ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Politics : ચૂંટણી પહેલા ગુજરાત AAP ના બે જાણીતા નેતાઓએ આપ્યું રાજીનામું !

Gujarat Politics : લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર આવ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્વે INDI ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આમ આદમી પાર્ટીના (AAP) બે નેતાઓએ રાજીનામું આપી દીધું છે. પાટીદાર...
03:22 PM Apr 18, 2024 IST | Vipul Sen
Gujarat Politics : લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર આવ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્વે INDI ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આમ આદમી પાર્ટીના (AAP) બે નેતાઓએ રાજીનામું આપી દીધું છે. પાટીદાર...

Gujarat Politics : લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર આવ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્વે INDI ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આમ આદમી પાર્ટીના (AAP) બે નેતાઓએ રાજીનામું આપી દીધું છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) અને પાટીદાર નેતા ધાર્મિક માલવિયાએ (Dharmik Malviya) AAP પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. માહિતી મુજબ, બંને પાટીદાર નેતાઓએ ઇશુદાન ગઢવીને (Ishudan Gadhvi) રાજીનામું મોકલ્યું છે. આ બંને યુવા નેતા પાટીદાર આંદોલનનો ચહેરો હતા. કોંગ્રેસની (Congress) જેમ AAP માંથી પણ એક પછી એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે.

ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીનો (Lok Sabha elections) માહોલ જામ્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવારો પોતાના વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓ એક પછી એક પોતાના પક્ષને 'રામ રામ' કહી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ અને AAP પાર્ટીના ગઠબંધન INDI ને વધુ એક ઝાટકો લાગ્યો છે. ગુજરાત AAP ના બે જાણીતા યુવા નેતાઓએ પાર્ટીમાંથી રાજીમાનું આપી દીધું છે. આ સાથે ગુજરાતમાં રાજકારણ (Gujarat Politics) ગરમાયું છે.

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીમાનું

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત આમ આદમી પાર્ટી (Gujarat AAP) ના બે યુવા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) અને ધાર્મિક માલવિયાએ (Dharmik Malviya) AAP ને અલવિદા કર્યું છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ ઈસુદાન ગઢવીને (Ishudan Gadhvi) રાજીનામું મોકલીને આમ આદમી પાર્ટી છોડી છે. બંને યુવા નેતાઓ પાટીદાર આંદોલનનો (PAAS) ચહેરો હતા. બંને નેતાઓના રાજીનામાથી AAP પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે.

ધાર્મિક માલવીયાની પ્રતિક્રિયા

રાજીનામા બાદ ધાર્મિક માલવીયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, પાછલા ઘણાં સમયથી પાર્ટીમાં નિષ્ક્રિયતાના કારણે જવાબદારીથી મુક્ત થઇએ છીએ. હાલ ચૂંટણીને લઈ પાર્ટીને સક્રિય કાર્યકર્તાની જરૂર હોય. અમારી જગ્યાએ કોઈક યોગ્ય કાર્યકર્તાને જગ્યા મળે. ભાજપમાં (BJP) જોડાવાના સવાલ પર તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

અલ્પેશ કથીરિયાએ Gujarat First સાથે કરી વાત

જ્યારે, અલ્પેશ કથીરિયાએ ગુજરાત ફર્સ્ટના (Gujarat First) સંવાદદાતા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, છેલ્લા ઘણાં સમયથી અમે બંને પાર્ટીમાં નિષ્ક્રિય હતા. આથી, રાજીમાનું આપ્યું છે. ભાજપના જોડાવાની શક્યતાને લઈ તેમણે કહ્યું કે, હાલ એવો કઈ વિચાર્યું નથી. ભવિષ્યમાં આ મુદ્દે વિચારીશું.

આ પણ વાંચો - ગૃહ રાજ્ય મંત્રી HARSH SANGHVI એ GUJARAT FIRST સાથે કરી EXCLUSIVE વાતચીત, વાંચો અહેવાલ

આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ સાથે અમિત શાહની Exclusive વાતચીત, શહેન‘શાહ’નો હુંકાર ‘અબ કી બાર 400 પાર’

આ પણ વાંચો - C R PATIL: માતાના ચરણ સ્પર્શ કરી સી આર પાટીલ ઉમેદવારી નોંધાવા નવસારી રવાના

Tags :
Aam Aadmi PartyAAPAlpesh KathiriaBJPCongressDharmik MalviyaGujarat FirstGujarat PoliticsGujarati Newsindi allianceIshudan GadhviLok Sabha ElectionsPatidar leade
Next Article