Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

સુપ્રીમ કોર્ટમાં ED vs મમતા સરકાર: I-PAC દરોડા મામલે સુનાવણીમાં ભારે ઘર્ષણ, જાણો કોર્ટે શું કહ્યું?

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રણનીતિકાર સંસ્થા I-PAC પર પડેલા ED ના દરોડાનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. સુનાવણી દરમિયાન તપાસ એજન્સીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સીધો હસ્તક્ષેપ કરવાનો ગંભીર આરોપ લગાવતા કોર્ટરૂમમાં સન્નાટો વ્યાપી ગયો હતો. બીજી તરફ વિપક્ષી વકીલોએ આને રાજકીય બદલાની ભાવના ગણાવી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલી ટિપ્પણીથી રાજકારણ ગરમાયું છે.
સુપ્રીમ કોર્ટમાં ed vs મમતા સરકાર  i pac દરોડા મામલે સુનાવણીમાં ભારે ઘર્ષણ  જાણો કોર્ટે શું કહ્યું
Advertisement
  • ED vs IPAC Case  મામલે હાઈવોલ્ટેજ ડ્રામા
    ED એ CM મમતા બેનર્જી પર તપાસમાં અડચણના લગાવ્યા આરોપ
  • કોર્ટ રૂમમાં કપિલ સિબ્બલ અને તુષાર મહેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આખા કેસમાં CBI તપાસની કરી માંગ
  • સુપ્રીમ કોર્ટે મામલો ગંભીર ગણી તમામ પક્ષોને ફટકારી નોટિસ

ED vs IPAC Case  : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને ચૂંટણી મેનેજમેન્ટ કરતી પ્રખ્યાત સંસ્થા I-PAC સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC) નું ચૂંટણી કામકાજ સંભાળતી આ સંસ્થા પર EDના દરોડાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તપાસ એજન્સી વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે.

ED vs IPAC Case  : ED ના ગંભીર આરોપો

સુનાવણી દરમિયાન ED તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે જ્યારે તપાસ ટીમ I-PAC ના કાર્યાલય અને તેના વડાના નિવાસસ્થાને દરોડા પાડવા ગઈ, ત્યારે રાજ્ય સરકારે તેમાં અડચણ ઊભી કરી હતી. તેમણે કહ્યું કે, "મુખ્યમંત્રી પોતે આખી પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જે અત્યંત અસાધારણ અને ચિંતાજનક બાબત છે." ED એ સવાલ ઉઠાવ્યો કે જો કશું છુપાવવાનું નહોતું, તો મુખ્યમંત્રીએ દરોડા દરમિયાન દરમિયાનગીરી કરવાની જરૂર કેમ પડી?

Advertisement

Advertisement

ED vs IPAC Case  : કપિલ સિબ્બલની ધારદાર દલીલો

મમતા બેનર્જી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ દરોડાને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે I-PAC નું કાર્યાલય TMC ઓફિસનો જ એક ભાગ છે. સિબ્બલે તપાસની ટાઈમિંગ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "આ કેસ 2024 થી પેન્ડિંગ હતો, તો પછી ચૂંટણીના બરાબર પહેલા જ દરોડા પાડવાની જરૂર કેમ પડી?" આ દરમિયાન બંને વકીલો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જસ્ટિસ મિશ્રાએ મધ્યસ્થી કરવી પડી હતી.

કોર્ટમાં હોબાળો અને CBI તપાસની માંગ

તપાસ એજન્સીએ પશ્ચિમ બંગાળમાં તેમની ટીમ પર થયેલા હુમલા અને વિરોધ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ED એ આ કેસમાં 'લૂંટફાટ' અને 'ડર' જેવા શબ્દોનો પ્રયોગ કરીને સમગ્ર મામલાની CBI તપાસ કરવાની માંગણી કરી છે. બીજી તરફ, I-PAC ના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સ્પષ્ટ કર્યું કે રેડ દરમિયાન કોઈ પણ વાંધાજનક સામગ્રી મળી નથી.

સુપ્રીમ કોર્ટનો નિર્ધાર

સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાને ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર ગણાવ્યો છે. કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ ફટકારી છે અને જણાવ્યું છે કે આ મામલે ઊંડી તપાસની જરૂર છે. કોર્ટે એ પણ નોંધ્યું કે જો ED નો હેતુ માત્ર માહિતી મેળવવાનો હતો, તો પરિસ્થિતિ આટલી તણાવપૂર્ણ કેમ બની.3

આ પણ વાંચો : Union Budget 2026: બદલાશે ટેક્સ સ્લેબ કે વધશે છૂટની મર્યાદા? નિર્મલા સીતારમણ પર દેશભરના ટેક્સપેયર્સની નજર

Advertisement

.

×