Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Iran Internal Political Crisis : મોજતબા ખામેનીને લખાયેલો સીક્રેટ લેટર લીક થતા ઇરાનમાં મચ્યો ખળભળાટ

ઇરાનના સત્તાવાર વર્તુળોમાં જે એકતા દેખાય છે, તેની પાછળ એક ઘેરો આંતરિક સંઘર્ષ છુપાયેલો હોવાનું સામે આવ્યું છે. વોશિંગ્ટનથી થયેલા એક તીખા પ્રહાર અને તેહરાનથી લીક થયેલા એક વિસ્ફોટક દસ્તાવેજે દુનિયાને વિચારતી કરી દીધી છે. આર્થિક મજબૂરી અને પરમાણુ જીદ વચ્ચે ફસાયેલા ઇરાની નેતાઓ હવે કયો નવો વળાંક લેશે, તે જાણવું દરેક મુત્સદ્દી માટે અનિવાર્ય બન્યું છે.
iran internal political crisis   મોજતબા ખામેનીને લખાયેલો સીક્રેટ લેટર લીક થતા ઇરાનમાં મચ્યો ખળભળાટ
Advertisement
  • ઇરાની નેતાઓએ સુપ્રીમ લીડરને પત્ર લખી આર્થિક પતનની આપી ચેતવણી (Iran Internal Political Crisis)
  • પરમાણુ મુદ્દે અમેરિકા સાથે સમાધાન કરવા વરિષ્ઠ અધિકારીઓનું દબાણ
  • ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાની નેતૃત્વમાં વિભાજન હોવાનો જાહેરમાં કર્યો દાવો
  • 'રેડ લાઈન' ઓળંગીને વાટાઘાટો કરવા બદલ કટ્ટરપંથીઓમાં ભારે આક્રોશ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના એક દાવાએ ઇરાનના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાનનું નેતૃત્વ હાલમાં વિભાજિત છે અને અધિકારીઓ અંદરોઅંદર લડી રહ્યા છે. આ દરમિયાન એક 'ગુપ્ત પત્ર' (Secret Letter) લીક થતા તેહરાનનું આંતરિક સંકટ જગજાહેર થયું છે, જે દર્શાવે છે કે ઇરાન બહારથી એકતા બતાવવાનો ગમે તેટલો પ્રયાસ કરે, પરંતુ અંદરખાને સ્થિતિ ગંભીર છે.

Iran Internal Political Crisis :  સીક્રેટ લેટરમાં  આર્થિક પતનની ચેતવણી

ઇરાની વિપક્ષી મીડિયા 'ઇરાન ઇન્ટરનેશનલ' (Iran International) ના અહેવાલ મુજબ, ઇરાનના વરિષ્ઠ અધિકારીઓએ સુપ્રીમ લીડર મોજતબા ખામેની (Mojtaba Khamenei) ને એક ગુપ્ત પત્ર લખ્યો છે. આ પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે દેશની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય છે. જો ઇરાન તેના અસ્તિત્વને બચાવવા માંગતું હોય, તો તેની પાસે પરમાણુ મુદ્દા (Nuclear Issue) પર અમેરિકા સાથે ગંભીરતાથી વાતચીત કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

Advertisement

Advertisement

કોણે કર્યા છે હસ્તાક્ષર?

આ પત્રમાં ઇરાનના દિગ્ગજ નેતાઓના હસ્તાક્ષર હોવાનું મનાય છે.

સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફ

રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન
વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી

મુસ્તફા પોરમોહમ્મદી

જોકે, પૂર્વ પરમાણુ વાટાઘાટકાર અલી બાઘેરી કાની (Ali Bagheri Kani) જેવા કટ્ટરપંથી નેતાઓએ આ પત્ર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હોવાનું બહાર આવ્યું છે, જે ઇરાની સ્થાપનામાં ઊંડા વિભાજનના પુરાવા આપે છે.

પરમાણુ વાટાઘાટો અને 'રેડ લાઈન'

રિપોર્ટ અનુસાર, મોજતબા ખામેનીએ અમેરિકા સાથે પરમાણુ મુદ્દે સીધી ચર્ચા ન કરવા માટે એક 'રેડ લાઈન' નક્કી કરી હતી. પરંતુ આર્થિક તંગીથી ઘેરાયેલા અધિકારીઓ હવે આ લાઈન ઓળંગીને પણ સમાધાન કરવા તૈયાર હોવાનું જણાય છે. આ બાબતે ઇરાની સંસદમાં પણ હોબાળો થયો છે, જ્યાં કટ્ટરપંથી નેતા મહમૂદ નબાવિયન (Mahmoud Nabavian) એ વાટાઘાટ ટીમને 'ક્રાંતિના નેતા વિરુદ્ધ' જઈને વ્યૂહાત્મક ભૂલ કરવા બદલ ફટકાર લગાવી છે.

આ પણ વાંચો: અમેરિકામાં મોટો ઉલટફેર: શું હવે H-1B Visa ભૂતકાળ બની જશે? નવા બિલથી ખળભળાટ

Tags :
Advertisement

.

×