Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AJMER માં ફઇના જ પ્રેમમાં પડી યુવતી, પોલીસને અરજી કરીને લગ્ન કરાવી દેવાની કરી માંગ

અજમેરની એક યુવતીએ પોતાની જ સગી ફઇ સાથે લગ્ન માટે પોલીસને અરજી કર છે. બંન્ને વચ્ચે છેલ્લા 10 વર્ષથી સંબંધ છે,પરંતુ પરિવાર લગ્નની વિરુદ્ધ છે.
ajmer માં ફઇના જ પ્રેમમાં પડી યુવતી  પોલીસને અરજી કરીને લગ્ન કરાવી દેવાની કરી માંગ
Advertisement
  • અજમેરમાં ફઇ અને ભત્રીજી વચ્ચે પ્રેમનો વિચિત્ર કિસ્સો
  • ભત્રીજી પોતાના જ ફઇ સાથે લગ્ન કરવા માટે કરી અરજી
  • સમગ્ર મામલો અજમેરમાં સામે આવ્યા બાદ ચોંકાવનારો ખુલાસો

અજમેર : સમગ્ર દેશમાં સમલૈંગિક લગ્નના મામલા સામે આવતા રહે છે, જો કે રાજસ્થાનના અજમેર જિલ્લાથી એક અનોખો મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં એક યુવતી પોતાની જ ફઇના પ્રેમમાં પડી ગઇ હતી. જેને હવે જિલ્લા પોલીસ અધીક્ષકની સામે પોતાની ફઇ સાથે લગ્ન કરવા માટેની અપીલ કરી છે. જિલ્લા પોલીસ અધીક્ષક વંદિતા રાણાને અરજી આપીને યુવતીએ માંગ કરી કે તે પોતાની ફઇ સાથે લગ્ન કરવા માંગે છે. 22 વર્ષની યુવતીનું નામ અનુ છે જે મુળ રીતે રુનગઢા બ્રાહણોના મહોલ્લામાં રહે છે. તે જ ગામની શાલુ રાવ રહે છે જેને તે 10 વર્ષથી ઓળખે છે.

યુવતીના અન્ય સ્થળે લગ્ન કરવાની ફિરાકમાં પરિવાર

શાળામાં અભ્યાસ દરમિયાન જ બંન્નેને પ્રેમ થઇ ગયો હતો. ત્યાર બાદ જ્યારે શાલુના પરિવારના લોકોને માહિતી મળી તો તેઓ નારાજ થઇ ગયા હતા. તેમણે શાલુના લગ્ન કોઇ બીજી જગ્યાએ કરવાની વાત કરી. જ્યારે શાલુ પોતે અનુ સાથે રહેવા માંગે છે. આ અંગે અનુના પરિવારના ઘરે પણ ગયા પંરતુ બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના કારણે અનુના પરિવારના લોકોએ શાલુના પરિવારને ઘરની બહાર કાઢી મુક્યો હતો.

Advertisement

આ પણ વાંચો : Junagadh: સામાન્ય બોલાચાલીમાં ખેલાયો ખૂની ખેલ! કેશોદના ચર ગામે આધેડની હત્યા

Advertisement

જિલ્લા એસપી વંદિતા રાણાએ આપ્યો તપાસનો આદેશ

જ્યાર બાદ પોલીસ અધીક્ષક કાર્યાલય પહોંચી અને જિલ્લા એસપી વંદિતા રાણાને પોતાનો પ્રેમ બચાવી લેવા માટે અફીલ કરી છે.હાલ આ મામલે રાણા દ્વારા શાલુનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી કરવા માટેના નિર્દેશો આપ્યા છે. જો કે આ પ્રકારનો કિસ્સો શહેરમાં ખુબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બંન્ને પરિવારો સામસામે એક બીજા પર આક્ષેપો પણ કરી રહ્યા છે.

કલમ 377 ને રદ્દ કરાયું

અત્રે ઉલ્લેખનીય છે કે, 2018 માં દેશમાં કલમ 377 રદ્દ કરી દેવાઇ હતી અને સમલૈંગિંક સંબંધોને કાયદેસર કરવામાં આવ્યા છે. તેવામાં અનેક મામલા સમલૈંગિક લગ્નોના સામે આવવા લાગ્યા છે. જો કે આ કપલ કાયદેસર રીતે તો લગ્ન કરે અથવા સંબંધમાં હોય છે પરંતુ સામાજિક રીતે તેમનો સ્વિકાર ખુબ જ ઓછા પ્રમાણમાં થાય છે. આજે પણ તેઓ સમાજમાં પોતાને બહિષ્કૃત માનતા હોય છે.

આ પણ વાંચો : સેટ પર મોટી દુર્ઘટના: અર્જુન કપૂર-જેકી સહિત અનેક સ્ટાર થયા ઘાયલ

Tags :
Advertisement

.

×