ધર્માંતરણ કરીને લઘુમતી અનામત માંગનારાઓની અરજી નામંજૂર, SC એ કહ્યું-નવા પ્રકારનું ફ્રૉડ
. મેડિકલ પીજીમાં લઘુમતી અનામતની માગણીનો મામલો
. હરિયાણાના બે અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી
. સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને પણ આ મામલે આકરો સવાલ કર્યો
નવી દિલ્હી: ખુદને બૌદ્ધ ગણાવીને મેડિકલ પીજીમાં લઘુમતી અનામત માંગી રહેલા બે ઉમેદવારોને સુપ્રીમ કોર્ટે આકરો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આને નવા પ્રકારની છેતરપિંડી પણ કહી છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ ટીપ્પણી ત્યારે કરી જ્યારે તેમને જાણકારી મળી કે લેખિત પરીક્ષા પહેલા આ ઉમેદવારોએ ખુદને સામાન્ય વર્ગના ગણાવ્યા હતા અને બંને હરિયાણાની સમૃદ્ધ જાટ જ્ઞાતિમાંથી છે. સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને પણ આ મામલે આકરો સવાલ કર્યો છે.
શું છે મામલો?
મેરઠની સુભારતી મેડિકલ કોલેજને બૌદ્ધ લઘુમતી સમુદાય માટે અનામત આપવામાં આવે છે. નિખિલ કુમાર પુનિયા અને એકતાએ સુભારતી મેડિકલ કોલેજમાં નીટ પીજી કોર્સમાં પોતાના માટે બેઠકની માગણી કરી છે. તેમણે બૌદ્ધ ધર્મ અપનાવવાનો દાવો કરતા સબ ડિવિઝનલ ઓફિસર કાર્યાલયમાંથી જાહેર કરવામાં આવેલા સર્ટિફિકેટને પણ રજૂ કર્યું છે.
હરિયાણાથી જ આવતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે અરજાદરના વકીલને સવાલ કર્યો કે પુનિયા ઉપનામ જાટ પણ લખે છે અને અનુસૂચિત જાતિના લોકો પણ. તમે ક્યાં પુનિયા છો? વકીલે જવાબ આપ્યો કે તેમના અસીલ જાટ છે. આના પર ચીફ જસ્ટિસે સવાલ કર્યો કે તે લઘુમતી કેવી રીતે થઈ ગયા? વકીલે કહ્યુ કે તેમણે ધર્માંતરણ કર્યું છે. આ તેમનો બંધારણીય અધિકાર છે.
કોર્ટની કડક ટીપ્પણી
વકીલની વાત પર સીજેઆઈએ ટીપ્પણી કરી કે વાહ, આ તો છેતરપિંડીની નવી રીત છે. તમે વાસ્તવિક લઘુમતીઓનો અધિકાર છીનવવા માંગો છો. તમે સૌથી સમૃદ્ધ, સુવિધાસંપન્ન અને ઉચ્ચ જાતિ સમુદાયમાંથી એક છો. આ સમુદાયની પાસે કૃષિ માટેની જમીન છે. તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તમારે એ લોકોના અધિકાર ન છીનવવા જોઈએ કે જે વાસ્તવમાં વંચિત છે.
Plea seeking admission on the ground of being a minority candidate:
CJI: you are a Punia? What minority are you? Let me ask this bluntly now. Which Punia are you?
Adv: Jaat punia
CJI: then how minority?
Adv: converted to Buddhism. That is my right.
CJI Kant: Wow! This is a… pic.twitter.com/oR4IbiBakw
— Bar and Bench (@barandbench) January 28, 2026
વકીલની દલીલ પર જજ ભડકયા
અરજદારના વકીલે બચાવ કર્યો કે અમે વાસ્તવમાં અને ઈમાનદારીથી બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. આના પર ચીફ જસ્ટિસે ચેતવણી આપતા કહ્યુ કે અમને આગળ વધુ ટીપ્પણી કરવા મજબૂર ન કરો. આ પ્રકારની દલીલને મંજૂરી આપવામાં આવી તો તમામ લોકો આ શરૂ કરી દેશે. ઉચ્ચ જાતિઓ ધર્માંતરણ કરવા લાગશે અને વાસ્તવિક હકદારોના અધિકારનું હનન થશે.
અરજી નામંજૂર થઈ
ખંડપીઠના સદસ્ય જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ પણ અરજદારની દલીલ પર આકરો વાંધો વ્યક્ત કર્યો. તેના પછી કોર્ટે લઘુમતી ઉમેદવાર તરીકે પ્રવેશની માગણી કરનારી અરજીનું આવેદન રદ્દ કર્યું.
હરિયાણા સરકાર પાસેથી માંગ્યો જવાબ
તેના પછી કોર્ટે હરિયાણા સરકાર પાસે આખા ઘટનાક્રમ પર જવાબ માંગ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હરિયાણા સરકાર રાજ્યમાં લઘુમતી પ્રમાણપત્ર જાહેર કરવા સાથે જોડાયેલા દિશાનિર્દેશોની જાણકારી આપી. સરકાર એ સ્પષ્ટ કરે કે શું ઉચ્ચ જાતિને સામાન્ય શ્રેણીના ઉમેદવાર, બૌદ્ધ ધર્મ અપનાવવાના દાવો કરી, લઘુમતી પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શકે છે? સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી 2 સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ દાખલ કરવા માટે પણ નિર્દેશ કર્યો છે.


