Gujarat CM Bhupendra Patel મહત્વના વિવિધ પ્રોજેક્ટ્સની સાઈટ વિઝિટે
- Gujarat CM Bhupendra Patel મહીસાગર અને ખેડા જિલ્લાના પાંચ તાલુકાના 125 ગામો અને 8100 હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડનારા રૂ. 581 કરોડના ખર્ચે નિર્માણાધીન લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે
- પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન પૂરુ પાડ્યું
Gujarat CM Bhupendra Patel એ રાજ્યમાં સિંચાઈ, રોડરસ્તા, પાણી પુરવઠા, જેવા અગત્યના પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સની સાઈટ વિઝિટ કરીને કામોની ગુણવત્તા-ચકાસણી, કામગીરીની પ્રગતિ અને સમગ્ર પ્રોજેક્ટ્સની તલસ્પર્શી વિગતો મેળવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.
પ્રોજેક્ટ્સની સાઈટ વિઝિટ અભિગમને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી
આ અભિગમને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી શનિવારે મહિસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ-Lift Irrigation પાઈપલાઈન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા.
લિફ્ટ ઈરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટ મધ્ય ગુજરાતના ખેડા અને મહિસાગર જિલ્લાના 125 ગામોને સિંચાઈ સુવિધા પૂરી પાડશે.
ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર અને ઠાસરા તથા મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કુલ મળીને 125 ગામો લાંબા સમયથી સિંચાઈ-સુવિધાથી વંચિત રહેલા હતાં.
આ ગામોને વણાક બોરી વિયરની ઉપરવાસના ભાગેથી મહિનદીનું પાણી ઉદવહન કરીને સિંચાઈ સવલતો આપવા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે રૂ. 581 કરોડના અંદાજિત ખર્ચે આ યોજના હાથ ધરી છે.
આ ઉદવહન સિંચાઈ(Lift Irrigation) યોજના દ્વારા 125 ગામોના 133 તળાવો તથા એક નદીમાં મહિ નદીનું પાણી પહોંચાડીને 8100 હેક્ટર કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ સુવિધા-Irrigation પુરી પાડવાનો હેતુ છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ લીફ્ટ ઈરીગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરવા સાથે બાલાસિનોરના રૈયોલી ખાતે નિર્માણાધીન ૪૦ લાખ લિટરની ક્ષમતાનાં સંપ તેમજ MS પાઈપલાઈનની કામગીરી પણ નિહાળી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું
Gujarat CM Bhupendra Patelએ સંબંધિત અધિકારીઓ અને ઇજનેરો તથા સાંસદ અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ સાથે આ સંદર્ભમાં બેઠક યોજીને વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.
તેમણે આ બધા જ કામોની ગુણવત્તા જાળવણી સાથોસાથ નિર્ધારીત સમય મર્યાદામાં એટલે કે 2027 સુધીમાં સમગ્ર યોજના પૂર્ણ થાય તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સાથે આ નિરીક્ષણ મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, પંચમહાલના સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, પંચમહાલના પૂર્વ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, બાલાસિનોરના ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ, જળ સંપત્તિ વિભાગ સેક્રેટરી શ્રી કે. બી રાબડીયા, મધ્યગુજરાત ચીફ એન્જિનિયર અને અધિક સચિવશ્રી એમ. ડી. પટેલ, જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.
આ પણ વાંચો- Gujarat-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ .૪૮જળાશયો છલકાતાં હાઈ એલર્ટ