ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana: દૂધસાગર ડેરીમાં અશોકભાઈ ચૌધરીની ફરી ચેરમેન તરીકે વરણી, જાણો કોણ બન્યા વાઇસ ચેરમેન?

Mehsana: ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા એવી દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ગુરુવારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં હાલના ચેરમેન અશોકભાઈ ચૌધરી ફરી એકવાર સર્વાનુમતે ચેરમેન પદે ચૂંટાયા હતા, જ્યારે વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની નવી નિમણૂક કરવામાં આવી છે.
04:15 PM Dec 12, 2025 IST | Sarita Dabhi
Mehsana: ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા એવી દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ગુરુવારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં હાલના ચેરમેન અશોકભાઈ ચૌધરી ફરી એકવાર સર્વાનુમતે ચેરમેન પદે ચૂંટાયા હતા, જ્યારે વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની નવી નિમણૂક કરવામાં આવી છે.
Mehsana-dudhsagar dairy- Gujarat first 1

Mehsana: ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા એવી દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy) ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ગુરુવારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં હાલના ચેરમેન અશોકભાઈ ચૌધરી ફરી એકવાર સર્વાનુમતે ચેરમેન પદે ચૂંટાયા હતા, જ્યારે વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની નવી નિમણૂક કરવામાં આવી છે.

અશોકભાઈ ચૌધરી ફરી બન્યા ચેરમેન

અશોકભાઈ ચૌધરીના સતત બીજી વખત ચેરમેન બનવાથી ડેરીના ડિરેક્ટર મંડળે તેમના નેતૃત્વ અને વિકાસલક્ષી કામગીરી પર ફરી વિશ્વાસ મૂક્યો છે. નવા વાઇસ ચેરમેન દશરથભાઈ પટેલને પણ અનુભવી ડિરેક્ટર છે અને તેમની સાથે ડેરીના વિસ્તરણના કાર્યોને વધુ ગતિ મળે તેવી આશા છે.

42 લાખ લીટરથી 50 લાખ લીટર દૂધનો લક્ષ્યાંક

ચૂંટણી બાદ પત્રકારો સાથે વાતચીતમાં ફરી ચેરમેન બનેલા અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,“અત્યારે દૂધસાગર ડેરીમાં દરરોજ સરેરાશ 42 લાખ લીટર જેટલું દૂધ આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે નવો પાઉડર પ્લાન્ટ, ટેટ્રા પૅક મિલ્ક પ્લાન્ટ, દિલ્હી ખાતે પનીર પ્લાન્ટ તેમજ યોગર્ટ પ્લાન્ટ સ્થાપ્યા છે. હવે આગામી સમયમાં ચીઝ પ્લાન્ટ અને અન્ય વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સના પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન છે. આનાથી પશુપાલક ભાઈ-બહેનોને વધુ સારો ભાવ મળશે અને આવનારા બે વર્ષમાં દૂધનું પ્રમાણ 50 લાખ લીટર સુધી પહોંચે તેવો અમારો સંકલ્પ છે.”દૂધસાગર ડેરી ગુજરાતની સૌથી મોટી દુધ ઉત્પાદક સંસ્થાઓમાંની એક છે અને અને તેના નવા નેતૃત્વ હેઠળ પશુપાલકો તેમજ ગ્રાહકો બંને માટે વધુ સારા પરિણામની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Vadodara: “મને બિયર વાળી વળગી છે,મને બિયર પીવડાવજો!” ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો તો સરપંચ ગાંડા બની ગયા!

Tags :
AshokChaudharyChairmanAppointmentDashrathbhaiPatelDudhSagarDairyGujaratGujaratFirstMehsana
Next Article