Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ન્યુયોર્કની મેયરપદની ચૂંટણીના ઉમેદવાર જોહરાન મમદાની કોણ છે ? જાણો તેમના વિશે

ન્યુયોર્ક મેયરપદની ચૂંટણીમાં ભારતીય મૂળના જોહરાન મમદાની મજબૂત ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. તેઓ પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર મીરા નાયરના પુત્ર અને વિદ્વાન પ્રોફેસર મહમૂદ મમદાનીના પુત્ર છે, જેઓ ગુજરાતી મુસ્લિમ વંશના છે. જોહરાન હાલમાં ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય છે. તેમની ઉમેદવારી તેમને અમેરિકામાં પ્રથમ મુસ્લિમ અને પ્રથમ સાઉથ એશિયન મેયર નોમિની બનાવે છે.
ન્યુયોર્કની મેયરપદની ચૂંટણીના ઉમેદવાર જોહરાન મમદાની કોણ છે   જાણો તેમના વિશે
Advertisement
  • ભારતીય મૂળના Zohran Mamdani ની ન્યુયોર્ક મેયરપદની ચૂંટણીના છે ઉમેદવાર
  • ખ્યાતનામ ફિલ્મ ડિરેક્ટર મીરા નાયરના પુત્ર છે, જોહરાન મમદાની.
  • જોહરાનના પિતા મહમૂદ મમદાની ગુજરાતી મુસ્લિમ છે

જોહરાન મમદાની. આ નામ ન્યુયોર્કની મેયર પદની ચૂંટણી માટે છેલ્લા કેટલાક મહિનાથી ખૂબજ ચર્ચાઇ રહ્યું છે. New York ની મેયર પદની ચૂંટણી 4 November 2025 ના દિવસે છે. આ મેયરપદની ચૂંટણીમાં જોહરાન મમદાની એક મજબૂત ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે ઉભરીને આવ્યા છે.

Zohran Mamdani નું ગુજરાત સાથે છે ખાસ કનેકશન

જોહરાન મમદાનીનું ગુજરાત સાથે મજબૂત કનેક્શન છે, આ કનેક્શન તેમના પિતા અને પૈતૃક વંશથી છે. તેમના પિતા મહમૂદ મમદાની ગુજરાતી મુસ્લિમ કોમ્યુનિટીમાંથી આવે છે, અને તેમના પૈતૃક પરિવાર ગુજરાતથી પૂર્વ આફ્રિકામાં સ્થળાંતરિત થયેલા ઇન્ડિયન ડાયસ્પોરાનો ભાગ છે (જેમ કે તાન્ઝાનિયા અને યુગાન્ડામાં). જોહરાન પોતાને "ગુજરાતી મુસ્લિમ" તરીકે ઓળખાવે છે.

Advertisement
Advertisement

Advertisement

Zohran Mamdani ના  માતા-પિતા બંને ભારતીય મૂળના પ્રખ્યાત વ્યક્તિ

માતા 'મિરા નાયર' ખ્યાતનામ ફિલ્મ ડિરેક્ટર છે, જેમણે "સલામ બોમ્બે", "મોન્સુન વેડિંગ" અને "ધ રેલ ટ્રી" જેવી ફિલ્મો બનાવી છે. મીરા નાયર 'પંજાબી- હિંદુ' છે. તેમનો જન્મ ભારતના ઓડિશાના રાઉરકેલામાં 1957માં થયો અને ભુવનેશ્વરમાં ઉછર્યા. તેમણે 2013ના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓએ જોહરાનને ભારતીય-યુગાન્ડિયન મૂળ જાળવી રાખવા પર ભાર મૂક્યો, જેથી તે "બિલકુલ અમેરિકન નથી".

તો જોહરાનના પિતા મહમૂદ મમદાની ગુજરાતી મુસ્લિમ છે.. તેમનો જન્મ 1946માં ભારતના મુંબઈમાં થયો અને તેઓ યુગાન્ડાના કમ્પાલામાં ઉછર્યા. મહમૂદ મમદાનીના માતા-પિતા ગુજરાતી મુસ્લિમ હતા, તેઓ બ્રિટિશ તાંગાનિકા (હાલનું તાન્ઝાનિયા)માં જન્મ્યા અને મુંબઈમાં સ્થળાંતરિત થયા. તેઓ અફ્રિકન અને આંતરરાષ્ટ્રીય રાજકારણના વિદ્વાન છે, હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું અને કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમણે આફ્રિકન કોલોનિયલિઝમ અને રાજકારણ પર અનેક પુસ્તકો લખ્યા છે, જેમાં "ગુડ મુસ્લિમ, બેડ મુસ્લિમ" સામેલ છે. 2008માં તેઓ વિશ્વના ટોપ 100 જાહેર વિદ્વાનોમાં સામેલ થયા.

