Gaza Conflict News : ઇઝરાયલી સેનાનો ગાઝા પર મોટો હુમલો ! પેલેસ્ટિનિયન મહિલા અને બાળકનું મોત
- Gaza Conflict News : દક્ષિણ ગાઝામાં ઇઝરાયલી હવાઈ હુમલો
- એક મહિલા અને એક નિર્દોષ બાળકીનું મોત
- યુદ્ધવિરામ (Ceasefire) હોવા છતાં દરરોજ થઈ રહ્યો છે ગોળીબાર
- 880 થી વધુ પેલેસ્ટિનિયનોના મોતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા
- સૈન્ય અને આતંકવાદી જૂથો વચ્ચે સંઘર્ષ યથાવત
Gaza Conflict News : સોમવારે દક્ષિણ ગાઝામાં ઇઝરાયલી હવાઈ હુમલામાં એક પેલેસ્ટિનિયન મહિલા અને એક બાળકનું મોત થયું. આ હુમલામાં એક બાળક ઈજાગ્રસ્ત થયું છે. કુવૈતી ફિલ્ડ હોસ્પિટલ (Kuwaiti Field Hospital) ના જણાવ્યા અનુસાર, હુમલામાં વિસ્થાપિત પરિવારને આશ્રય આપતા તંબુને નિશાન બનાવવામાં આવ્યો હતો. ઇઝરાયલી સેના (Israel Defense Forces) એ દાવો કર્યો છે કે તેમણે આતંકવાદી (Terrorist) ને નિશાન બનાવ્યો હતો, જોકે આ અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરના યુદ્ધવિરામ કરાર બાદ પણ ગાઝામાં હિંસા અટકી નથી. અસ્થિર યુદ્ધવિરામ હોવા છતાં ઈઝરાયલ તરફથી લભગભ દરરોજ થતા ગોળીબારને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. જો કે આ ઘટનાએ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ (Conflict) ને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધો છે.
Gaza Conflict News : 880થી વધુ પેલેસ્ટિનિયન લોકોના મોતનો દાવો !
ગાઝા આરોગ્ય મંત્રાલય (Gaza Health Ministry) ના રિપોર્ટ મુજબ, યુદ્ધવિરામ પછીના સમયગાળામાં ઇઝરાયલી સેનાના સતત હવાઈ હુમલા અને ગોળીબારમાં 880 થી વધુ પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યો છે. યુએન એજન્સીઓ (UN Agencies) દ્વારા આ ડેટાને વિશ્વસનીય માનવામાં આવે છે.
Israeli occupation forces carried out a new deadly attack on displaced civilians in the Gaza Strip, killing at least two Palestinians, including a child, and injuring around 20 others after airstrikes targeted shelters in the Al-Mawasi area west of Khan Younis. pic.twitter.com/RWcUFijLJr
— Government Communication Center (@pal_gcc_en) May 25, 2026
શા માટે યુદ્ધવિરામ જોખમમાં છે?
યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન શા માટે થઈ રહ્યું છે તે અંગે બંને પક્ષોના અલગ-અલગ તર્ક છે. ઇઝરાયલનું કહેવું છે કે તેમના હુમલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી કે તેમના સૈનિકો પરના જોખમના જવાબમાં છે. બીજી તરફ, યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં ચાર ઇઝરાયલી સૈનિકો પણ માર્યા ગયા છે. નાગરિકો અને આતંકવાદીઓના મોતનું સચોટ વિભાજન ઉપલબ્ધ ન હોવાથી આ સંઘર્ષનું નિરાકરણ વધુ મુશ્કેલ બની રહ્યું છે.
આ પણ વાંચો : Gujarati girl killed in America : અમેરિકામાં અજાણ્યા શખ્સે મહેસાણાની યુવતીની હત્યા કરી


