Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Delhi: વિશ્વાસુ નોકરાણી જ નીકળી લૂંટની માસ્ટરમાઈન્ડ, વૃદ્ધ દંપતીના ઘરે પડાવ્યા નકલી EDના દરોડા

દિલ્હીમાં ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં એક વૃદ્ધ દંપતીના ઘરે નકલી ED દરોડાના સંદર્ભમાં પોલીસે એક ઘરકામ કરતી નોકરડી અને તેની ભાભીની ધરપકડ કરી છે. આરોપીઓએ ED અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરીને લાખો રૂપિયા રોકડા અને મોંઘી ઘડિયાળોની ચોરી કરી હતી.
delhi  વિશ્વાસુ નોકરાણી જ નીકળી લૂંટની માસ્ટરમાઈન્ડ  વૃદ્ધ દંપતીના ઘરે પડાવ્યા નકલી edના દરોડા
Advertisement
  • Delhi: વૃદ્ધ દંપતીના ઘરે નકલી ED દરોડા
  • નોકરાણીએ માલિકના ઘરે પડાવ્યા નકલી ED દરોડા
  • ઘરકામ કરતી નોકરાણી અને ભાભીની ધરપકડ
  • ITBP કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓ ફરાર
  • 350 સીસીટીવીમાં કરોડોની લૂંટનો ખુલાસો

Delhi: રાજધાનીના પોશ વિસ્તાર ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઘરની જ નોકરાણીએ પોતાના માલિકના ઘરે લૂંટ ચલાવવા માટે ફિલ્મી સ્ટાઈલમાં 'નકલી ED દરોડા' ('Fake ED raids') નું કાવતરું ઘડ્યું હતું. પોલીસે આ મામલે નોકરાણી અને તેની ભાભીની ધરપકડ કરી છે. જ્યારે લૂંટમાં સામેલ એક ITBP કોન્સ્ટેબલ સહિત ત્રણ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Delhi: નકલી ED અધિકારી બનીને ત્રાટક્યા લૂંટારુઓ

Advertisement

આ ઘટના 11 ફેબ્રુઆરીના રોજ બની હતી, જ્યારે આરોપીઓ (Accused) એ ED (Enforcement Directorate) ના ઉચ્ચ અધિકારીઓ હોવાની ઓળખ આપી વૃદ્ધ દંપતી (Elderly couple) ના ઘરમાં પ્રવેશ કર્યો હતો. તપાસના બહાને તેમણે ઘરમાં રાખેલી લાખોની રોકડ રકમ અને કિંમતી ઘડિયાળો (Precious watches) જપ્ત કરવાના નામે એક ટેબલ પર એકઠી કરી લીધી હતી.

Advertisement

Delhi 02_ GUJRAT_FIRST

Delhi: પૌત્રની સતર્કતાથી થયો પર્દાફાશ

દરોડાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે નિવૃત્ત ડૉક્ટર ઉષા સભરવાલે ચતુરાઈ વાપરીને ફાજલ ફોનથી તેમના પૌત્ર કુણાલ સભરવાલને જાણ કરી હતી. કુણાલ પોતે ED ના વકીલ હોવાથી તેમને આ દરોડા શંકાસ્પદ (Suspicious) લાગ્યા અને તેમણે તરત જ આ નકલી કાર્યવાહીનો પર્દાફાશ કર્યો હતો. પકડાઈ જવાની બીકે લૂંટારુઓ (Robbers) આશરે 4 લાખ રૂપિયાની રોકડ અને 6 થી 7 મોંઘી ઘડિયાળો લઈને ફરાર થઈ ગયા હતા.

Delhi: 350 CCTV અને વાદળી બલેનો કારે ખોલ્યો ભેદ

ઘટનાની તપાસમાં લાગેલી દક્ષિણ-પૂર્વ જિલ્લા પોલીસે (South-East District Police) આશરે 350 સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન એક વાદળી રંગની બલેનો કાર શંકાસ્પદ હાલતમાં વિસ્તારમાંથી નીકળતી જોવા મળી, જેનો પીછો કરતાં પોલીસ વૈશાલીના સેક્ટર 4 (Sector 4 of Vaishali) માં એક ઘર સુધી પહોંચી હતી.

આ પણ વાંચો---- Himachal Pradesh : મોઢામાં માનવ અંગ લઈને ફરતો દેખાયો શ્વાન, શિમલામાં VIDEO વાયરલ થતા હડકંપ, જવાબદારોને શોકોઝ નોટિસ

Delhi: નોકરાણી અને ભાભીની ધરપકડ

પોલીસ તપાસે તલસ્પર્શી તપાસ કરતા કાવતરાનો ભાંડો ફૂટ્યો. પોલીસને જાણવા મળ્યું કે વૈશાલી સ્થિત આ ઘર વૃદ્ધ દંપતીના ઘરે કામ કરતી નોકરાણી (Maid) રેખા દેવીની ભાભી પૂજા રાજપૂતનું હતું. ઘટનાને અંજામ આપનાર બંને મહિલાઓની પોલીસે ધરપકડ (Arrest કરી છે. પૂજાના ઘરેથી પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Delhi રિકવર કરાયેલો મુદ્દામાલ

  • ચોરી કરેલી રોકડ રકમ અને મોંઘી ઘડિયાળો
  • એક પિસ્તોલ અને નકલી આઈડી કાર્ડ
  • ITBP ના ડેપ્યુટી કમાન્ડન્ટનો નકલી યુનિફોર્મ

Delhi _ GUJRAT_FIRST

Delhi ફરાર આરોપીઓની શોધખોળ

આ લૂંટમાં પૂજાનો પતિ પ્રકાશ કુમાર, જે ITBP માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેની ભૂમિકા મુખ્ય હોવાનું સામે આવ્યું છે. પ્રકાશ અને તેના અન્ય બે સાથીદારો, જેઓ અધિકારી બનીને ઘરમાં ઘૂસ્યા હતા, હાલમાં ફરાર છે અને પોલીસ તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે ઘરમાં નોકર રાખતા પહેલા તેમનું પોલીસ વેરિફિકેશન કરાવવું અત્યંત અનિવાર્ય છે.

આ પણ વાંચો---- સાસરિયે પહોંચતા જ દુલ્હને ખેલ પાડ્યો! પતિને કોલેજ બહાર ઉભો રાખી પ્રેમી સાથે છૂમંતર

Tags :
Advertisement

.

×