Mississippi Shooting : મિસિસિપીમાં અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોના મોત
- અમેરિકામાં ગોળીબારમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત (Mississippi Shooting)
- મિસિસિપીના કલે કાઉન્ટીમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના
- પોલીસે માનસિક અસ્વસ્થ આરોપીની કરી ધરપકડ
અમેરિકામાં ગન કલ્ચર અને હિંસાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ઉત્તરપૂર્વીય મિસિસિપીના ક્લે કાઉન્ટીમાં એક માનસિક અસ્વસ્થ હુમલાખોરે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહેવાલ મુજબ આ હુમલો વેસ્ટ પોઈન્ટના ત્રણ અલગ-અલગ સ્થળોએ કરવામાં આવ્યો હતો.
Mississippi Shooting : શેરિફની ભાવુક પોસ્ટ
ક્લે કાઉન્ટીના શેરિફ એડી સ્કોટે આ ઘટનાની ગંભીરતા જણાવતા ફેસબુક પર લખ્યું કે, "દુર્ભાગ્યવશ, અમારા સમુદાયમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે. આ અંધાધૂંધ હિંસાને કારણે ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે." પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોરને કસ્ટડીમાં લઈ લીધો છે.
Mississippi Shooting : ત્રણ સ્થળોએ મચાવ્યો આતંક
પોલીસ તપાસ અનુસાર, હુમલાખોરે વેસ્ટ પોઈન્ટ વિસ્તારમાં ત્રણ જુદા-જુદા સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ ઘટના બાદ આશરે 20,000ની વસ્તી ધરાવતા ક્લે કાઉન્ટીમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં હુમલાખોર માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે, જોકે હુમલા પાછળનો ચોક્કસ હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.
Mississippi Shooting : ઓકટોબરમાં પણ ગોળીબારની થઇ હતી ઘટના
નોંધનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ મિસિસિપીમાં આવી જ અનેક હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી હતી. તે સમયે થયેલા ગોળીબારના કિસ્સાઓ કથિત રીતે હાઈસ્કૂલ ફૂટબોલ મેચો સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું, જેણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ગભરાટ ફેલાવ્યો હતો. આવી જ એક ભયાનક ઘટના ઉત્તર-પશ્ચિમ મિસિસિપીના 'લી' (Leigh) શહેરમાં બની હતી, જ્યાં એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરીને 6 નિર્દોષ લોકોની હત્યા કરી દીધી હતી અને આ હિંસામાં 12 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ વારંવાર બનતી ઘટનાઓ સાબિત કરે છે કે અમેરિકાના શાંત ગણાતા વિસ્તારો પણ હવે ગન કલ્ચરના ભયાનક ભરડામાં આવી ગયા છે.
આ પણ વાંચો : ટ્રમ્પનો મુનીર પ્રેમ: પેશાવરમાં પાકિસ્તાની સેના સાથે અમેરિકન આર્મીનો યુદ્ધાભ્યાસ!


