ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India Pakistan War Situation : બ્રહ્મોસ ફેસેલિટી પર હુમલાનો પાકિસ્તાનનો દાવો ખોટો, S400 ડિફેન્સ સિસ્ટમ સલામત : કર્નલ સોફિયા

પાકિસ્તાનના ખોટા દાવાઓ સ્પષ્ટપણે ખુલ્લા પડી ગયા છે
11:33 AM May 10, 2025 IST | SANJAY
પાકિસ્તાનના ખોટા દાવાઓ સ્પષ્ટપણે ખુલ્લા પડી ગયા છે

India Pakistan War Situation : પાકિસ્તાન સાથેના તણાવ પર વિદેશ મંત્રાલયે સતત ચોથા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર રહીને માહિતી આપી હતી. તેમાં શુક્રવારની રાત અને શનિવારે વહેલી સવાર સુધી પાકિસ્તાને સતત ડ્રોન છોડીને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ભારતીય સેનાએ આ હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. પાકિસ્તાન સાથે તણાવ અંગે કર્નલ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘે જાણકારી આપતા જણાવ્યું છે કે પાકિસ્તાને પશ્ચિમ વિસ્તારમાં હુમલા કર્યા છે. પાકિસ્તાને ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.

પાકિસ્તાને 26 સ્થાને હવાઈ ઘુષણખોરીનો પ્રયાસ કર્યો

પાકિસ્તાને 26 સ્થાને હવાઈ ઘુષણખોરીનો પ્રયાસ કર્યો છે. તેમાં ભારતે પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ કર્યા છે. પાકિસ્તાને શ્રીનગર, અવંતીપુરમાં સ્કૂલ, ચિકિત્સાલય પર હુમલો કર્યો છે. રહેણાક વિસ્તારમાં હુમલા કરી પાકિસ્તાને નાપાક હરકત કરી છે. ભારતે પાકિસ્તાનના હુમલા બાદ જવાબી હુમલાઓ કર્યા છે.

ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના એરબેઝને ટાર્ગેટ કરવામાં આવ્યા

ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના એરબેઝને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તથા પાકિસ્તાનના વેપન ડેપોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. નાગરિક વિમાનોને પાકિસ્તાને ઢાલ તરીકે ઉપયોગ કર્યો છે. ભારતે સંયમ સાથે નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખ્યું છે. પાકિસ્તાને S 400ને લઈને સોશિયલ મીડિયામાં ખોટા દાવા કર્યા છે. જેમાં S 400ને નષ્ટ કરવાના પાકિસ્તાને જૂઠ્ઠાણા ફેલાવ્યા છે.

પાકિસ્તાનના દાવા ફગાવ્યા

કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાનના દાવા ફગાવ્યા છે. જેમાં પાકિસ્તાને આદમપુર, સૂરતપુર, એસ-400, નગરોટાના દારૂગોળા સેન્ટર, બ્રહ્મોસ ફેસેલિટીને તબાહ કર્યાનો દાવો કર્યો. અમે તેને ફગાવીએ છીએ. તેમજ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાનના ખોટા દાવાઓ સ્પષ્ટપણે ખુલ્લા પડી ગયા છે. પાકિસ્તાની સરકારી એજન્સીઓ આ હુમલા અને વિનાશની જવાબદારી સ્વીકારી રહી છે. તેઓ કહી રહ્યા છે કે લશ્કરી સુવિધા નાશ પામી છે. તે બધું જૂઠું છે.

પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સ પર મોટા હુમલા થયા હોવાના દાવા કરવામાં આવ્યા

પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સ પર મોટા હુમલા થયા હોવાના દાવા કરવામાં આવ્યા છે, આ બધું ખોટું છે. પાકિસ્તાન સતત નાગરિકો અને નાગરિક ઇમારતોને નિશાન બનાવી રહ્યું છે. ભારતમાં સાંપ્રદાયિક વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં નાગરિકો માર્યા જઈ રહ્યા છે અને ઇમારતોને નુકસાન થઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં એક વહીવટી અધિકારીની હત્યા થઈ છે. આ દાવાઓ પોકળ સાબિત થયા છે.

આ પણ વાંચો: India Pakistan War Situation : 'ઓપરેશન સિંદૂર'ના જવાબમાં પાકિસ્તાનનું ઓપરેશન 'બુન્યાન ઉલ મારસૂસ', જાણો તેનો અર્થ

 

 

 

 

 

 

 

 

Tags :
ahmedabad gujarat newsGujarat FirstGujarat todayGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article