Bhavnagar:કાળિયાબીડમાં આખલાઓનાં યુધ્ધને લઈને લોકોમાં ભય, લાખો રૂપિયા ખર્ચ્યા છતાં અંકુશ કેમ નહીં?
- ભાવનગર શહેરમાં ફરી આખલાઓનાં આતંક આવ્યો સામે
- શહેરનાં કાળિયાબીડમાં વારાહી ચોક નજીક રોડ પર આખલાઓનું યુધ્ધ
- કાળિયાબીડમાં આખલાઓનાં યુધ્ધને લઈ લોકોમાં ડરનો માહોલ
- મહાનગરપાલિકાનાં તંત્રની ઢોર પકડવાની કામગીરી પર અનેક સવાલો
- મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ઢોર પકડવા માટે કરવામાં આવે છે ખર્ચ
Bhavnagar: રાજ્યમાં રખડતા ઢોરનો આંતક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રસ્તે રખડતા ઢોર રાહદારીઓને અડફેટે લેતા તેમને જીવ ગૂમાવવાનો પણ વારો આવતો હોય છે. ત્યારે ભાવનગરમાં પણ કંઈ આવી જ સ્થતિ જોવા મળી રહી છે. ભાવનગરમાં રખડતા ઢોરથી શહેરીજનો ત્રાહિમામ થયા છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાવનગર શહેરમાં ફરી આખલાઓનાં આતંક
ભાવનગર શહેરમાં ફરી આખલાઓનાં આતંક સામે આવ્યો છે. જેમાં શહેરનાં કાળિયાબીડમાં વારાહી ચોક નજીક રોડ પર આખલાઓનું યુધ્ધ જામ્યું હતું. કાળિયાબીડમાં આખલાઓનાં યુધ્ધને લઈ લોકોમાં ડરનો માહોલ વ્યાપ્યો છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.
મહાનગરપાલિકાનાં તંત્રની ઢોર પકડવાની કામગીરી પર સવાલ
ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની ગયો છે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ઢોર પકડવા માટે ખર્ચ કરવામાં આવે છે તેમ છતા તેના પર અંકુશ ન આવતા મહાનગરપાલિકાનાં તંત્રની ઢોર પકડવાની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે શહેરીજનો તેના પર અંકુશની માંગ કરી રહ્યા છે. હવે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોર અંગે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની છે. ત્યારે હવે મનપા રખડતા ઢોર પર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું?
આ પણ વાંચો: Gandhinagar: CM ભૂપેન્દ્રભાઈ પટેલ પાલનપુરથી રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળાનો” કરાવશે શુભારંભ


