Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહાકુંભમાં નાસભાગ પર હેમા માલિનીએ આપ્યું વિચિત્ર નિવેદન, કહ્યું- આ કોઈ મોટી ઘટના નહોતી

મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે ભાજપના સાંસદ હેમા માલિનીએ કહ્યું કે, આ કોઈ મોટી ઘટના નહોતી, તેને વધુ પડતી ચગાવી દેવામાં આવી છે.
મહાકુંભમાં નાસભાગ પર હેમા માલિનીએ આપ્યું વિચિત્ર નિવેદન  કહ્યું  આ કોઈ મોટી ઘટના નહોતી
Advertisement
  • મહાકુંભ નાસભાગની ઘટના અંગે હેમા માલિનીએ વિવાદિત નિવેદન આપ્યું છે
  • આ ઘટના એટલી મોટી નહોતી જેટલી તેને બતાવવામાં આવી રહી છે
  • હેમા માલિની ક્યારેય જાણી શકશે નહીં કે ત્યાં ખરેખર શું થયું હતું : તારિક અનવર

Hema Malini's controversial statement : મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે ભાજપના સાંસદ હેમા માલિનીએ કહ્યું કે, આ કોઈ મોટી ઘટના નહોતી, તેને વધુ પડતી ચગાવી દેવામાં આવી છે. તેણીએ કહ્યું કે, અમે પણ કુંભમાં ગયા હતા. અમે પણ સંગમમાં સ્નાન કર્યું. આ એક દુઃખદ ઘટના હતી, પરંતુ એટલી મોટી નહોતી. બધું મેનેજ થઈ ગયું હતુ.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન 29 જાન્યુઆરીએ મચેલી નાસભાગમાં 30 લોકોના મોત પર મથુરાથી બીજેપી સાંસદ હેમા માલિનીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેણીએ કહ્યું કે, આ ઘટના એટલી મોટી નહોતી, તેને વધુ પડતી ચઢાવીને બતાવવામાં આવી રહી છે.

Advertisement

આ એક દુઃખદ ઘટના હતી, પણ મોટી નહીં: હેમા માલિની

હેમા માલિનીએ કહ્યું કે, અમે પણ કુંભમાં ગયા હતા. અમે પણ સંગમમાં સ્નાન કર્યું હતુ. નાસભાગની ઘટના દુઃખદ હતી, પણ મોટી નહોતી. બધું મેનેજ કરવામાં આવ્યું હતું. મને તેના વિશે વધારે ખબર નથી, પણ આ ઘટના એટલી મોટી નહોતી જેટલી તેને બતાવવામાં આવી રહી છે. તેણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પ્રયાગરાજ જશે અને પવિત્ર સ્નાન કરશે. જો પરિસ્થિતિ કાબુમાં ન આવી હોત, તો શું વડા પ્રધાન જાત?

Advertisement

આ પણ વાંચો :  ગૌ-તસ્કરોના હવે એન્કાઉન્ટર થશે, જેનું દૂધ પીધું તેની હત્યા કરનારા રાક્ષસ જ હોઇ શકે

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અખિલેશ યાદવ કહે છે કે મહાકુંભમાં સેના તૈનાત કરવી જોઈએ તો હેમા માલિનીએ તેના પર કહ્યું કે, તેમનુ તો કામ છે આવું કહેવાનુ. તેઓ તેને ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે. ઘણા બધા લોકો આવી રહ્યા છે, તેનું સંચાલન કરવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.

અખિલેશ યાદવે આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા હતા

જણાવી દઈએ કે, સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મહાકુંભમાં મૃત્યુના આંકડા પર સવાલ ઉઠાવ્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે, જે લોકો ડિજિટલ કુંભનું આયોજન કરે છે તેઓ મૃતકોના આંકડા પણ આપી શકતા નથી. મૃતદેહ ક્યાં ફેંકવામાં આવ્યા હતા તે જણાવવું જોઈએ. મુખ્યમંત્રીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી ન હતી. તેઓ ઘટના છુપાવવામાં વ્યસ્ત હતા. પુણ્ય કમાવવા આવેલા લોકો પોતાના પ્રિયજનોના મૃતદેહ લઈ ગયા.

લોકો તેમના પ્રિયજનોની શોધ કરી રહ્યા છે

મૃતકોના આંકડા જાહેર કરવાની માંગ કરતા તેમણે કહ્યું કે, સરકાર મૃતકોના આંકડા પણ આપી શકી નથી. બાળકો સંબંધિત માહિતી પુરી મળી નથી. લોકો ખોવાયેલા અને મળેલા કેન્દ્રો પર તેમના પ્રિયજનોની શોધ કરી રહ્યા છે. કુંભનું આયોજન પહેલીવાર કરવામાં આવ્યું નથી. સમય સમય પર, જે પણ સરકાર સત્તામાં રહી છે, તે આનું આયોજન કરતી રહી છે.

આ પણ વાંચો : અભિષેક-એશ્વર્યા બચ્ચનના છુટાછેડાની અફવા વચ્ચે આરાધ્યાએ કર્યો કોર્ટ કેસ, જાણો શું છે સમગ્ર મામલો

હેમા માલિનીના નિવેદન પર તારિક અનવરે આપ્યો આ જવાબ

મહાકુંભમાં નાસભાગ પર ભાજપના સાંસદ હેમા માલિનીના નિવેદન પર કોંગ્રેસના સાંસદ તારિક અનવરે કહ્યું, હેમા માલિની ક્યારેય જાણી શકશે નહીં કે ત્યાં ખરેખર શું થયું હતું. જ્યારે તેણી ત્યાં ગઈ ત્યારે તેને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. મહાકુંભમાં સ્થિતિ વધુ ખરાબ બની હતી કારણ કે, પોલીસ અને પ્રશાસન બંને VIPની સુરક્ષામાં વ્યસ્ત હતા. તેમને સામાન્ય લોકોની સુરક્ષા અને વ્યવસ્થાની ચિંતા નહોતી. જો તેણી કહે છે કે, તે કોઈ મોટો મુદ્દો નથી, તો તે દુર્ભાગ્યપૂર્ણ છે અને તે પીડિતોની મજાક ઉડાવી રહી છે.

મૌની અમાવસ્યા પર 30 લોકોના મોત થયા હતા

મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા માટે કરોડો ભક્તો આવ્યા હતા. રાત્રે લગભગ 2 વાગ્યે અહીં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ ઉપરાંત 90 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટેની આસામ સરકારને ફટકાર, વિદેશીઓને ડિપોર્ટ કરવામાં વિલંબ કેમ ?

Tags :
Advertisement

.

×