દીનદયાલ દ્રષ્ટિ દર્શન (Deendayal Drishti Darshan) : "કાર્યકર્તા નિર્જીવ નથી કે ચાહો ત્યાં ચોંટાડી દો"
. કાર્યકર્તા માત્ર સાધન નથી, પણ એક આદરણીય વ્યક્તિત્વ છે તેવી ઉમદા ભાવના
. કોઈપણ નિર્ણય લેતા પહેલા કાર્યકર્તાની રુચિ અને સંમતિ લેવાનો આગ્રહ
. પરિસ્થિતિ મુજબ યોગ્ય ફેરફાર કરવાની દીર્ઘદ્રષ્ટિ અને લોકશાહી મૂલ્યોનું જતન
આનંદ શુક્લ: પંડિત દીનદયાલ ઉપાધ્યાયે (Pandit Deendayal Upaddhyay) ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) નું કામ ઉભું કરતી વેળાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) ના સંસ્કાર સિંચન મુજબ જ એક સંગઠકની ભૂમિકા નીભાવી હતી. પોતાના સાદા, સરળ અને સાલસ સ્વભાવથી તેમણે કાર્યકર્તાઓને એક નિશ્ચિત રાજકીય દિશા માટે પ્રવૃત્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
પ્રચારકને મદ્રાસ મોકલવાનું થયું હતું નક્કી
પક્ષમાં સંગઠનનું કામ કરતી વખતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય (Pandit Deendayal Upaddhyay) વ્યક્તિત્વ નિર્માણનું સંઘ દ્વારા સિંચિત કાર્ય પણ ખૂબ જ લગનથી કરતા હતા. પક્ષના કાર્યકર્તાઓ તેમના માટે સાધન પણ હતા અને સાધ્ય પણ હતા. પંડિત દીનદયાલ ઉપાધ્યાય હંમેશા કહેતા કે કાર્યકર્તા કોઈ નિર્જીવ વસ્તુ હોતા નથી કે પોસ્ટરની જેમ તેમને જ્યાં ઈચ્છયું ચોંટાડી દો. (कार्यकर्ता कोई निर्जीव वस्तु नहीं होता कि पोस्टर कि भाँति उसे जहाँ चाहा चिपका दिया.)
(સંદર્ભ: પૃષ્ઠ - 17, पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खंड-7 व्यक्ति दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પબ્લિકેશન્સ, નવી દિલ્હી, પ્રથમ આવૃત્તિ- ફેબ્રુઆરી 11, 1987)
જનસંઘના પૂર્ણકાલિક સંગઠક રામદાસ કલસકરે (Ramdas Kalsekar) પોતાના અનુભવને ટાંક્યો છે કે જેમાં દીનદયાલજી (Deendayalji) કાર્યકર્તાઓને નિર્જીવ વસ્તુ નહીં ગણતા હોવાની ઉદ્દાત ભાવનાને રજૂ કરી છે. રામદાસ કલસકરે ઘટનાને લઈને એક હ્રદયસ્પર્શી ઘટના વર્ણવી છે.
1968ની શરૂઆતમાં રામદાસ કલસકરને મદ્રાસ (Madras,નામ બદલ્યા વગર આજે તેને ચેન્નઈ- Chennai તરીકે ઓળખવામાં આવે છે) માં જનસંઘના પૂર્ણકાલિન સંગઠક બનાવવામાં આવ્યા હતા. તેમના મદ્રાસ જવા માટે ખુદ દીનદયાલજીએ તેમની સાથે વાત કરી હતી. નાગપુર ખાતેની બેઠક બાદ રામદાસ કલસકરનું મદ્રાસ (Madras) જવાનું નક્કી થઈ ગયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં મુસ્લિમો દ્વારા સરદાર પટેલ પર ક્યાં થયો હતો જીવલેણ હુમલો? શું હતી પ્રતિક્રિયા
પરિસ્થિતિને જોતા કાર્યકર્તાને મદ્રાસ ન મોકલાયા
ત્યારે મદ્રાસ જનસંઘ (Jansangh) ના કાર્યકર્તાઓએ કહ્યુ કે હાલના દિવસોમાં વાતાવરણ કંઈક એવું બની ગયું છે કે મહારાષ્ટ્ર (Mharashtra) થી કોઈ પ્રચારક (Pracharak) નું મદ્રાસમાં આવવું સારું નહીં રહે. મહત્ત્વપૂર્ણ છે કે આ અરસામાં મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ (Mumbai) ખાતે શિવસેના (Shivsena) નું એક આંદોલન વેગ પકડી રહ્યું હતું અને તેમાં લક્ષ્ય મદ્રાસી-મલયાલી સહીતના દક્ષિણ ભારતીય લોકો હતા. જેને કારણે તમિલનાડુ-કેરળ (Tamilnadu - Kerala) સહીતના દક્ષિણ ભારતીય રાજ્યોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો હતો.
