Digital world: ફોનમાં વ્યસ્ત માતા-પિતા સાવધાન!, AI બાળકોનું લેશે ‘ડિજિટલ બલિદાન’!
- Digital world: આધુનિક યુગમાં બાળકો માટે જોખમ AI
- મોબાઈલમાં વ્યસ્ત માતા-પિતાના સંતાનોની AI સાથે વધી નિકટતા
- માતા-પિતાએ બાળકો માટે સમય કાઢવો જરૂરી
- બાળકો મોબાઈલની દુનિયામાં ખોવાઈ જાય તે પહેલા થઈ જાઓ એલર્ટ
Digital world: શું તમારા બાળકો પોતાના વિચારો તમારી સાથે શેર કરવાને બદલે તેમના મોબાઇલ ફોનમાં જ મગ્ન છે? શું એવું તો નથી ને કે બાળકોની આ સ્થિતિ માટે માતા-પિતા પણ જવાબદાર હોય? માતાપિતા (Parents) વ્યસ્ત હોવાથી બાળકોને સમય નથી આપી શકતા. જેથી બાળકો હવે તેમના મનની વાતો કૃત્રિમ બુદ્ધિ એટલે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence)(AI) સાથે શેર કરી રહ્યા છે. સ્માર્ટફોને (Smartphone) સમગ્ર દુનિયાને આપણી મુઠ્ઠીમાં લાવી દીધી છે. પરંતુ પરિવારોમાં અંતર પણ વધારી દીધું છે. એક દાવા મુજબ પરિવારો વચ્ચે વધતા અંતર માટે મોબાઈલ ફોન (Mobile phone) જવાબદાર છે. બાળકો તેમના માતા-પિતા પાસેથી પૂરતો સમય ના મળતો હોવાથી AI તરફ વળ્યા છે.
Digital world: વ્યસ્ત માતા-પિતા, એકલા બાળકો અને AI
એક રિપોર્ટ મુજબ બાળકો હવે એઆઈ પર આધાર રાખતા થયા છે. સૌથી ચોંકાવનારો આંકડા એ છે કે 67% બાળકો હવે તેમની સમસ્યાઓ અને પ્રશ્નોના ઉકેલ માટે AI પર વિશ્વાસ રાખે છે. કારણ કે તેમને લાગે છે કે તેમના માતા-પિતા ખૂબ વ્યસ્ત (Busy) છે. ઘણા બાળકો માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક શિક્ષક અને મિત્ર બની ગયું છે. પરિસ્થિતિ એવી છે કે 4 માંથી 1 બાળક હવે તેમના માતા-પિતા સાથે ઓછી વાત કરી રહ્યું છે. આ રિપોર્ટ દર્શાવે છે કે બાળકોને માતા-પિતાના વ્હાલ અને હૂંફની કેટલી જરૂર છે.
Digital world: ભોજન સમયે ખલનાયક સ્માર્ટફોન (Smartphone)
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, રાત્રિભોજન (Dinner) એ સમય છે જ્યારે 72% બાળકો તેમના પરિવાર (Family) સાથે સૌથી વધુ સમય વિતાવે છે. પરંતુ પરિવારની આ અમૂલ્ય ક્ષણમાં પણ મોબાઇલ ફોન ખલનાયક બની જાય છે. 72% માતા-પિતા અને 30% બાળકો સહમત છે કે, ભોજન દરમિયાન મોબાઈલ ફોન પરિવારનો સૌથી મોટો દુશ્મન છે. સંતાનો જ્યારે સ્વતંત્ર થાય તે અવસ્થામાં પણ ફોન વિલન છે. જો માતા-પિતા ફોન કરે તે બાળકોને સહેજ પણ પસંદ નથી પડતું. સંતાનોને એવું લાગે છે કે,માતા-પિતા તેમની જાસૂસી (Investigation) કરે છે.
બાળકો વચ્ચે સંબંધ સુધારવા માતા-પિતાએ પણ મોબાઈલથી અંતર રાખવું
રાહતની વાત છે કે બાળકો અને માતા-પિતા બંને પરિવર્તન (Change) ઇચ્છે છે. 91% બાળકોએ સ્વીકાર્યું કે જ્યારે ફોન ન હોય ત્યારે તેઓ તેમની લાગણીઓ વધુ સરળતાથી વ્યક્ત કરી શકે છે. સર્વે (Survey) મુજબ, જે પરિવારોએ ‘No-phone dinner’ના નિયમથી (એટલે કે, પરિવાર સાથે ભોજન કરતી વખતે ફોનને અલગ રાખવો), તેમના સંબંધોમાં ભાવનાત્મક અને લાગણીઓમાં વધારો થાય છે.
નોંધઃ ટેકનોલોજીનો ઉપયોગ સંબંધોને મજબૂત કરવા માટે થવો જોઈએ, તેમને બદલવા માટે નહીં. નાની આદતો, જેમ કે જમતી વખતે ફોન દૂર રાખવા, પરિવારોને એકબીજાની નજીક લાવી શકે છે.
આ પણ વાંચો- બ્રાઝિલમાં કુદરતનો કહેર: સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની વિશાળ પ્રતિમા જમીનદોસ્ત, જુઓ લાઈવ વીડિયો
આ પણ વાંચો-Vastu Tips : 2026ની શરુઆત પહેલા ઘરમાં અપનાવો આ વાસ્તુ ટીપ્સ, આર્થિક સંકટ થશે દૂર


