર હુસૈન અંગે આવ્યા હતા. તમામ મંત્રીઓએ પણ શોક વ્યક્ત કર્યો હતો. જોકે, બાદમાં તેમના ભત્રીજા અમીર ઔલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ઝાકિર હુસૈનની તબિયત હજુ પણ નાજુક છે. ત્યાર બાદ તમામ મીડિયા ગૃહ અને અધિકારીઓ તથા મંત્રીઓએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પણ હટાવી દીધી હતી.)

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSpray for Zakir Hussainrumors of Zakir Hussain's deathtabla maestro Zakir Hussaintabla maestro zakir hussain diedtabla zakir hussainzakir hussain admittedzakir hussain agezakir hussain diedzakir hussain first salaryzakir hussain icuzakir hussain instagranmZakir Hussain is aliveZAKIR HUSSAIN is not deadzakir hussain khanzakir hussain margzakir hussain newszakir hussain padma bhushanzakir hussain padma shriZakir Hussain Passed Awayzakir hussain passes awayzakir hussain plays which instrumentzakir hussain rest in peacezakir hussain songszakir hussain student loginzakir hussain tablazakir hussain tabla bharat ratnazakir hussain tabla maestrozakir hussain video
Next Article