Puneની બસમાં 26 વર્ષીય યુવતી પર દુષ્કર્મ, આરોપી ફરાર, પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ
- પુણેમાં એક બસમાં 26 વર્ષની યુવતી સાથે દુષ્કર્મનો મામલો
- સ્વારગેટ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો
- આરોપીઓને પકડવા માટે 8 ટીમો બનાવવામાં આવી
girl raped in Pune bus : મહારાષ્ટ્રના પુણેમાં એક બસમાં 26 વર્ષની યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. યુવતી પર બળાત્કાર કરવાના આરોપમાં સ્વારગેટ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી ફરાર છે. પુણે શહેર પોલીસના ડીસીપી સ્માર્થાના પાટીલે જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે 8 ટીમો બનાવવામાં આવી છે.
પોલીસે બુધવારે (ફેબ્રુઆરી 26) જણાવ્યું હતું કે શહેરના વ્યસ્ત સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસની અંદર એક વ્યક્તિએ 26 વર્ષીય મહિલા સાથે કથિત રીતે દુષ્કર્મ આચર્યા બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. તેની સામે ઘણા ગુનાહિત રેકોર્ડ નોંધાયેલા છે.
પુણે દુષ્કર્મ કેસના આરોપીની ઓળખ થઈ
સ્વારગેટ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીનું નામ દત્તા ગાડે છે અને તેની સામે ચોરી અને ચેઈન સ્નેચિંગના કેસ નોંધાયેલા છે. સ્વારગેટ એ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) ના સૌથી મોટા બસ જંકશનમાંનું એક છે. યુવતીએ આખી ઘટના પોલીસને જણાવી છે. ડીસીપી સ્માર્થાના પાટીલે કહ્યું, યુવતી અહીં સેવા આપે છે અને બસ સ્ટેન્ડ પર જ્યારે આ ઘટના બની ત્યારે તે તેના ગામ જઈ રહી હતી.
આ પણ વાંચો : Bihar Cabinet Expansion: બિહારમાં ચૂંટણી પહેલા કેબિનેટ વિસ્તરણ, 7મંત્રી BJPના
આરોપીએ યુવતીને બસ સ્ટેન્ડ પર જ લલચાવી હતી
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, પીડિત યુવતી 5:30 થી 6:30 વચ્ચે બસ સ્ટેન્ડ પર હતી. ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેણે યુવતી સાથે પોતાનો પરિચય આપ્યો અને મીઠી વાત કરીને તેને પૂછ્યું, “દીદી, તમે ક્યાં જાવ છો?” તો યુવતીએ કહ્યું કે તેને ફલટણ જવું છે. તો આરોપીએ કહ્યું કે ફાલટણ જતી બસ આ જગ્યાએ ઉભી રહેતી નથી, બીજી જગ્યાએ ઉભી રહે છે. તેના પર યુવતીએ કહ્યું કે બસ અહીં જ સ્ટોપ કરે છે, તો તેણે કહ્યું કે તેને આ જગ્યા વિશે બધું જ ખબર છે, બસ બીજી જગ્યાએ સ્ટોપ કરે છે. તું જલ્દી જા, હું તને બસમાં બેસાડીશ.
#WATCH | Pune, Maharashtra | Zone 2, DCP Smarthana Patil says, "A working woman was waiting for the bus to go back to her home...A man came and said that the bus to your place has been parked somewhere else and took the woman near the parked bus...Then, the man raped the… https://t.co/D80Z6vz5n6 pic.twitter.com/yme7CRTSCs
— ANI (@ANI) February 26, 2025
આ પણ વાંચો : AAPના 21 ધારાસભ્યો સસ્પેન્ડ, શું પાર્ટીના બધા ધારાસભ્યોને સસ્પેન્ડ કરી શકાય? જાણો નિયમ
સીસીટીવી ફૂટેજમાં આરોપી વાત કરતો જોવા મળે છે
ડીસીપીએ કહ્યું, આરોપી તેણીને પોતાની વાતોથી લલચાવીને લઈ ગયો. સીસીટીવી ફૂટેજમાં બંને વાતો કરી રહ્યા હતા અને યુવતી તેની સાથે જઈ રહી હતી. આ બધું સીસીટીવી ફૂટેજમાં દેખાય છે. બસ નજીક પહોંચ્યા પછી યુવતીએ કહ્યું કે બસની અંદર અંધારું હતું. તો તેણે કહ્યું કે મોડી રાત થઈ ગઈ છે જેથી લોકો લાઈટો બંધ કરીને સૂઈ ગયા છે. તમે અંદર જાઓ અને જુઓ, ત્યાં લોકો હશે. આ રીતે આરોપીએ યુવતીનો વિશ્વાસ જીતી લીધો અને પછી યુવતી બસની અંદર ગઈ અને તે તેની પાછળ અંદર ગયો. ત્યારપછી આરોપીએ દરવાજો બંધ કરી દીધો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું.
પીડિતાએ મિત્રના કહેવા પર ફરિયાદ નોંધાવી
માહિતી આપતાં પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ઘટના પછી, આરોપી બસમાંથી ઉતરીને ચાલ્યો ગયો હતો. યુવતી પણ બસમાંથી નીચે ઉતરી બીજી બસ પકડીને પોતાના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન, તેણે તેના મિત્ર સાથે વાત કરી અને તેને ઘટના વિશે બધુ જણાવ્યું. મિત્રએ કહ્યું કે તમારે આ રીતે ઘરે ન જવું જોઈએ, પહેલા પોલીસને જઈને આ વાત કહે. ત્યારબાદ યુવતી પોલીસ સ્ટેશન આવી અને અમે તરત જ ફરિયાદ લીધી. આરોપીને શોધવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરોપીના ભાઈને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Mahakumbhની સુંદર સાધ્વી હર્ષા રિછારિયાએ આપી આત્મહત્યાની ધમકી, કહ્યું- મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે