Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Meghalaya Coal Mine Blast : પ્રચંડ વિસ્ફોટમાં 10 શ્રમિકોનાં મોત, રેસ્ક્યુ ચાલુ

પેટનો ખાડો પૂરવા ગયેલા શ્રમિકો માટે જમીનનો ખાડો કબર બની ગયો. મેઘાલયના પહાડોમાં એક પ્રચંડ ધડાકો થયો અને પછી છવાઈ ગઈ સ્મશાનવત શાંતિ. આસામના કેટલાય ઘરોમાં આજે ચૂલો નહીં સળગે કારણ કે તેમના કમાનાર દીકરાઓ કોલસાની કાળી રાખમાં ફેરવાઈ ગયા છે. તંત્ર દોડી રહ્યું છે, તપાસના આદેશો અપાયા છે, પણ સવાલ એ છે કે આ મોતનો સાચો ગુનેગાર કોણ? ગેસ ગળતર કે માનવસર્જિત બેદરકારી?
meghalaya coal mine blast   પ્રચંડ વિસ્ફોટમાં 10 શ્રમિકોનાં મોત  રેસ્ક્યુ ચાલુ
Advertisement
  • મેઘાલય: કોલસા ખાણમાં બ્લાસ્ટ, 10 ના મોત
  • તાશખાઈ વિસ્તારની ખાણમાં પ્રચંડ ધડાકા સાથે ગંભીર દુર્ઘટના
  • કામ કરી રહેલા 10 શ્રમિકો જીવતા ભડથું થઈ ગયા
  • તમામ મૃતકો આસામના વતની હોવાની પ્રાથમિક માહિતી
  • ગેસ લીકેજને કારણે બ્લાસ્ટ થયાનું તંત્રનું પ્રાથમિક તારણ

Meghalaya Coal Mine Blast : મેઘાલય (Meghalaya) ના તાશખાઈ વિસ્તારમાં આવેલી એક કોલસાની ખાણમાં (Coal Mine) થયેલા પ્રચંડ વિસ્ફોટે અનેક પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 શ્રમિકો (Laborers) ના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ધડાકો એટલો ભયાનક હતો કે ખાણની અંદર કામ કરતા શ્રમિકોને બહાર નીકળવાની એક પળ પણ મળી ન હતી. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર દોડતું થયું છે અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) શરૂ કરી દેવામાં આવ્યું છે.

Meghalaya Coal Mine Blast : આસામના શ્રમિકો કાળનો કોળિયો બન્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ શ્રમિકો પાડોશી રાજ્ય આસામ (Assam) ના હોવાની આશંકા છે. મૃતકોમાં એક મજૂર આસામના કાટીગરા વિસ્તારના બિહારા ગામનો હોવાનું બહાર આવ્યું છે. પેટનો ખાડો પૂરવા માટે જમીનનો ખાડો ખોદતા આ શ્રમિકો માટે આ ખાણ જ કબર બની ગઈ હતી. વહીવટી તંત્ર દ્વારા હજુ મૃતકોની સત્તાવાર ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આસામના સરહદી ગામોમાં અત્યારથી જ શોકનો માહોલ છવાઈ ગયો છે.

Advertisement

Advertisement

ગેસ લીકેજ કે બેદરકારી?

ધડાકો કયા કારણોસર થયો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં ખાણમાં ઝેરી ગેસ લીકેજ (Gas Leak) અથવા કોઈ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મેઘાલય પોલીસ (Meghalaya Police) અને બચાવ ટુકડીઓએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વિસ્ફોટના ચોક્કસ કારણો જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

ગેરકાયદેસર ખનન સામે સવાલો

આ ઘટનાએ ફરી એકવાર મેઘાલયમાં ચાલતી ખાણ પ્રવૃત્તિઓ અને શ્રમિકોની સુરક્ષા (Safety Standards) સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું આ ખાણ કાયદેસર હતી? શું ત્યાં સુરક્ષાના સાધનો હતા? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવામાં આવી રહ્યા છે. સ્થાનિક પ્રશાસને ખાતરી આપી છે કે જો કોઈની બેદરકારી સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને પીડિત પરિવારોને શક્ય તમામ મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો : PM મોદી પર કૉંગ્રેસ MPs દ્વારા હુમલાની શક્યતા હતી: Loksabha Speaker Om Birla

Tags :
Advertisement

.

×