Bhavnagar:કાળિયાબીડમાં આખલાઓનાં યુધ્ધને લઈને લોકોમાં ભય, લાખો રૂપિયા ખર્ચ્યા છતાં અંકુશ કેમ નહીં?
ભાવનગર (Bhavnagar)શહેરનાં કાળિયાબીડમાં વારાહી ચોક નજીક રોડ પર આખલાઓનું યુધ્ધ જામ્યું હતું. કાળિયાબીડમાં આખલાઓનાં યુધ્ધને લઈ લોકોમાં ડરનો માહોલ વ્યાપ્યો છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ઢોર પકડવા માટે ખર્ચ કરવામાં આવે છે તેમ છતા આખલાના આતંક પર અંકુશ ન આવતા મહાનગરપાલિકાનાં તંત્રની ઢોર પકડવાની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Advertisement
- ભાવનગર શહેરમાં ફરી આખલાઓનાં આતંક આવ્યો સામે
- શહેરનાં કાળિયાબીડમાં વારાહી ચોક નજીક રોડ પર આખલાઓનું યુધ્ધ
- કાળિયાબીડમાં આખલાઓનાં યુધ્ધને લઈ લોકોમાં ડરનો માહોલ
- મહાનગરપાલિકાનાં તંત્રની ઢોર પકડવાની કામગીરી પર અનેક સવાલો
- મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ઢોર પકડવા માટે કરવામાં આવે છે ખર્ચ
Bhavnagar: રાજ્યમાં રખડતા ઢોરનો આંતક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રસ્તે રખડતા ઢોર રાહદારીઓને અડફેટે લેતા તેમને જીવ ગૂમાવવાનો પણ વારો આવતો હોય છે. ત્યારે ભાવનગરમાં પણ કંઈ આવી જ સ્થતિ જોવા મળી રહી છે. ભાવનગરમાં રખડતા ઢોરથી શહેરીજનો ત્રાહિમામ થયા છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

