Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aishwarya એક્ટિંગ છોડી ટીચર બની ગઈ ?

Aishwarya એક્ટિંગ છોડી ટીચર બની ગઈ જાણી રાખે એમ માની લેતા કે બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચનની વાત ચાલી રહી છે તો બોસ એવું નથી. અહીં ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા સખૂજા (Tv Actress Aishwarya Sakhuja)ની વાત થઈ રહી છે. ટીવી એક્ટ્રેસ...
aishwarya એક્ટિંગ છોડી ટીચર બની ગઈ
Advertisement

Aishwarya એક્ટિંગ છોડી ટીચર બની ગઈ જાણી રાખે એમ માની લેતા કે બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચનની વાત ચાલી રહી છે તો બોસ એવું નથી. અહીં ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા સખૂજા (Tv Actress Aishwarya Sakhuja)ની વાત થઈ રહી છે. ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યાએ એક્ટિંગથી દૂરી બનાવીને ટીચિંગ કરી રહી છે અને ટ્રેનિંગ સેશન આપી રહી છે.

કોઈ સારા પ્રોજેક્ટ મળતા નહોતા 

ખુદ ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ પર ખુદ પોસ્ટ કરીને આ ન્યુઝ ફેન્સ સાથે શેર કરીને જણાવ્યું હતું કે તે ટીચરનો રોલ નિભાવી રહી છે પણ રીલ લાઈફમાં નહીં પણ રિયલ લાઈફમાં. એટલું જ નહીં એક્ટ્રેસે જણાવ્યું હતું કે આ બિલકુલ સરળ નથી. આખરે એવું તેણે કેમ કર્યું એનો જવાબ આપતા ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે હું કોઈ સારા પ્રોજેક્ટની રાહ જોઈ રહી હતી, પણ ત્યારે મને અહેસાસ થયો કે મેં ઘણો બધો સમય વેડફી દીધો છે.

Advertisement

Aishwarya એ વિચાર્યું કે જ્યાં સુધી કોઈ સારી ઓફર આવે ત્યાં સુધી ખાલી પડેલાં સમયનો સદુપયોગ કરવા માટે ટીચિંગ પ્રોફેશનમાં જવાનું પસંદ કર્યું અને હાલમાં તે ટીચરનો રોલ નિભાવી રહી છે. છેલ્લાં બે વર્ષથી ઐશ્વર્યાએ થેરેપીનો અભ્યાસ કર્યો છે અને તેણે આ પહેલાં થેરેપિસ્ટ તરીકે પણ કામ કરી રહી છે અને ક્લાયન્ટને સર્વિસ આપી રહી છે. ગયા મહિને એટલે કે જૂન મહિનામાં જ તેને સર્ટિફિકેટ મળ્યું હતું.

Advertisement

રિગ્રેશન થેરેપી માટે વર્કશોપ ચલાવી રહી છે 

ઐશ્વર્યાએ પોતાની પોસ્ટમાં એવું પણ જણાવ્યું હતું કે અહીં પોસ્ટ કરેલા ફોટો મારા ક્લાસના છે અને જ્યારે હું રિગ્રેશન થેરેપી માટે વર્કશોપ લઈ રહી હતી અને હું હવે આ સબ્જેક્ટની ટ્રેનર છું. આમાં કોઈ રિટેક નથી હોતું કારણ કે એક ટીચર તરીકે ક્રેડિબિલિટી દાવ પર લાગેલી હોય છે. હું બધાને સાચી વસ્તુઓ શિખવીને જવાબદાર મહેસૂસ કરી રહી છું. આપણે ઈન્ડસ્ટ્રીમાં અનેક લોકોને સ્યુઈસાઈડને કારણે ખોઈ દીધા છે અને આ ઉતાર-ચઢાવની હું પર્સનલી ખૂબ જ સારી રીતે સમજું છું.

વાત કરીએ ઐશ્વર્યાના વર્ક ફ્રન્ટની તો 37 વર્ષીય ઐશ્વર્યાએ સાસ બિના સસુરાલ, મૈં ના ભુલૂંગી જેવી ટીવી સિરીયલમાં કામ કરી ચૂકી છે અને તે હજી કામની શોધમાં છે.

આ પણ વાંચો- Mantra-એક અમોઘ શક્તિ જે અતીન્દ્રિય છે

Advertisement

.

×