Ahmedabad: એક્ટિવા પાર્ક કરી રહેલા યુવકને શ્વાન કરડ્યું, CCTV વાયરલ
- અમદાવાદ(Ahmedabad) શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત
- પાલડીમાં એક જ દિવસમાં પાંચથી વધુ લોકોને ભર્યા બચકા
- 18 નવેમ્બરે એક શ્વાન પાંચથી વધુ વ્યક્તિઓને કરડ્યું
- PGમાં રહેતા યુવકને શ્વાન કરડતા CCTV આવ્યા સામે
- એક વ્યક્તિને સારવાર ન મળતા આંગળીમાં ખોડ રહ્યાનો આરોપ
Ahmedabad:અમદાવાદમાં સતત રખડતાં શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના પાલડી વિસ્તારમાં એક્ટિવા પાર્ક કરતાં યુવકને શ્વાને બચકાં(Dog bite) ભરી લેતાં સારવાર લેવી પડી છે. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. રખડતાં શ્વાનને પકડવા માંગ કરી છે. જાણવા મળ્યું છે કે આ શ્વાને 5થી વધુ લોકોને બચકા ભર્યા છે.
CCTV ફૂટેજ વાયરલ
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક યુવક એક્ટિવા લઈને આવી રહ્યો છે અને ઝડપી શ્વાન તેની પાછળ આવે છે. યુવક એક્ટિવા પાર્ક કરે તે પહેલા જ તરત જ તેને બચકા ભરી નીચે પાડી દે છે. જાણવા મળ્યું છે કે આ ઘટના પાલડી વિસ્તારમાં બની છે.
Ahmedabad | એક શ્વાન પાંચથી વધુ
વ્યક્તિઓને કરડ્યું | Gujarat Firstઅમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત
પાલડીમાં એક જ દિવસમાં પાંચથી વધુ લોકોને ભર્યા બચકા
18 નવેમ્બરે એક શ્વાન પાંચથી વધુ વ્યક્તિઓને કરડ્યું
PGમાં રહેતા યુવકને શ્વાન કરડતા CCTV આવ્યા સામે
એક વ્યક્તિને સારવાર… pic.twitter.com/uA0IxMBgvV— Gujarat First (@GujaratFirst) November 22, 2025
AMCની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ
ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. શ્વાન પકડવાની AMCની ઢીલી કાગીરી સામે રોષ ભભૂક્યો છે. જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં એક જ દિવસમાં પાંચથી વધુ લોકોને બચકા ભર્યા છે. આ ઘટનાઓ 18 નવેમ્બરે બની હતી. આ ઘટનાઓ બાદ વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે. લોકોનું કહેવું છે કે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) રખડતાં શ્વાન પકડવાની કામગીરી માત્ર નામની જ કરે છે. આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદમાં રખડતાં શ્વાનના પ્રશ્નને ચર્ચામાં લાવી દીધો છે.
આ પણ વાંચોઃ Surat: નવમા માળેથી મહિલા ડોક્ટર કૂદી પડી, ગંભીર ઈજાઓને કારણે જીવ ગયો
આ પણ વાંચોઃ Chhota Udepur: 61 વર્ષ બાદ ભેસાવહી ગામે દેવોની પેઢી બદલાઈ, જાણો શું છે આ પરંપરા?


