Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat HeavyRain: અમદાવાદથી કચ્છને જોડતો નેશનલ હાઈવે થયો બંધ

અમદાવાદથી કચ્છને જોડતો નેશનલ હાઇવે થયો બંધ મચ્છુ 2 માંથી પાણી છોડતા આ સ્થિતિ સર્જાઈ આગામી 36 કલાક સુધી હાઇવે બંધ કરવામાં આવ્યો Gujarat HeavyRain: અમદાવાદથી કચ્છને જોડતો હાઇવે ઉપર માળીયા મિયાણા નજીક મચ્છુ નદીના પાણી (Gujarat Heavy Rain)...
gujarat heavyrain  અમદાવાદથી કચ્છને જોડતો નેશનલ હાઈવે થયો બંધ
Advertisement
  1. અમદાવાદથી કચ્છને જોડતો નેશનલ હાઇવે થયો બંધ
  2. મચ્છુ 2 માંથી પાણી છોડતા આ સ્થિતિ સર્જાઈ
  3. આગામી 36 કલાક સુધી હાઇવે બંધ કરવામાં આવ્યો

Gujarat HeavyRain: અમદાવાદથી કચ્છને જોડતો હાઇવે ઉપર માળીયા મિયાણા નજીક મચ્છુ નદીના પાણી (Gujarat Heavy Rain) ફરી વળતા કચ્છ નેશનલ હાઇવે (National Highway)ને સામખીયારીથી બંધ કરી દેવામાં આવ્યો છે, કચ્છ એસપીના જણાવ્યા મુજબ મચ્છુના પાણીને કારણે આગામી 36 કલાક સુધી હાઇવે બંધ (closed)કરવામાં આવ્યો છે.

મચ્છુ 2 માંથી પાણી છોડતા આ સ્થિતિ સર્જાઈ

અતિભારે વરસાદ (Gujarat HeavyRain) ને કારણે મોરબીના મહાકાય મચ્છુ-1 છલકાઈ જતા મચ્છુ-2 ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા હાલમાં અઢી લાખ ક્યુસેકથી વધુ પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાથી માળીયા મિયાણા નેશનલ હાઇવે ઉપર મચ્છુના પાણી ફરી વળ્યાં છે અને લોકોની સલામતી માટે કચ્છ પોલીસે સામખીયારી પાસેથી જ નેશનલ હાઇવે વાહન ચાલકો માટે બંધ કરી દીધો છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Gujarat Police: PSI અને કોન્સ્ટેબલની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે શારીરિક કસોટી થશે..

નેશનલ હાઇવે વાહન ચાલકોની સલામતી માટે બંધ કરાયો

પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, અતિભારે વરસાદને કારણે મોરબીના મચ્છુ-2 ડેમના 32 જેટલા દરવાજા ખોલાતા સામખીયારી – મોરબી નેશનલ હાઇવે વાહન ચાલકોની સલામતી માટે બંધ કરાયો છે. વધુમાં મોરબી કચ્છ હાઇવે બંધ કરવામાં આવતા કચ્છથી અમદાવાદ તરફ જતા વાહન ચાલકોને વાયા પાલનપુર હાઇવેનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે, વર્તમાન સ્થિતિ જોતા આગામી 36 કલાક સુધી મોરબી કચ્છ હાઇવે બંધ રહે તેવી શકયતા પણ કચ્છ પૂર્વ એસપીએ વ્યક્ત કરી હતી.

Tags :
Advertisement

.

×