Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

શું કૉંગ્રેસ 'નવી મુસ્લિમ લીગ' બની રહી છે? Assam માં 20માંથી 18 મુસ્લિમ ઉમેદવાર જીત્યા!

Congress Becoming the 'New Muslim League'?: તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારોનો સ્ટ્રાઈક રેટ ચર્ચાનો વિષય બન્યો છે. આસામમાં કોંગ્રેસના ૨૦ માંથી ૧૮ મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે, જ્યારે ૭૯ બિન-મુસ્લિમ ઉમેદવારોમાંથી માત્ર એક જ જીત્યો છે. AIUDF ના મૌલાના બદરૂદ્દીન અજમલે કોંગ્રેસને 'નવી મુસ્લિમ લીગ' ગણાવી છે. કેરળમાં પણ યુડીએફના ૩૦ મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે, જે એક મોટો રાજકીય ટ્રેન્ડ દર્શાવે છે
શું કૉંગ્રેસ  નવી મુસ્લિમ લીગ  બની રહી છે  assam માં 20માંથી 18 મુસ્લિમ ઉમેદવાર જીત્યા
Advertisement

. કોંગ્રેસે મુસ્લિમ મતોના આધારે ૧૮ બેઠકો જીતી, પરંતુ ૭૯ હિંદુ ઉમેદવારોમાંથી ૭૮ ઉમેદવારોની હાર થઈ છે
. AIUDF ને નુકસાન પહોંચાડવાના પ્રયાસમાં કોંગ્રેસ પોતે 'મુસ્લિમ લીગ' બની ગઈ હોવાનો અજમલનો આક્ષેપ
. કેરળમાં યુડીએફના ૩૦ મુસ્લિમ ધારાસભ્યો જીત્યા, જેમાં મુસ્લિમ લીગના ૨૨ અને કોંગ્રેસના ૮ ઉમેદવારોનો સમાવેશ

Congress Becoming the 'New Muslim League'?: તાજેતરમાં સંપન્ન થયેલી ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ- પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ,તમિલનાડુ અને પુડ્ડુચેરી (West Bengal, Kerala, Assam, Tamil Nadu, and Puducherry) ની વિધાનસભા ચૂંટણીના મતગણતરી બાદ જે પરિણામો આવ્યા છે, તેમાં ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે. કૉંગ્રેસ અને તેના સાથીદળો ની ટિકિટ પરથી જીતનારા મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા ઘણી મોટી છે.

Advertisement

વાત આસામની

આસામ (Assam) માં ભારતીય જનતા પાર્ટી (BJP) એ હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) ના નેતૃત્વમાં જીતની હેટ્રિક મારી છે. 100થી વધુ બેઠકો જીતીને ભાજપે અહીં બમ્પર જીત મેળવી છે. આસામ 33 ટકા મુસ્લિમ (Muslim) વસ્તી ધરાવતું સરહદી રાજ્ય છે. અહીં કૉંગ્રેસે આ વખતે ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) સાથે જોડાણ કર્યા વગર ચૂંટણી લડી હતી.

Advertisement

મૌલાના બદરુદ્દીન અજમલ AIUDF ના અધ્યક્ષ છે અને આસામમાં તેમને મુસ્લિમ મતદાતાઓમાં મોટો પ્રભાવ માનવામાં આવે છે. આ વખતે આસામમાં કોંગ્રેસે 20 મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તેમાંથી 18ની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે આસામમાં ઉભા રાખેલા 79 બિનમુસ્લિમ ઉમેદવારો (કે જે મોટાભાગે હિંદુ ઉમેદવારો છે) માંથી માત્ર એક જ ઉમેદવારની જીત થઈ છે.

આસામમાં કોંગ્રેસના સાથીદળ રાઈજોર દલને બે બેઠકો મળી છે અને તેમાંથી એક મુસ્લિમ ઉમેદવારને મળી છે અને બીજી બેઠક પર અખિલ ગોગોઈને જીત મળી છે. અખિલ ગોગોઈ પર આસામમાં માઓવાદી ગતિવિધિઓમાં સંડોવણીનો આરોપ છે અને એઆઈએ દ્વારા તપાસ થઈ રહી છે

આ પણ વાંચો : "બધાં હિંદુ PM મોદીના પક્ષમાં એકજૂટ": Bengal ના ટ્રેન્ડ્સ પર સુવેંદુ અધિકારીની પ્રતિક્રિયા

AIUDF ના અધ્યક્ષ મૌલાના બદરુદ્દીન અજમલ (Maulana Badruddin Ajmal) એ આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છેકે આસામમાં કોંગ્રેસ સમાપ્ત થઈ ચુકી છે અને તે મુસ્લિમ લીગ બની ચુકી છે.