આવી સ્થિતિમાં મદ્રાસ (Madras) ના કાર્યકર્તાઓની મુશ્કેલી સમજીને પં. દીનદયાલજીએ તાત્કાલિક નિર્ણય કર્યો કે રામદાસ કલસેકર (Ramdas Kalsekar) ને મદ્રાસ મોકલવામાં ન આવે.
બંગાળમાં પ્રચારક માટે કરવામાં આવી માગણી
આ નિર્ણય લેવાતો હતો, ત્યારે બંગાળના કાર્યકર્તાઓ ત્યાં બેઠા હતા. એક પૂર્ણકાલિન પ્રચારકને બંગાળ (Bangal) માં મોકલવાની તેમની માગણી હતી. આ ચર્ચા દરમિયાન રામદાસ કલસેકર (Ramdas Kalsekar) ત્યાં પહોંચ્યા ન હતા. ત્યારે દીનદયાલજી (Deendayalji) એ કહ્યુ કે રામદાસને આવવા દો, તેમની સાથે વાત કરીને નક્કી કરીશું. ત્યારે એક નેતાએ કહ્યુ કે આમા રામદાસને શું વાત કરવાની છે? તે તો પૂર્ણકાલિક પ્રચારક જ છે. તેમના માટે શું મદ્રાસ, શું બંગાળ? તમે જ્યાં મોકલી દેશો, ત્યાં જવાનું તેમનું કામ છે.
દીનદયાલજી (Deendayalji) એ પ્રચારક સાથે ચર્ચા બાદ નિર્ણયની કરી વાત
દીનદયાલજી (Deendayalji) એ સસ્મિત જવાબ આપ્યો કે અરે ભાઈ, અમારો પ્રચારક કોઈ નિર્જીવ વસ્તુ તો છે નહીં. તે પ્રચારક જરૂર છે, પરંતુ તેની પણ કોઈ સંમતિ હોય છે, તેનું પણ એક મન હોય છે. ક્યાં કામ કરે તેનો નિશ્ચય કરવાની સ્વતંત્રતા મારા વિચારથી તો તેને હોવી જ જોઈએ. જો તેના આટલા સ્વાતંત્ર્યનો પણ જો તમે સ્વીકાર નથી કરતા, તો તેના કાર્ય દ્વારા સ્વતંત્ર અને સ્વાભિમાની સમાજના નિર્માણની અપેક્ષા તમે કેવી રીતે કરી શકો છો? (अरे भाई, हमारा प्रचारक कोई निर्जीव वस्तु तो है नहीं. वह प्रचारक अवश्य है, किंतु उसकी भी कोई सम्मति होती है, उसका एक मन भी होता है. कहाँ काम करे, यह निश्चय करने की स्वतंत्रता मेरे विचार से तो उसे होनी ही चाहिए. उसके इतने स्वातंत्र्य को भी यदि आप स्वीकार नहीं करते, तो उसके कार्य द्वारा स्वतंत्र एवं स्वाभिमानी समाज के निर्माण की अपेक्षा आप कैसे कर सकते है? )
(સંદર્ભ: પૃષ્ઠ-17,18, पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खंड-7 व्यक्ति दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પબ્લિકેશન્સ, નવી દિલ્હી, પ્રથમ આવૃત્તિ- ફેબ્રુઆરી 11, 1987)
આ પણ વાંચો: Nehru ની લોકશાહીને સૈન્ય પ્રભાવથી દૂર રાખતી સમજે India માં 'Pakistan' જેવી સ્થિતિ ટાળી!
બીજા દિવસે રામદાસ કલસેકર (Ramdas Kalsekar) ની પંડિત દીનદયાલ ઉપાધ્યાય (Pandit Deendayal Upaddhyay) સાથે મુલાકાત થઈ હતી. ચર્ચાવિચારણા બાદ પં. દીનદયાલજીએ તેમને બંગાળ મોકલ્યા હતા. પરંતુ સૌથી મોટી વાત એ હતી કે પં. દીનદયાલજીએ એક કાર્યકર્તા-પ્રચારકની વ્યક્તિગત સ્વતંત્રતા, રુચિ-અરુચિને પ્રાધાન્ય આપ્યું હતું.
આ પણ વાંચો: Deendayal Upaddhyay: જ્યારે અટલજી (Atalji) નારાજ થઈ ગયા, ત્યારે પં. દીનદયાલ ઉપાધ્યાયે શું કર્યું?


