Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nasha Mukt Bharat : નશામુક્ત સમાજના રાષ્ટ્રીય સંકલ્પનું અભિયાન

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય(Ministry of Social Justice and Empowerment) દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’_Nasha Mukt અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સરકારી વિભાગોના સહયોગથી જાગૃતિ લાવવા માટે વ્યાપક જનજાગૃત્તિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં જનજાગૃત્તિ રેલીઓ, સાઇન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ, શપથ ગ્રહણ કાર્યક્રમો, પ્રચાર સામગ્રીનું વિતરણ, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા જેવી કુલ ૮,૦૦૦થી વધુ પ્રવૃત્તિઓમાં અંદાજિત ૩૫ લાખથી વધુ નાગરિકો સહભાગી થઈને સમાજ-ભારતને નશામુક્ત બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા.
nasha mukt bharat   નશામુક્ત સમાજના રાષ્ટ્રીય સંકલ્પનું અભિયાન
Advertisement
  • Nasha Mukt Bharat :‘નશામુક્ત ભારત અભિયાન’માં ૮,૦૦૦થી વધુ જનજાગૃત્તિની પ્રવૃત્તિઓમાં અંદાજિત ૩૫ લાખથી વધુ નાગરિકો સહભાગી
  • અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે જનજાગૃત્તિ માટે ૨૪ ઓક્ટોબર સુધી ઓનલાઈન શપથ - ક્વિઝ સ્પર્ધાનું આયોજન

Nasha Mukt Bharat : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય(Ministry of Social Justice and Empowerment) દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’_Nasha Mukt Bharat Abhiyan અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સરકારી વિભાગોના સહયોગથી જાગૃતિ લાવવા માટે વ્યાપક જનજાગૃત્તિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં જનજાગૃત્તિ રેલીઓ, સાઇન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ, શપથ ગ્રહણ કાર્યક્રમો, પ્રચાર સામગ્રીનું વિતરણ, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા જેવી કુલ ૮,૦૦૦થી વધુ પ્રવૃત્તિઓમાં અંદાજિત ૩૫ લાખથી વધુ નાગરિકો સહભાગી થઈને સમાજ-ભારતને નશામુક્ત બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા.

Advertisement

મંત્રાલય દ્વારા નશામુક્ત ભારત અભિયાનની પાંચમી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ લાવવા અને નાગરિકોને અભિયાન સાથે જોડવા માટે બે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં નાગરિકો https://nmba.dosje.gov.in/content/take-a-pledge?type=e-pledge લિંક દ્વારા ઓનલાઈન નશામુક્તિના શપથ લઈને પ્રમાણપત્ર મેળવી શકે છે.

Advertisement

Nasha Mukt Bharat: MyGov પ્લેટફોર્મ પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન  

નેશનલ ટેલેન્ટ હંટ કોમ્પિટિશનના પ્રથમ તબક્કા રૂપે ઓનલાઈન MyGov પ્લેટફોર્મ પર ક્વિઝ સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે. નાગરિકો https://quiz.mygov.in/quiz/5-varsh-1-sankalp-nasha-mukt-bharat-abhiyaan લિંક દ્વારા જોડાઈને તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી આ સ્પર્ધામાં ભાગ લઈને પ્રમાણપત્ર મેળવી શકે છે.

દેશના ૨૭૦ જિલ્લાઓમાં તા. ૧૫મી ઓગષ્ટ, ૨૦૨૦થી નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, ભરૂચ, મહેસાણા, સુરત, રાજકોટ, જામનગર, અને પોરબંદર સહિત ૮ જિલ્લાઓનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ તબક્કાવાર રાજ્યના અન્ય જિલ્લાઓનો પણ સમાવેશ કરાયો હતો.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા દેશભરમાં નશીલા પદાર્થોના દુરુપયોગના નુકસાન અંગે જનજાગૃતિ લાવવા માટે શરૂ કરાયેલા નશામુક્ત ભારત અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે રાજ્યના નાગરિકોને આ અભિયાન સાથે જોડાવા માટે સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ મોટી સંખ્યામાં ઓનલાઈન શપથ લેવાના કાર્યક્રમમાં અને ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈને નશામુક્ત સમાજના નિર્માણના આ રાષ્ટ્રીય સંકલ્પમાં સહભાગી બને.

આ પણ વાંચો Diwali 2025 : દિવાળી પૂર્વે દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને લેવાયો ઐતિસાહિક નિર્ણય!

Tags :
Advertisement

.

×