Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: નબળી કામગીરી કરતા અધિકારીઓ સાવધાન! 2 ક્લાસ વન અધિકારીઓની થઈ હકાલપટ્ટી

Gujarat: ગુજરાત સરકાર અત્યારે ભ્રષ્ટ અધિકારી સામે કાર્યવાહી કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે દાદા સરકારે બે ક્લાસ વન અધિકારીઓને ફરજિયાતપણે નિવૃત્તી આપી દીધી છે. વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ...
gujarat  નબળી કામગીરી કરતા અધિકારીઓ સાવધાન  2 ક્લાસ વન અધિકારીઓની થઈ હકાલપટ્ટી
Advertisement

Gujarat: ગુજરાત સરકાર અત્યારે ભ્રષ્ટ અધિકારી સામે કાર્યવાહી કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે દાદા સરકારે બે ક્લાસ વન અધિકારીઓને ફરજિયાતપણે નિવૃત્તી આપી દીધી છે. વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જીઆર તા.29/09/2023 ના અનુસંધાનમાં ગુજરાત સિવિલ સર્વિસીસ નિયમો, 2002 ના નિયમ-10(4) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાજ્ય કરના નીચેના ડેપ્યુટી કમિશનર (ક્લાસ 1 અદિકારી)ને અકાળે નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.

નિવૃત્તિ પછી પણ ખાતાકીય તપાસ ચાલુ રહેશે

નોંધનીય છે કે, તેઓને ત્રણ મહિનાના સમયગાળા માટે તેમના પગાર અને ભથ્થાંની રકમ જેટલી રકમ ચૂકવવામાં આવશે. પરંતુ ગુજરાત સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 2002 ના નિયમ 23 અને 24 ની જોગવાઈઓ અનુસાર સંજયકુમાર હસમુખભાઈ ગાંધીની અકાળ નિવૃત્તિ પછી પણ તેમની સામે ખાતાકીય તપાસ ચાલુ રહેશે. તેવી પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

વર્ગ-1 ના અધિકારીઓ આપી ફરજિયાતપણે નિવૃત્તી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પરસોત્તમભાઈ દોલતભાઈ નેતા કે જેઓ ડેપ્યુટી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, વર્ગ-1 ના અધિકારી છે તેમને પણ ફરજિયાતપણે નિવૃત્તી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તેમને ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ, 2024 ના નિયમ 60(7) દ્વારા આપવામાં આવેલ સત્તાનો ઉપયોગ કરી સરકાર દ્વારા અકાળે નિવૃત્ત કરવામાં આવ્યા છે. તેઓને ત્રણ મહિનાના સમયગાળા માટે તેમના પગાર અને ભથ્થાંની રકમ જેટલી રકમ ચૂકવવામાં આવશે.

Advertisement

ત્રણ પીઆઈને પણ કરાયા હતા નિવૃત્ત

ઉલ્લેખનીય છે કે, ગુડ ગવર્નન્સની ગાથા બરકરાર રહે અને જન સેવાનો સંકલ્પ સાકાર થતો રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કટીબદ્ધ છે. દાદા સરકાર અત્યારે આવા ભ્રષ્ટ અધિકારી સામે કડક પગલા ભરી રહી છે. નોંધનીય છે કે, આ પહેલા દાદા સરકાર દ્વારા ત્રણ પીઆઈને ફરજિયાતપણે નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે ફરી બીજા બે ક્લાસ વન અધિકારીઓને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Daman: સોશિયલ મીડિયામાં વાયરલ થવા બનાવી જોખમી રીલ, માંડ માંડ બચ્યો જીવ

આ પણ વાંચો: Ahmedabad: સગીરા પર દુષ્કર્મ ગુજારવા મામલે સાબરમતી પોલીસે કરી પાટણના યુવકની ધરપકડ

આ પણ વાંચો: Gujarat: ભ્રષ્ટ અધિકારીઓ પર દાદાનો દંડો, એક સાથે ત્રણ PI ને ફરજિયાત નિવૃત્તિના આદેશ

Tags :
Advertisement

.

×