India-EU trade deal : ભારત અને યૂરોપિયન યૂનિયનની વચ્ચે કારોબાર વધારવા માટે ઐતિહાસિક કરાર (Mother Of All Deals) થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનું એલાન કર્યું. જો કે આના પર ઔપચારીક સંયુક્ત નિવેદન પહેલા સૂત્રોને ટંકીને મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ ડીલ હેટળ ભારતીય ગારમેન્ટ્સ, ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી પર યૂરોપ ડયૂટી સમાપ્ત કરશે કે તેમાં ઘટાડો કરશે. આના પર વધારે જાણકારી આપતા સીએનબીસી-આવાજના ઈકોનોમિક પોલિસી એડિટર લક્ષ્મણ રોયે જણાવ્યું છે કે ભારત અને યૂરોપિયન યૂનિયન વચ્ચે ટ્રેડ ડીલનું એલાન થઈ ગયું છે. ડીલ હેઠળ ઈયૂની 96.6 ટકા પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટશે અથવા તો સમાપ્ત થઈ ગયો છે.
આ પણ વાંચો: India-EU FTA Deal: ભારત અને EU વચ્ચે 'Mother of All Deals' , PM Modi નું સંબોધન
ભારત-ઈયૂ ટ્રેડ ડીલ
આ ડીલ હેઠળ ઈયૂના એલ્કોહોલ પર ટેરિફ ઘટીને 40 ટકા તશે. ઈયૂની બીયર પર ટેરિફ ઘટીને 50 ટકા તશે. ઈયૂના ઓલિવ ઓઈલ પર ટેરિફ સંપૂર્ણપણે સમાપ્ત થશે. ઈયૂના ખાદ્ય તેલ પર પણ ટેરિફ સંપૂર્ણપણે સમાપ્ત થશે. ઈયૂના ફ્રૂટ જ્યૂસ અને પ્રોસેસ્ડ ફૂડ પર ટેરિફ હટાવવામાં આવશે. ઈયૂથી ભારતને 50 કરોડ યૂરોનો સપોર્ટ મળશે. ઈયૂ ગ્રીન હાઉસ ગેસ એમિશન ઘટાડવામાં પણ મદદ કરશે. ભારત અને ઈયૂમાં સિક્યોરિટી અને ડિફેન્સને લઈને પણ કરાક થયો છે.
આ ડીલ દ્વારા ઈયૂની 96.6 ટકા પ્રોડક્ટ્સ પરથી ટેરિફ ઘટશે અથવા તેને હટાવવામાં આવશે. ઈયૂની કારો પર ટેરિફ ઘટાડીને 10 ટકા કરયો છે. ઈયૂમાંથી વાર્ષિક 2.5 લાખ વાહનો પર ટેરિફ ઘટશે. એફટીએથી 2032 સુધી ભારતની સાથે ટ્રેડ ડબલ થશે. ભારત વાઈન પર ટેરિફ 150 ટકાથી ઘટાડીને 75 ટકા કરશે. ભારત મશીનરી, ફાર્મા અને કેમિકલ પર પણ ટેરિફ ઘટાડશે. ચોખા, ખાંડ, બીફ, ચિકન જેવી પ્રોડ્ક્ટ્સને એફટીએની બહાર રાખવામાં આવી છે. ફાઈનાન્સ સેક્ટરમાં પણ ઈયૂની કંપનીઓ આવી શકશે.
આ પણ વાંચો: Adani Defence અને Embraer વચ્ચે મોટી ડીલ, ભારતમાં જ બનશે રીઝનલ પેસેન્જર પ્લેન
પીએમ મોદીએ ડીલનું કર્યું એલાન
પીએમ મોદીએ ભારત અને ઈયૂના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટનું એલાન કર્યું છે. તેમણે કહ્યુ છે કે સમજૂતી બે મોટી ઈકોનોમી વચ્ચે મજબૂત ભાગીદારી છે. તેનાથી ઉદ્યોગ, ઊર્જા સેક્ટર અને સામાન્ય લોકોને સીધો ફાયદો મળશે. ભારતની મેન્યુફેક્ચરિંગની ક્ષમતા મજબૂત થશે. ડીલથી સર્વિસ સેક્ટરને નવો સહારો મળશે.
આ પણ વાંચો: FTA: 'યૂરોપ ખુદની સામે જ યુદ્ધનું કરી રહ્યું છે ફંડિંગ!' India-EU વ્યાપાર સમજૂતીથી USA ભડક્યું