Junagadh : વાતાવરણની માઠી અસર, આ વર્ષે કેરી મોડી અને મોંઘી મળશે!
- કમોસમી વરસાદની બાગાયતી પાક પર પણ ગંભીર અસર
- જૂનાગઢના (Junagadh) ખેડુતોના ચોમાસુ પાકનો સફાયો થયો
- કેરીના પાક પર વિપરીત વાતાવરણને લઈ માઠી અસર
- ડીસેમ્બર મહીનામાં જે મોર આવવા જોઈએ તે આવ્યા નથી
Junagadh: જૂનાગઢ જિલ્લામાં સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ચોમાસાના પાકનો મોટા ભાગનો સફાયો થઈ ગયો છે. સાથે જ બાગાયતી પાકો પર પણ ગંભીર અસર પડી છે. ખાસ કરીને ગિરનારની પ્રખ્યાત કેસર કેરીના પાકને આ વિપરીત હવામાને સૌથી વધુ અસર કરી છે. જેને લઈ કેરી મોડી તેમજ મોંઘી બની શકે છે.
કમોસમી વરસાદની બાગાયતી પાક પર પણ ગંભીર અસર
કેરીની ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે, સતત વરસાદ અને આ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું રહેવાથી ડિસેમ્બર મહિનામાં જે મોર (ફૂલ) આવવાનો હોય તે આવ્યો નથી. આંબા તો કોળિયા ધારણ કરી ચૂક્યા છે, પરંતુ મોર બહાર નીકળી શક્યો નથી. પરિણામે આ વર્ષે કેરી મોડી આવવાની તેમજ બજારમાં મોંઘી રહેવાની શક્યતા છે.
આંબા પર નિયમિત મોર આવ્યું નથી
કૃષિ વૈજ્ઞાનિકો પણ આ વાત સ્વીકારે છે કે હવામાનમાં થયેલો બદલાવ કેરીના પાક પર વિપરીત અસર કરી રહ્યો છે. ચાલુ વર્ષે વાવાઝોડાં, કમોસમી વરસાદ, ઓછી ઠંડી તેમજ વહેલી સવારે અને દિવસભર તાપમાનમાં થતા અસાધારણ ફેરફારને કારણે આંબાના ઝાડમાં નિયમિત મોર આવ્યું નથી. હાલ માત્ર 10 ટકા જેટલા ઝાડમાં જ મોર જોવા મળી રહ્યું છે, જેની સીધી અસર આવનારી કેરીની સિઝન પર પડવાની છે.
કેસર કેરીનું ઉત્પાદન ઘટશે
આમ, કમોસમી વરસાદે જૂનાગઢના ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે અને ગિરનારની વિખ્યાત કેસર કેરીનું ઉત્પાદન પણ આ વર્ષે નોંધપાત્ર ઘટવાના સંકેત મળી રહ્યા છે.
આ પણ વાંચો: Jamnagar: 7 મકાન અને 79 દુકાનો તોડવાનું શરુ!, આટલી જમીન ખુલ્લી કરાશે!


