ઇરાને ડોનાલ્ડ ટ્રમ્પને આપી ખુલ્લી ધમકી, જો હસ્તક્ષેપ કરશો તો..!
- Iran Trump Warning : ઇરાનમાં આર્થિક કટોકટી મામલે પ્રજા રસ્તા ઉતરી
- ટ્રમ્પે ઇરાની પરિસ્થિતિ પર હસ્તક્ષેપ કરતા વિવાદ
- ઇરાને ડોનાલ્ડ ટ્રંમ્પને આપી ચેતવણી
ઈરાનમાં બગડતી અર્થવ્યવસ્થા અને મોંઘવારી સામે જનતા હવે રસ્તા પર ઉતરી આવી છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની શાસન સામસામે આવી ગયા છે. ઈરાને ટ્રમ્પની ચેતવણીનો કડક ભાષામાં જવાબ આપતા કહ્યું છે કે, જો અમેરિકા ઈરાનની સુરક્ષા કે આંતરિક બાબતોમાં દખલ કરશે તો તેનું પરિણામ વિનાશક આવશે.
Iran Trump Warning : સર્વોચ્ચ નેતા અલી ખામેનીના સલાહકાર શામખાનીએ આપી ધમકી
નોંધનીય છે કે ઈરાનની સખત ધમકી ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના સલાહકાર શામખાનીએ સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, "કોઈપણ બહાના હેઠળ ઈરાનની સુરક્ષામાં દખલ કરનારનો હાથ કાપી નાખવામાં આવશે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા અમારી 'રેડ લાઈન' છે અને અમેરિકાના હસ્તક્ષેપથી સમગ્ર ક્ષેત્રમાં અરાજકતા ફેલાશે."
Iran Trump Warning : ટ્રમ્પની ચેતવણીથી ઇરાન લાલચોળ
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીછેહઠ કરી નથી. તેમણે 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતા જણાવ્યું કે, જો ઈરાની સરકાર શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરશે અથવા તેમની હત્યા કરશે, તો અમેરિકા જોતું નહીં રહે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકા હસ્તક્ષેપ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. ગુરુવારથી શરૂ થયેલા આ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. સુરક્ષા દળો અને લૂર વંશીય સમુદાયો વચ્ચેની અથડામણને કારણે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. આ પ્રદર્શનો 2022માં મહસા અમીનીના મોત બાદ થયેલા વિરોધ પ્રદર્શનોની યાદ તાજી કરાવી રહ્યા છે.
આ પણ વાંચો: Iran Protests: ઈરાનમાં હિંસક વિરોધ ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાયો, 7 લોકોના મોત, અનેક ઘાયલ


