Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Car Fire Accident : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચાલતી કાર બની ‘ચિતા’, એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભૂંજાયા

Car Fire Accident :  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે (Delhi-Mumbai Expressway) પર બુધવારે રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સર્જાઈ હતી. રાજસ્થાનના અલવર જિલ્લાના લક્ષ્મણગઢ વિસ્તારમાં એક ઝડપી કારમાં અચાનક ભીષણ આગ (Car Fire) લાગતા પરિવારના પાંચ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે.
car fire accident   દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ચાલતી કાર બની ‘ચિતા’  એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભૂંજાયા
Advertisement
  • Car Fire Accident : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાર બની 'મોતનું રમકડું'
  • વૈષ્ણોદેવીથી પરત ફરતા પરિવારના 5 સભ્યોના મોત
  • ચાલતી કારમાં આગ લાગતા જીવતા બળી ગયા
  • અલવરના લક્ષ્મણગઢ પાસે સર્જાયો કાળમુખો અકસ્માત
  • ડ્રાઈવરે કારમાંથી કૂદીને મહામુસીબતે જીવ બચાવ્યો

Car Fire Accident :  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે (Delhi-Mumbai Expressway) પર બુધવારે રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સર્જાઈ હતી. રાજસ્થાનના અલવર જિલ્લાના લક્ષ્મણગઢ વિસ્તારમાં એક ઝડપી કારમાં અચાનક ભીષણ આગ (Car Fire) લાગતા પરિવારના પાંચ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. આ પરિવાર જમ્મુમાં વૈષ્ણોદેવી (Vaishno Devi) ના દર્શન કરીને મધ્યપ્રદેશ પરત ફરી રહ્યો હતો ત્યારે કાળે તેમને રસ્તામાં આંબી લીધા હતા.

આગમાં 5 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે મૃતકો મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અકસ્માત સમયે કારની ગતિ ખૂબ જ વધારે હોવાથી આગ લાગતાની સાથે જ તે રક્ષણ મેળવે તે પહેલા જ લપેટમાં આવી ગયા હતા. જોકે, કારના ડ્રાઈવરે (Driver) જીવ હથેળી પર મૂકીને ચાલતી કારમાંથી કૂદી જઈને પોતાનો બચાવ કર્યો હતો, પરંતુ પરિવારના અન્ય સભ્યોને તે બચાવી શક્યો નહોતો.

Advertisement

delhi-mumbai-expressway-car-fire

Advertisement

પોલીસે હાથ ધરી તપાસ

પ્રાપ્તથતી માહિતી અનુસાર ટેકનિકલ ખામી (Technical Fault)ના કારણે આ દુર્ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે ચાલતી કારમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી કે અન્ય કોઈ ટેકનિકલ ખામી હતી. જો કે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાર આગના મોટા ગોળામાં ફેરવાયેલી જોવા મળે છે. દુર્ઘટનાને પગલે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

આ પણ વાંચો : Sultanpur Storm : સુલતાનપુરમાં કુદરતનો પ્રકોપ, વાવાઝોડાએ મચાવી તબાહી, 2 બાળકો સહિત 7 ના કરુણ મોત

Tags :
Advertisement

.

×