Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મેદાનની દુશ્મની ભૂલી કપિલ-ગાવસ્કરે ઈમરાન ખાન માટે ઉઠાવ્યો અવાજ, જાણો શું છે મામલો?

વિશ્વ ક્રિકેટના મંચ પર એક એવી ઘટના બની છે જેણે રમત અને માનવતાને જોડી દીધા છે. પાકિસ્તાનની જેલમાં બંધ ઈમરાન ખાનની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને ભારત સહિત વિશ્વના 14 મહાન કપ્તાનોએ એક એવી માંગ કરી છે જેણે પાકિસ્તાની સત્તાતંત્રમાં હલચલ મચાવી દીધી છે. ગાવસ્કર અને કપિલ દેવ જેવા દિગ્ગજોએ કયા જોખમ સામે અવાજ ઉઠાવ્યો છે, તે જાણવા માટે આ અહેવાલ વાંચો.
મેદાનની દુશ્મની ભૂલી કપિલ ગાવસ્કરે ઈમરાન ખાન માટે ઉઠાવ્યો અવાજ  જાણો શું છે મામલો
Advertisement
  • Cricket Legnds for Imran Khan : ઈમરાન ખાન માટે પાકિસ્તાનને લલકાર!
  • સુનિલ ગાવસ્કર અને કપિલ દેવ સહિત ૧૪ દિગ્ગજ કપ્તાનોની સંયુક્ત અપીલ
  • જેલમાં બંધ ઈમરાન ખાનની લથડતી તબિયત અંગે રમત જગતમાં ચિંતા
  • પૂર્વ વડાપ્રધાનને તાત્કાલિક યોગ્ય મેડિકલ સહાય આપવા પાકિસ્તાનને પત્ર
  • 1992ના વર્લ્ડ કપ વિજેતા હીરો સાથે સન્માનજનક વ્યવહાર કરવાની માંગ

Cricket Legnds for Imran Khan : પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન અને વર્ષ 1992માં પાકિસ્તાનને વર્લ્ડ કપ જીતાડનાર સુપ્રસિદ્ધ કપ્તાન ઈમરાન ખાનની (Imran Khan) જેલમાં લથડતી જતી તબિયતને લઈને વિશ્વભરના દિગ્ગજ ક્રિકેટરોએ ચિંતા વ્યક્ત કરી છે. ભારતના પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કર (Sunil Gavaskar) અને કપિલ દેવ (Kapil Dev) સહિત વિશ્વના 14 ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કપ્તાનોએ એક સંયુક્ત નિવેદન (Joint Statement) જાહેર કરીને પાકિસ્તાન સરકારને માનવીય અભિગમ અપનાવવા અપીલ કરી છે.

Cricket Legnds for Imran Khan : 14 દિગ્ગજોનો પાકિસ્તાન સરકારને પત્ર

17 ફેબ્રુઆરીના રોજ જારી કરવામાં આવેલા આ નિવેદનમાં ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓએ જેલમાં ઈમરાન ખાનના સ્વાસ્થ્યમાં ઝડપથી થઈ રહેલા ઘટાડા અને છેલ્લા અઢી વર્ષથી તેમની હિરાસત દરમિયાનની પરિસ્થિતિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ પત્રમાં સહી કરનારાઓમાં એલાન બોર્ડર (Allan Border), ગ્રેગ ચેપલ (Greg Chappell), ઈયાન ચેપલ (Ian Chappell), નાસિર હુસૈન (Nasser Hussain), કલાઈવ લોઈડ (Clive Lloyd), સ્ટીવન વો (Steve Waugh), માઈકલ એથરટન (Michael Atherton) અને જ્હોન રાઈટ (John Wright) જેવા મહારથીઓનો સમાવેશ થાય છે. આ ગ્રુપનું કહેવું છે કે ઈમરાન ખાન માત્ર એક રાજનેતા નથી, પરંતુ વિશ્વ ક્રિકેટના મહાન ઓલરાઉન્ડરોમાંના એક છે.

Advertisement

Advertisement

રમત જગતમાં ઈમરાનનું યોગદાન

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "અમે પાકિસ્તાનના જાણીતા પૂર્વ કપ્તાન અને વર્લ્ડ ક્રિકેટના મહાન ખેલાડી ઈમરાન ખાન સાથે કરવામાં આવતા કથિત ગેરવર્તણૂક અને જેલની પરિસ્થિતિઓ અંગે ઊંડી ચિંતા સાથે આ પત્ર લખી રહ્યા છીએ." દિગ્ગજોએ યાદ અપાવ્યું કે ઈમરાને કઈ રીતે 1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો, જે નેતૃત્વ, હિંમત અને રમત ભાવના પર બનેલો વિજય હતો જેણે સીમાઓ ઓળંગીને પેઢીઓને પ્રેરણા આપી છે.

માનવીય અભિગમની માંગ

આ પૂર્વ કપ્તાનોએ માંગ કરી છે કે ઈમરાન ખાનને તાત્કાલિક યોગ્ય મેડિકલ સહાય (Medical Assistance) પૂરી પાડવામાં આવે અને તેમની સાથે માનવીય ગરિમા અને સન્માનપૂર્વક વર્તન કરવામાં આવે. નિવેદનમાં આગળ ઉમેર્યું કે, "અમારામાંથી ઘણા લોકો તેમની સામે રમ્યા છે, મેદાન શેર કર્યું છે અથવા તેમની ક્ષમતા અને લડાયક ભાવનાને આદર્શ માનીને મોટા થયા છીએ. તેઓ રમત જગતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરો અને કપ્તાનોમાંના એક છે." રમત જગતના આ માંધાતાઓના અવાજે હવે પાકિસ્તાન સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ વધાર્યું છે.

આ પણ વાંચો : Pakistan Cricket: હાર પછી મોહમ્મદ યુસુફ આક્રમક, કહ્યું, આ પાકિસ્તાન ક્રિકેટનો સૌથી ખરાબ સમય

Tags :
Advertisement

.

×