All-Party Delegation : અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાતે
Global Outreach All-Party Delegation : શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદેના નેતૃત્વમાં ‘ઓપરેશન સિંદુર’ ગ્લોબલ આઉટરીચ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી. આ પ્રતિનિધિમંડળમાં ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ, મનન કુમાર મિશ્રા અને એસએસ આહલુવાલિયા; બીજેડી સાંસદ સંબિત પાત્રા; આઈયુએમએલ સાંસદ ઇ.ટી. મોહમ્મદ બશીર; અને સુજાન ચિનોય (જાપાન ખાતે રાજદૂત)નો સમાવેશ થતો હતો. સર્વપક્ષીય સાંસદ મંડળ મંદિરની અદ્ભુત સુંદરતા, શુદ્ધતા અને આધ્યાત્મિકતાથી ખૂબ પ્રભાવિત થયા; ખાસ કરીને વૈશ્વિક સંવાદિતાના તેના સાર્વત્રિક સંદેશથી ખૂબ પ્રભાવિત થયું હતું.
મંદિરમાં યુએઈ(UAE)માં ભારતના રાજદૂત સંજય સુધીર અને મંદિરના અધ્યક્ષ અશોક કોટેચા દ્વારા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
મંદિરથી પ્રેરિત થઈને, પ્રતિનિધિમંડળે શાંતિ, એકતા અને સહિયારા મૂલ્યોનું એક શાશ્વત સ્થળ - આ મંદિરને સાકાર કરવામાં BAPS, યુએઈના નેતૃત્વ અને ભારત સરકારના પ્રયાસોની પ્રશંસા કરી.