Zohran Mamdani અમેરિકન રાજકારણી, વિધાયક અને ડેમોક્રેટિક સોશિયલિસ્ટ છે

જોહરાન ક્વામે મમદાની (Zohran Kwame Mamdani) એક અમેરિકન રાજકારણી, વિધાયક અને ડેમોક્રેટિક સોશિયલિસ્ટ છે. જોહરાનનો જન્મ 1991માં યુગાન્ડામાં થયો અને તે ન્યૂયોર્ક સિટીના ક્વીન્સ વિસ્તારથી ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય તરીકે 2021થી કાર્યરત છે. 2025માં તે ન્યૂયોર્ક સિટીના મેયર પદ માટે ડેમોક્રેટિક પ્રાઇમરીઝમાં જીતીને નોમિનેટેડ થયા હતા, જે તેમને અમેરિકામાં પ્રથમ મુસ્લિમ અને પ્રથમ સાઉથ એશિયન મેયર નોમિની બનાવે છે.જોહરાનના નામની વચ્ચે "ક્વામે" શબ્દ આવે છે , તે તેના પિતા દ્વારા ઘાનાના પ્રથમ રાષ્ટ્રપતિ ક્વામે નક્રુમાહના સન્માનમાં આપવામાં આવ્યું છે.

Zohran Mamdaniનું વ્યક્તિગત જીવન અને શિક્ષણ

જોહરાનનો જન્મ યુગાન્ડામાં થયો. પાંચ વર્ષની ઉંમરે કેપટાઉન, સાઉથ આફ્રિકા તરફ સ્થળાંતરિત થયા, જ્યાં તેમના પિતા યુનિવર્સિટી ઓફ કેપટાઉનમાં શિક્ષક તરીકે જોડાયા. સાત વર્ષની ઉંમરે તેઓ ન્યૂયોર્ક સ્થળાંતરિત થયા અને 2018માં અમેરિકન નાગરિક બન્યા. તેઓ બોવડોઇન કોલેજ (Bowdoin College)માંથી આફ્રિકન સ્ટડીઝ અને એફ્રિકન ડાયસ્પોરા વિશેની ડિગ્રી પ્રાપ્ત કરી. લઈ. કોલેજ અરજીમાં તેઓએ આફ્રિકન-અમેરિકન તરીકે ઓળખાવ્યા હતા, જે તેમના યુગાન્ડિયન જન્મને કારણે હતું, જોકે તેની સામે વિવાદ પણ થયો હતો.

જોહરાને કારકિર્દીની શરૂઆત રેપર તરીકેની કરી, પછી રાજકારણ તરફ વળ્યા. તેઓ બર્ની સેન્ડર્સના 2016ના પ્રમુખપદ અભિયાનથી પ્રભાવિત થયા અને ડેમોક્રેટિક સોશિયલિસ્ટ ઓફ અમેરિકા (DSA)ના સભ્ય છે.તેમના મેયર પદની ચૂંટણીના મુખ્ય મુદ્દાઓમાં આવાસ, આરોગ્યસંભાળ, જળવાયુ પરિવર્તન અને પેલેસ્ટાઇનના અધિકારોનો સમાવેશ થાય છે.

રાજકીય વલણ અને વિવાદો વચ્ચે જોહરાન સતત ચર્ચામાં રહ્યાં છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કડક ટીકા કરે છે. જોહરાન વેનેઝુએલા અને ક્યુબાના નેતાઓને ડિક્ટેટર કહે છે, પરંતુ અમેરિકન સેન્ક્શન્સની પણ ટીકા કરે છે. તેમના માતા-પિતા તરફથી મળતી રાજકીય ચર્ચાઓએ તેમને વિશ્વ રાજકારણ પ્રત્યે રુચિ જગાડી.

ન્યૂ જર્સીથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો વિશેષ અહેવાલ

આ પણ વાંચો:  અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સએ પત્ની ઉષાના ધર્મને લઇને કરી સ્પષ્ટતા,કહી આ મોટી વાત

Tags :
Advertisement

.

×