ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Arvind Kejriwal Delhi Election 2025 Update: ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, દિલ્હીમાં 24 કલાક મળશે પાણી

દિલ્હીના લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ સીએમ કેજરીવાલે દિલ્હીના લોકોને 24 કલાક પાણી પૂરું પાડવાનું વચન આપ્યું છે.
03:58 PM Dec 24, 2024 IST | Hardik Shah
દિલ્હીના લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ સીએમ કેજરીવાલે દિલ્હીના લોકોને 24 કલાક પાણી પૂરું પાડવાનું વચન આપ્યું છે.
Kejriwal's press conference

Arvind Kejriwal Delhi Election 2025 Update: દિલ્હીના લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ સીએમ કેજરીવાલે દિલ્હીના લોકોને 24 કલાક પાણી પૂરું પાડવાનું વચન આપ્યું છે. જેના કારણે દિલ્હીમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ સીએમ કેજરીવાલે ઘણી મોટી જાહેરાતો કરી છે. અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ દરમિયાન તેમણે દિલ્હીના લોકોને ઘણી ભેટો આપવાનું વચન આપ્યું છે. કેજરીવાલે કહ્યું કે, ટૂંક સમયમાં દિલ્હીમાં પાણીનો પુરવઠો 24 કલાક કરવામાં આવશે.

પાણી પુરવઠો 24 કલાક ઉપલબ્ધ રહેશે

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં વગર પંપે 24 કલાક પાણી આવવું જોઈએ. આજે આ સપનું પૂરું થયું છે. આજે મેં લોકોના ઘરે જઈને પાણી પીધું છે. પાણી એકદમ સાફ છે. દિલ્હીમાં અત્યારે 24 કલાક પાણી મળતું નથી, પરંતુ હવેથી ચોક્કસપણે મળશે.

AAP પહેલા દિલ્હીમાં ટેન્કર માફિયાનું શાસન

રાજેન્દ્ર નગરમાં આજથી 24 કલાક પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી પહેલા દિલ્હીમાં ટેન્કર માફિયાનું શાસન હતું. દિલ્હીમાં 24 કલાક પાણી પુરવઠાનું કામ 2020માં જ પૂરું થઈ ગયું હોત, પરંતુ પહેલા કોરોના વાયરસ આવ્યો અને પછી મને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. પરંતુ હવે સમગ્ર દિલ્હીને 24 કલાક શુદ્ધ પાણી મળશે.

કેજરીવાલે જાતે નળમાંથી પાણી પીધું

આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પોતે રાજેન્દ્ર નગર જઈ નળમાંથી પાણી પીધું હતું. તેઓ કહે છે કે, પાણી એકદમ સ્વચ્છ છે. હવે સમગ્ર દિલ્હીને 24 કલાક નળનું પાણી મળશે. અરવિંદ કેજરીવાલની આ જાહેરાત દરમિયાન તેમની સાથે સીએમ આતિશી માર્લેના પણ હાજર હતા.

ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના

આ પ્રેસ કોન્ફરન્સનો વીડિયો શેર કરતા અરવિંદ કેજરીવાલે લખ્યું કે, અરવિંદ કેજરીવાલ માત્ર નિવેદનો જ નથી આપતા. કેજરીવાલ જે કહે છે તે કરે છે. તમને જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલા અરવિંદ કેજરીવાલે રાજધાનીની મોટાભાગની સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે.

આ પણ વાંચો:  મોંઘવારીનું સાચું ચિત્ર બતાવતા રાહુલ ગાંધી પહોંચ્યા શાકમાર્કેટ

Tags :
announcementsArvind KejriwalavailableClean WaterdefinitelyDelhiDelhi Assembly ElectionselectionsgiftsGujarat FirstPress ConferencepumpWater Supply
Next Article