Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh 2025: ભગવાન રામ પોતે ત્રિવેણી સંગમમાં કર્યું સ્નાન, તસ્વીરો પણ કરી શેર

રામાનંદ સાગરની રામાયણમાં રામનું પાત્ર ભજવીને અમર થઇ ગયેલા અરુણ ગોવિલ પોતાની પત્ની શ્રીલેખા સંગ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચ્યા હતા.
mahakumbh 2025  ભગવાન રામ પોતે ત્રિવેણી સંગમમાં કર્યું સ્નાન  તસ્વીરો પણ કરી શેર
Advertisement
  • પ્રયાગરાજમાં મહાકુંભમાં અરૂણ ગોવિલે લગાવી ડુબક
  • અરૂણ ગોવિલ રામનું પાત્ર ભજવી લોકોનાં મગજમાં છાપ છોડી
  • મહાકુંભમાં અનેક હસ્તીઓ આવીને શાહી સ્નાન કરી ચુકી છે

પ્રયાગરાજ : રામાનંદ સાગરની રામાયણમાં રામનું પાત્ર ભજવીને અમર થઇ ગયેલા અરુણ ગોવિલ પોતાની પત્ની શ્રીલેખા સંગ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચ્યા હતા. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અનેક સેલેબ્રિટિ વચ્ચે ભગવાન રામ પણ પહોંચ્યા હતા. અહીં તેમણે ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી હતી. અભિનેતા અને સાંસદે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

પોપ્યુલર એક્ટર અને સાંસદ અરૂણ ગોવિલ

મહાકુંભ 2025 પ્રસંગે ટીવીના રામ પોપ્યુલર એક્ટર અને સાંસદ અરુણ ગોવિલ અને તેમની પત્ની શ્રીલેખા ગોવિલે પ્રયાગરાજમાં ત્રિવેસી સંગમમાં ડુબકી લગાવી હતી. અરુણ ગોવિલ, જેમણે રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનું કિરદાર નિભાવીને લોકોના મગજમાં પવિત્ર છાપ છોડી હતી. આ પવિત્ર સ્થળ પર પરિવાર સાથે અભિનેતા પહોંચ્યા હતા. અભિનેતાએ આ પવિત્ર સ્નાનની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી, જે ઝડપથી વાયરલ થઇ રહી છે. એક્તરને ભગવા રંગના ટીશર્ટમાં જોઇ શકાય ચે. ડુબકી પહેલા અભિનેતાએ ભગવાનને યાદ કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પાસેથી મુસ્લિમ મહિલાની 'અનોખી માંગ', કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો!

Advertisement

એક્ટરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી તસ્વીર

અરુણ ગોવિલ ઉપરાંત મહાકુંભ 2025 માં અનેક પ્રસિદ્ધ હસ્તીઓ પણ ભાગ લીધો હતો. એક્ટરે તસ્વીર શેર કરતા લખ્યું કે, સનાતન સંસ્કૃતિનો મહોત્સવ, આસ્થાનો મહાયજ્ઞ, એકતા, સમતા, ધાર્મિક, આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિક તથા રાષ્ટ્રીય એકતાને સમર્પિત વિશ્વનો સૌથી મોટો મહાસમાગમમાં મહાકુંભ 2025, પ્રયાગરાજમાં આજે પવિત્ર ત્રિવેણી સંગમમાં પાવન સ્નાનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માં ગંગા, માં યમુના અને માં સરસ્વતી તમામ લોકોનું કલ્યાણ કરે.

 

View this post on Instagram

 

A post shared by Arun Govil (@siyaramkijai)

સમગ્ર વૈશ્વિક ફલક પર છોડીને છાપ

મહાકુંભ 2025 ની ભવ્યતા અને દિવ્યતાને વધારવા માટે ઉત્તર પ્રદેશ સરકાર ખાસ પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, આ વખતે મહાકુંભ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિને વિશ્વ સમક્ષ રજુ કરશે.

આ પણ વાંચો : Junagadh : મહેશગીરી બાપુની મુશ્કેલીઓ વધી! જૂના અખાડા પરિષદે પ્રયાગરાજથી લીધો મોટો નિર્ણય

વિદેશી હસ્તીઓ પણ કુંભમાં આવી રહી છે

મહાકુંભનું આયોજન 14 જાન્યુઆરી,2025 થી 25 એપ્રીલ 2025 સુધી પ્રયાગરાજમાં થઇ રહ્યો છે. અલગ દિવસો પર સ્નાન પર્વ આયોજિત કરવામાં આવી રહ્યું છે. મહાકુંભ 2025 માં દેશ વિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે. મૌની અમાવસ્યાના દિવસે શ્રદ્ધાળુઓ ભક્તિના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : વધારે એક બોલિવુડ કપલનું બ્રેકઅપ! તમન્ના ભાટિયાએ પોસ્ટ કરતા વિજય વર્મા સાથે બ્રેકઅપની ચર્ચા

Tags :
Advertisement

.

×