Delhi Taxi: રાજધાની દિલ્હીમાં ટેક્સીના નિયમોમાં ફેરફાર, ખાનગી કારમાલિકોને પણ થશે લાભ, જાણો રેખા ગુપ્તા સરકારની શું છે યોજના?
- Delhi Taxi: દિલ્હીમાં પરિવહનમાં મોટો ફેરફાર
- હવે ખાનગી EV પણ બનશે શેરિંગ ટેક્સી
- ખાનગી ઇલેક્ટ્રિક કાર હવે ટેક્સી તરીકે દોડશે
- Ola-Uber મોડેલ બદલાશે? દિલ્હીમાં ખાનગી EV માટે લીલી ઝંડી
- પ્રદૂષણ ઘટાડવા દિલ્હી સરકારનું મોટું પગલું
Delhi Taxi: રાજધાની દિલ્હીમાં ટૂંક સમયમાં ટેક્સી અને જાહેર પરિવહનના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સરકાર હવે પ્રદૂષણગ્રસ્ત રાજધાનીમાં ઇલેક્ટ્રિક વાહનો (Electric vehicles) અને શેર કરેલા પરિવહનને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભરી રહી છે. ભવિષ્યમાં ખાનગી ઈલેક્ટ્રિક કાર શેરિંગ ટેક્સી (Sharing taxi) તરીકે દોડી તેવી યોજનાને દિલ્હી સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી જનતા માટે આવકના નવા રસ્તાઓ ખુલશે. સાથે જ ઓલા અને ઉબેર જેવા કેબ એગ્રીગેટર્સના મોડેલમાં પણ નોંધપાત્ર ફેરફાર થશે.
Delhi Taxi: CM રેખા ગુપ્તાએ કરી બેઠક
મુખ્યમંત્રી રેખા ગુપ્તા (Rekha Gupta) ની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હી. જેમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી એગ્રીગેટર કંપનીઓ (Aggregator companies) તેમજ ટાટા મોટર્સ, મહિન્દ્રા, મારુતિ સુઝુકી, ટોયોટા અને હોન્ડા જેવા ઓટોમેકર્સ હાજર રહ્યા હતા. બેઠકમાં રાજધાનીમાં શેર્ડ ટેક્સી સેવાઓને પ્રોત્સાહન આપવા અને હાલના નિયમોમાં જરૂરી સુધારા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું કે ખાનગી EV અને BS-VI વાહનોને ટેક્સી તરીકે લાયક બનાવવા માટે નિયમોમાં ટૂંક સમયમાં ફેરફાર કરવામાં આવશે.
આ પણ વાંચો----- Ambaji: પોષી પૂનમે અંબાજી પ્રાગટ્યોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર! શક્તિદ્વાર સુધી લાગી કતારો
Delhi Taxi: શેર ટેક્સીઓનો પ્રારંભ
આ બેઠકમાં કેબ કંપની (Cab company) ઓએ ખાતરી આપી હતી કે, તેઓ એક મહિનાની અંદર શેર્ડ ટેક્સી સેવાઓ શરૂ કરશે. મહત્વની વાત એ છે કે, આ સેવાઓમાં મહિલા ડ્રાઇવરો (Women drivers) દ્વારા ચલાવવામાં આવતી ટેક્સીઓનો સમાવેશ થશે. જે મહિલાઓની સલામતી અને રોજગાર બંનેને પ્રોત્સાહન આપશે. ઉપરાંત રિંગ રોડ પર શટલ સેવા અને એરપોર્ટથી મુસાફરી માટે ખાસ શેર્ડ સેવાઓનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
મુસાફરોની સલામતી પર ભાર
મુખ્યમંત્રીએ એગ્રીગેટર કંપનીઓને મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવું ત્યારે જ શક્ય છે, જ્યારે રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઓછી થાય અને લોકો સહિયારી પરિવહન સેવા અપનાવશે. આ માટે, એવું સૂચન કરવામાં આવ્યું છે કે ઈ-રિક્ષાઓને એગ્રીગેટર પ્લેટફોર્મ (Aggregator platform for e-rickshaws) માં એકીકૃત કરવામાં આવે.
ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન
બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Charging infrastructure) ને મજબૂત બનાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સરકારે ચાર્જિંગ સ્ટેશનો માટે જમીન પૂરી પાડવાનું વચન આપ્યું હતું. જ્યારે કંપનીઓને સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ચાર્જિંગ અને બેટરી કચરાના વ્યવસ્થાપનની જવાબદારી સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો-----Mobile settings: સાયબર ફ્રોડથી સાવધાન, તમારા મોબાઈલમાં માત્ર આ બે સેટિંગ્સ ON રાખો
આ પણ વાંચો-----Weather Forecast : દેશના આ રાજ્યોમાં હવામાનમાં પલટાની આગાહી, IMDએ આપ્યું એલર્ટ


