ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

All-Party Delegation : અબુ ધાબીમાં BAPS  હિન્દુ મંદિરની મુલાકાતે

‘ઓપરેશન સિંદુર’ ગ્લોબલ આઉટરીચ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ BAPS  હિન્દુ મંદિરના દર્શને
03:32 PM May 24, 2025 IST | Kanu Jani
‘ઓપરેશન સિંદુર’ ગ્લોબલ આઉટરીચ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ BAPS  હિન્દુ મંદિરના દર્શને

Global Outreach All-Party Delegation : શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદેના નેતૃત્વમાં ‘ઓપરેશન સિંદુર’ ગ્લોબલ આઉટરીચ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અબુ ધાબીમાં BAPS  હિન્દુ મંદિરની મુલાકાત લીધી. આ પ્રતિનિધિમંડળમાં ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ, મનન કુમાર મિશ્રા અને એસએસ આહલુવાલિયા; બીજેડી સાંસદ સંબિત પાત્રા; આઈયુએમએલ સાંસદ ઇ.ટી. મોહમ્મદ બશીર; અને સુજાન ચિનોય (જાપાન ખાતે રાજદૂત)નો સમાવેશ થતો હતો. સર્વપક્ષીય સાંસદ મંડળ મંદિરની અદ્ભુત સુંદરતા, શુદ્ધતા અને આધ્યાત્મિકતાથી ખૂબ પ્રભાવિત થયા; ખાસ કરીને વૈશ્વિક સંવાદિતાના તેના સાર્વત્રિક સંદેશથી ખૂબ પ્રભાવિત થયું હતું.

મંદિરમાં યુએઈ(UAE)માં ભારતના રાજદૂત સંજય સુધીર અને મંદિરના અધ્યક્ષ અશોક કોટેચા દ્વારા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

મંદિરથી પ્રેરિત થઈને, પ્રતિનિધિમંડળે શાંતિ, એકતા અને સહિયારા મૂલ્યોનું એક શાશ્વત સ્થળ - આ મંદિરને સાકાર કરવામાં BAPS, યુએઈના નેતૃત્વ અને ભારત સરકારના પ્રયાસોની પ્રશંસા કરી.

Tags :
All Party Delegation
Next Article