ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Aravalli : ભિલોડામાં પ્રસૂતાનાં મોત બાદ પરિવારજનોનો હોબાળો, તબીબ પર લગાવ્યા ગંભીર આરોપ

ભિલોડાનાં ઉબસલમાં પ્રસૂતાનું મોત થતાં હોબાળો (Aravalli) બાળકના જન્મ બાદ અન્ય હોસ્પિ. રિફર કરતા સમયે મોત વૃંદાવન હોસ્પિટલથી હિંમતનગર સિવિલ રિફર કરાઈ હતી મહિલાનાં મોત બાદ પરિવારજનો, લોકોનો ઉગ્ર વિરોધ અરવલ્લી (Aravalli) જિલ્લાનાં ભિલોડાનાં ઉબસલમાં પ્રસૂતાનું મોત થતાં પરિવારજનોએ...
06:41 PM Oct 09, 2024 IST | Vipul Sen
ભિલોડાનાં ઉબસલમાં પ્રસૂતાનું મોત થતાં હોબાળો (Aravalli) બાળકના જન્મ બાદ અન્ય હોસ્પિ. રિફર કરતા સમયે મોત વૃંદાવન હોસ્પિટલથી હિંમતનગર સિવિલ રિફર કરાઈ હતી મહિલાનાં મોત બાદ પરિવારજનો, લોકોનો ઉગ્ર વિરોધ અરવલ્લી (Aravalli) જિલ્લાનાં ભિલોડાનાં ઉબસલમાં પ્રસૂતાનું મોત થતાં પરિવારજનોએ...
  1. ભિલોડાનાં ઉબસલમાં પ્રસૂતાનું મોત થતાં હોબાળો (Aravalli)
  2. બાળકના જન્મ બાદ અન્ય હોસ્પિ. રિફર કરતા સમયે મોત
  3. વૃંદાવન હોસ્પિટલથી હિંમતનગર સિવિલ રિફર કરાઈ હતી
  4. મહિલાનાં મોત બાદ પરિવારજનો, લોકોનો ઉગ્ર વિરોધ

અરવલ્લી (Aravalli) જિલ્લાનાં ભિલોડાનાં ઉબસલમાં પ્રસૂતાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મૃતક મહિલાને વૃંદાવન હોસ્પિટલથી (Vrindavan Hospital) હિંમતનગર સિવિલ રિફર કરાઈ હતી. રસ્તામાં પ્રસૂતાનું મોત થતાં તબીબ સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલાનાં મોત બાદ પરિવારજનો સહિત લોકોનાં ટોળા વૃંદાવન હોસ્પિટલે ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ વૃંદાવન હોસ્પિટલ પહોંચી હતી.

આ પણ વાંચો - Gandhinagar : તબીબી શિક્ષકોની દિવાળી સુધરી! સરકારે આપી આ મોટી ભેટ

બાળકનાં જન્મ બાદ મહિલાનું મોત

અરવલ્લી (Aravalli) જિલ્લાનાં ભિલોડા તાલુકામાં ઉબસલ ગામમાં રહેતી મહિલા ગર્ભવતી હોવાથી વૃંદાવન હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ હતી. જો કે, બાળકનાં જન્મ બાદ મહિલાને હિંમતનગર સિવિલ હોસ્પિટલ (Himmatnagar Civil Hospital) રિફર કરાઈ હતી. પરંતુ, રસ્તામાં જ પ્રસૂતાનું મોત થતાં ભિલોડાનાં ડોક્ટર સામે પરિવારજનો સહિત લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાના મોત બાદ વૃંદાવન હોસ્પિટલે લોકોનાં ટોળા ઉમટ્યા હતા.

આ પણ વાંચો - Surat : ગંગાધર ચોકડી પાસે ખાનગી ટ્રાવેલ્સે સ્કૂલ બસ, રિક્ષાને અડફેટે લીધા, 1 નું મોત, જુઓ Video

ડોક્ટરનો બચાવ, પરિવારજનોનો આરોપ

આ મામલે ડોક્ટરે કહ્યું કે, ભિલોડામાં (Bhiloda) બ્લડની વ્યવસ્થા ન હોવાથી મહિલાને હિંમતનગર સિવિલ રિફર કરાયા હતા. જ્યારે પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. હોસ્પિટલ ખાતે હોબાળો થયો હોવાનીજાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો - CM ની કર્મચારીઓને ટકોર...આ મારુ કામ નથી એવું કહેતો થાય ત્યાંથી તકલીફ ચાલુ થાય છે

Tags :
AravallibhilodaBhiloda PoliceGujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newshimmatnagar civil hospitalLatest Gujarati NewsMedical TeachersPregnant Woman's DeathVrindavan Hospital
Next Article