Botad: 70 વર્ષીય વૃદ્ધે 14 વર્ષીય સગીરા પર આચર્યું હતુ દુષ્કર્મ, સગીરાએ બાળકને આપ્યો જન્મ
- બોટાદ જિલ્લામા શર્મનાક ઘટના પ્રકાશમાં આવી
- 14 વર્ષિય સગીરા બની માતા
- 70 વર્ષીય વૃદ્ધે સગીરા પર વારંવાર કર્યુ દુષ્કર્મ
- નવજાત બાળક ને સારવાર માટે ભાવનગર ખસેડાયુ
- સગીરાના વાલીએ વૃદ્ધ સામે પાળીયાદ પોલીસમા નોંધાવી ફરીયાદ
બોટાદ (Botad) જિલ્લામા શર્મનાક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં તરઘરા ગામના 70 વર્ષિય અરજણ ખોડા ચાવડાએ 14 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ કર્યુ હતું. ત્યારે સગીરાને દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડેલ જ્યા સગીરાએ બાળકને જન્મ આપ્યો છે. હાલમાં નવજાત બાળકને સારવાર માટે ભાવનગર ખસેડાયુ છે.
14 વર્ષિય સગીરા બની માતા
બોટાદ જિલ્લાના પાળિયાદ તાલુકાના તરઘરા ગામે માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ગામના 70 વર્ષીય અરજણ ખોડા ચાવડા નામના વૃદ્ધે 14 વર્ષીય દીકરી પર લાંબા સમયથી વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હોવાનું બહાર આવ્યું છે.સગીરાને તીવ્ર પેટનો દુખાવો થતાં પરિવારજનોએ તેને બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. તપાસ દરમિયાન ડોક્ટર્સને જાણવા મળ્યું કે સગીરા સાત મહિનાની ગર્ભવતી છે અને હોસ્પિટલમાં જ સગીરાએ એક બાળકને જન્મ આપ્યો. નવજાત શિશુની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
સગીરાના વાલીએ વૃદ્ધ સામે નોંધાવી ફરીયાદ
ઘટના મામલે સગીરાના વાલી 1 ડિસેમ્બર, 2025ના રોજ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં અરજણ ખોડા ચાવડા સામે દુષ્કર્મ તેમજ POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં 2 ડિસેમ્બર, 2025ના રોજ આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દીધો છે.
આરોપીની ધરપકડ ,કડકમાં કડક સજાની માંગ
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગીતાબેન પટેલ ગઈકાલે રાત્રે બોટાદ હોસ્પિટલ ખાતે પહોંચીને સગીરાની મુલાકાત લીધી હતી અને પીડિતાને દિલાસો આપ્યો હતો. તેમણે આરોપીને કડકમાં કડક સજા થાય અને પીડિતાને યોગ્ય ન્યાય તેમજ સરકારી સહાય મળે તેવી માંગ કરી છે. હાલ પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Jamnagar નજીક ખાનગી કંપનીની દાદાગીરી , ખેડૂતની જમીનમાંથી 1646 ટન માટી ચોરી!


