Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mental Health Alert : ભારતમાં 60% માનસિક રોગીઓ 35 વર્ષથી ઓછી વયના!

ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીના અભ્યાસ મુજબ, ભારતમાં 60% માનસિક બીમારીઓ 35 વર્ષથી ઓછી વયના યુવાઓમાં જોવા મળી રહી છે. રિસર્ચ અનુસાર, મોટાભાગના માનસિક વિકારો 14 થી 25 વર્ષની વય વચ્ચે જ શરૂ થઈ જાય છે. ડિજિટલ તુલના, એકલાપણું અને ભવિષ્યની અનિશ્ચિતતા જેવા કારણો યુવાઓના માનસિક સ્વાસ્થ્યને બગાડી રહ્યા છે, જેના માટે વહેલી જાગૃતિ અનિવાર્ય છે
mental health alert   ભારતમાં 60  માનસિક રોગીઓ 35 વર્ષથી ઓછી વયના
Advertisement

. ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીનો અભ્યાસ
. મોટાભાગના દર્દીઓમાં માનસિક બીમારી પરિપક્વતા પહેલા જ શરૂ થાય છે
. માનસિક વિકારોનો ઈલાજ નહીં કરાવવાની સ્થિતિમાં તે ગંભીર બને છે

Mental Health Alert : ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટી (Indian Psychiatric Society) ના આંકડા મુજબ, ભારતમાં 60 ટકા માનસિક બીમારીઓ 35 વર્ષથી ઓછી વયનાને થઈ રહી છે. આને લઈને કરવામાં આવેલા અભ્યાસના આંકડાને મોલિક્યૂલર સોઈકિયાટ્રી મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

Advertisement

રિસર્ચ મુજબ, 34.6 ટકા માનસિક વિકાર 14 વર્ષથી ઓછી વયમાં, 48.4 ટકા 18 વર્ષથી ઓછી વયે અને 62.5 ટકા 25 વર્ષની વય સુધીમાં શરૂ થઈ જાય છે.

Advertisement

આ આંકડા દર્શાવે છે કે મોટાભાગના દર્દીઓ માટે માનસિક બીમારી પરિપક્વતાથી ઘણી વહેલી શરૂ થઈ જાય છે અને ધીરેધીરે સ્વાસ્થ્ય બગડવા લાગે છે.

એક્સપર્ટ્સના અભિપ્રાય મુજબ, 25 વર્ષ સુધીની વયે, એટેન્શન ડેફિસિટ હાઈપરેક્ટિવિટી ડિસઓર્ડર (ADHD), એન્ક્ઝાઈટી અને ભોજન સંબંધિત વિકારોના મોટાભાગના મામલા સામે આવી જતા હોય છે. ડિપ્રેશનના કેસ પણ હવે પહેલાની સરખામણીએ ઓછી વયે સામે આવી રહ્યા છે.

ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીએ ચેતવણી આપી છે કે જ્યારે માનસિક વિકાસ ઓછી વયમાં શરૂ થયા છે અને તેનો ઈલાજ કરવામાં આવતો નથી, તો તે એક ગંભીર સમસ્યા બની શકે છે.

ડૉ. દીપક રહેજાએ કહ્યુ છે કે 60 ટકા માનસિક બીમારીઓ 35 વર્ષથી ઓછી વયના લોકોને થઈ રહી છે, આ સ્પષ્ટ થઈ જાય છે કે ભારતમાં માનસિક સ્વાસ્થ્ય ઓછી વયે જ ખરાબ થઈ રહ્યું છે. જે વયે બાળક અભ્યાસ કરી રહ્યું હોય છે, પોતાની કારકિર્દી બનાવી રહ્યા હોય છે અને સમાજમાં યોગદાન આપી રહ્યા હોય છે, તેમાં મેન્ટલ હેલ્થનું ખરાબ થવું સારું નથી.

ડૉ. દીપક રહેજાએ ક્હ્યુ છે કે ઘણાં અભ્યાસો પરથી સંકેત મળે છે કે 2011 અને 2021 વચ્ચે 18થી 25 વર્ષની વયના વ્યક્તિઓમાં વારંવાર થનારા માનસિક તણાવમાં 101.7 ટકાનો વધારો થયો છે.

ઓછી વયે મેન્ટલ હેલ્થ ખરાબ થવાના કારણો

ઈન્સ્ટીટ્યૂટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાઈડ સાઈન્સિઝ (IHBAS) ના ભૂતપૂર્વ નિદેશક ડૉ. નિમેશ જી. દેસાઈએ કહ્યુ છે કે ભારતમાં ઓછી વયમાં વધતી માનસિક બીમારીઓનું મુખ્ય કારણ સમય પહેલા ઈલાજ ન થવો અને બીમારીઓને લઈને જાગરૂકતાની ઉણપ છે. ડૉ. દેસાઈ પ્રમાણે, યુવાવસ્થામાંશરૂ થયેલા માનસિક વિકાર, જો જલ્દીથી તેનો ઈલાજ ન કરાય તો મોટાભાગે જીવનભર બનેલા રહે છે. આનો પ્રભાવ માત્ર વ્યક્તિ પર જ નહીં, પણ પરિવારો પર પણ પડે છે.

ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીના અધ્યક્ષ ડૉ. સવિતા મલ્હોત્રાએ કહ્યું છે કે થઈ રહેલા સામાજિક પરિવર્તનોએ યુવાઓના જીવનના અનુભવને ઘણી હદે બદલી નાખ્યા છે. આજના યુવા ડિજિટલ તુલના, કનેક્ટિવિટી છતાં એકલાપણાં અને રોજગાર તથા સંબંધોને લઈને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. તેનાથી મેન્ટલ હેલ્થ ખરાબ થઈ રહી છે.

મેન્ટલ હેલ્થને સારી રાખવાના ઉપાય

. રોજ એક જ સમયે ઉંઘવાનું અને જાગવાનું શરૂ કરો
. રોજ કસરત કરો
. રોજ યોગ કરો
. સોશયલ મીડિયા પર ઓછો સમય ગાળો

આ પણ વાંચો: Vedanta Darshan : આધુનિક તણાવનો પ્રાચીન ઉકેલ અને માનસિક શાંતિનો રાજમાર્ગ

Tags :
Advertisement

.

×