Zomato Gold માં માત્ર રુ. 30 માં 6 મહિના માટે ફ્રી ડિલીવરીનો લાભ મળશે
- Zomato Gold Membership માં અન્ય લાભ પણ મળશે
- કંપની સાથે 20000 થી વધુ Restaurant જોડાયેલી છે
- કંપનીની એપ દ્વારા પણ આ મેમ્બરશિપ લઈ શકો છો
Zomato Gold : Zomato એ તાજેતરમાં એક શાનદાર ઓફર શેર કરી છે. આ ઓફર અંતર્ગત Zomato માં માત્ર રુ. 30 માં મેમ્બરશિપ મેળવી શકશો. આ ઓફરને Zomato Gold નામ આપવામાં આવ્યું છે. આ મેમ્બરશીપ મેળવ્યા બાદ Zomato Gold ના ગ્રાહકોને 6 મહિના માટે ફ્રી ડિલીવરી આપવામાં આવશે. તો Zomato Gold ના ગ્રાહકો તેમના ઘરથી 7 કિમીના અંતર સુધી ફ્રી ડિલવરી માટે ઓર્ડર કરી શકશે. પણ તેમાં પણ રુ. 200 થી વધુ કિંમતનો ઓર્ડર હોવો જોઈએ.
Zomato Gold Membership માં અન્ય લાભ પણ મળશે
આ ઓફર એ જ રેસ્ટોરેન્ટમાં Zomato બોય ઉપલબ્ધ હશે, તેમાંથી જ ગ્રાહકો પોતાના માટે આ Zomato Gold Membership માંથી ફ્રી ડિલીવરી મેળવી શકશે. આ મેમ્બરશિપમાં તમને 6 મહિના સુધી સુવિધા મળશે. તો Zomato Gold Membership માં અન્ય સુવિધા પણ મળશે. આ Zomato Gold Membership કંપની નવા ગ્રાહકોને 30 રૂપિયામાં અને જૂના ગ્રાહકોને 20 રૂપિયામાં આપી રહી છે. અગાઉ કંપનીએ જુલાઈ 2024 માં તેની 16 મી વર્ષગાંઠ પર આવી જ મેમ્બરશિપ સ્કીમ શરૂ કરી હતી.
આ પણ વાંચો: Gautam Adani વિરુદ્ધ ધરપકડ વોરંટ પર ભારત સરકારનું નિવેદન
Zomato Gold is available at Rs.30 for 6 months for New Members.
If already a Gold member then can add 6 months to your subscription for Rs. 20#DakuDeals pic.twitter.com/2SFy7OPqj4
— Backpacking Daku (@outofofficedaku) November 28, 2024
કંપની સાથે 20000 થી વધુ Restaurant જોડાયેલી છે
Zomato પોતાના ગ્રાહકોની સંખ્યા વધારવા માટે સમયાંતરે આવી યોજનાઓ લોન્ચ કરતી રહે છે. આ કંપનીની ખાસ બ્લેક ફ્રાઈડે ડીલ છે. આ ઓફર તમામ Zomato એપ યુઝર્સ માટે લાગુ છે. Zomato Gold Membership લેવા પર ગ્રાહકોને પાર્ટનર Restaurant માં 30% સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. જે શહેરોની Restaurant Zomato સાથે જોડાયેલ નથી તેવા ગ્રાહકોને આ ડિસ્કાઉન્ટ અને મેમ્બરશિપ ઓફરનો લાભ મળશે નહીં.
કંપનીની એપ દ્વારા પણ આ મેમ્બરશિપ લઈ શકો છો
તમને જણાવી દઈએ કે કંપની સાથે 20000 થી વધુ Restaurant જોડાયેલી છે. Zomato ગોલ્ડની આ મેમ્બરશિપ માટે કંપનીએ એવા લોકોને WhatsApp મેસેજ પણ મોકલ્યા છે. જેમણે કંપનીની આ સર્વિસને સબ્સ્ક્રાઇબ કરી છે. ઑફરનો દાવો કરવા માટે તમારે મેસેજમાં મળેલી લિંક પર ક્લિક કરવું પડશે. આ સિવાય તમે કંપનીની એપ દ્વારા પણ આ મેમ્બરશિપ લઈ શકો છો.
આ પણ વાંચો: Economy Growth: સુસ્ત પડી GDP શું દેશને મહામંદી તરફ ખેંચી જશે!