AIUDF ના જનાધાર મુસ્લિમ વોટર્સને પોતાની તરફ ખેંચનારી કોંગ્રેસ પર પ્રહાર કરતા મૌલના બદરુદ્દીન અજમલે કહ્યુ છે કે જે અન્યો માટે કૂવો ખોદે છે, તે જ તેમાં પડે છે. કોંગ્રેસે AIUDF માટે કૂવો ખોદવાની કોશિશ કરી અને હવે કોંગ્રેસ ખતમ છે. કોંગ્રેસ મુસ્લિમ લીગ (Muslim League) બની ચુકી છે. હું તેનાથી ઘણો દુ:ખી છું.

આસામની ગૌરીપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલ સોબાહન અલીએ AIUDF ના ઉમેદવારને 19,097 વોટથી હરાવીને નિર્ણાયક જીત મેળવી હતી. જાલેશ્વર બેઠક પરથી કોંગ્રેસના આફતાબ મોલ્લાહ AIUDF ના નેતા શેખ આલામ સામે 1,09,688 વોટથી જીતી ગયા. સામગુરીમાં કોંગ્રેસના તનઝિલ હુસૈનનો ભાજપના અનિલ સૈકિયા સામે 1,08,310 વોટથી વિજય થયો હતો.

આસામમાં કોંગ્રેસની મુસ્લિમ મતદાતાઓમાં મોટી લોકપ્રિયતા ઘણી મોટી લોકપ્રિયતા આ ચૂંટણીમાં સાબિત થઈ છે. આસામમાં કોંગ્રેસના જીતનારા મુસ્લિમ ઉમેદવારોને 20,000થી વધુ વોટથી જીત મલી છે. જ્યારે ગૌરીપુર, જાલેશ્વર, સમાગુરી અને અલગાપુર-કાટલિચેર્રામાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારનો જીતનો માર્જિન 1,00,000 વોટથી વધુનો રહ્યો છે.

આસામમાં ભાજપને 37.81 ટકા વોટ મળ્યા છે અને કોંગ્રેસને 29.84 ટકા વોટ મળ્યા છે.

આ પણ વાંચો : ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સનો મૃત્યુઘંટ, રાજ્યોમાં ચાલ્યું નહીં Muslim Card

Kearalam માં પણ આવી જ સ્થિતિ

કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ (UDF) ને 10 વર્ષથી સત્તામાં રહેલા સીપીએમના નેતૃત્વવાળા એલડીએફ (LDF) ને સત્તામાંથી હટાવવામાં સફળતા મળી છે. કેરલમમાં 35 મુસ્લિમ ધારાસભ્યો નવી વિધાનસભામાં ચૂંટાયા છે. જેમાંથી 30 મુસ્લિમ ધારાસભ્યો યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના છે. આમાના 8 ધારાસભ્યો કોંગ્રેસના છે અને બાકીના 22 ધારાસભ્યો ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના છે.

કેરલમમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ઉમેદવાર ફાતિમા તાહિલિયા (Fathima Tahliya) પેરામ્બ્રા બેઠક પરથી 5,000થી વધારે મતોની સરસાઈથી જીત્યા છે. યુડીએફના ઘટકદળ એવી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) ના તેઓ પહેલા મહિલા ધારાસભ્ય છે.

કેરલમમાં કોંગ્રેસ અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને કુલ 39.80 ટકા વોટ મળ્યા છે.  જેવી રીતે આસામ અને કેરળમાં પાર્ટીના મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે, તેને જોતા કોંગ્રેસ નવી મુસ્લિમ લીગ બની રહી હોવાના અજમલના રાજકીય દાવાની સોશયલ મીડિયા પર પણ ચર્ચા છે.

આ પણ વાંચો : Saffron Politics in India: આખું ભારત કેસરી રંગે રંગાવાનું છે, પણ હિંદુઓએ રહેવું પડશે સાવધાન

West Bengal - Tamilnadu માં કૉંગ્રેસની સ્થિતિ

પશ્ચિમ બંગાળમાં પણ કોંગ્રેસ બે વિધાનસભા બેઠકો જીતી છે. જો કે આ બંને વિધાનસભા મતવિસ્તારોમાં મુસ્લિમ મતદાતાઓની નિર્ણાયક સંખ્યા છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી કરતા વધુ મુસ્લિમ ઉમેદવારો કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા હતા. જો કે અહીં કોંગ્રેસને બે બેઠકથી જ સંતોષ માનવો પડયો છે.

તમિલનાડુમાં કોંગ્રેસે બે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી અને તેમાંથી એકની જીત થઈ હતી.

આમ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કોંગ્રેસ અને તેના સાથીપક્ષો દ્વારા ઉતારવામાં આવેલા મુસ્લિમ ઉમેદવારો મોટા પ્રમાણમાં ચૂંટાયા છે. આસામ અને કેરલમમાં આ સ્ટ્રાઈક રેટ 80 ટકાથી પણ વધારે છે.

આ પણ વાંચો : Future of TMC after Bengal Election 2026: હવે મમતા બેનર્જીની TMC નું શું થશે?

Tags :
Advertisement

.

×