special conversation with Gopalgiri Maharaj : પ્રયાગરાજ ખાતે આયોજિત 144માં મહાકુંભમાં ઉપસ્થિત રહેલ જુના અખાડાના ઉપાધ્યક્ષ ગોપાલગીરી મહારાજ સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. ગોપાલગીરી મહારાજએ જણાવ્યું કે, 144 વર્ષ પછી મૌની અમાવસ્યા સ્નાનનો યોગ આવ્યો છે. મૌની અમાવસ્યા શાસ્ત્રોની અંદર સૌથી મોટી અમાવસ્યા કહેવાય. અને સિંહસ્થ મહાકુંભનો સંગમ એટલે તેનું મહત્ત્વ વધારે થઈ જાય છે. મૌની અમાવસ્યામાં ભક્તો પોતાના પાપનું પ્રાયશ્ચિત કરીને ડૂબકી લગાવે છે તો તેનું જીવન સફળ થઈ જાય છે.