PM Modi Assam Visit: 'હું શિવનો ભક્ત, બધુ ઝેર ગળી જાઉં છું...', આસામની રેલીમાં PM Modi એ કહ્યું
- PM Modi Assam Visit: પ્રધાનમંત્રીએ આસામને 18,530 કરોડ રૂપિયાની ભેટ આપી
- PM Modi એ આસામના દારંગમાં એક જાહેર સભાને સંબોધિત કરી
- આ દરમિયાન તેમણે તાજેતરમાં પૂર્ણ થયેલા ઓપરેશન સિંદૂર વિશે વાત કરી
PM Modi Assam Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના દારંગમાં એક જાહેર સભાને સંબોધિત કરી છે. આ દરમિયાન તેમણે તાજેતરમાં પૂર્ણ થયેલા ઓપરેશન સિંદૂર વિશે વાત કરી અને કહ્યું કે મા કામાખ્યાના આશીર્વાદથી ઓપરેશન સિંદૂરને જબરદસ્ત સફળતા મળી છે. તેમણે કોંગ્રેસ પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, "હું ભગવાન શિવનો ભક્ત છું, હું બધુ ઝેર ગળી જાઉં છું." પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર આસામ અને ઉત્તર પૂર્વના વિકાસ માટે સંપૂર્ણ પ્રામાણિકતાથી કામ કરી રહી છે.
PM Modi એ કોંગ્રેસ પાર્ટી પર પણ નિશાન સાધ્યું
ભૂપેન હજારિકાને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે થોડા દિવસો પહેલા તેમના જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવી તેમના માટે સૌભાગ્યની વાત છે. પીએમ મોદીએ કહ્યું કે સરકાર આસામના મહાન બાળકો અને પૂર્વજોએ જોયેલા સ્વપ્નને સાકાર કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. પીએમએ કોંગ્રેસ પાર્ટી પર પણ નિશાન સાધ્યું. તેમણે યાદ અપાવ્યું કે જે દિવસે ભારત સરકારે ભૂપેન હજારિકાને ભારત રત્ન આપ્યો, તે જ દિવસે કોંગ્રેસ અધ્યક્ષે તેમનું અપમાન કરીને કહ્યું હતું કે મોદી "નૃત્યકાર ગાયકો" ને ભારત રત્ન આપી રહ્યા છે.
PM Modi Assam Visit: વડાપ્રધાનએ 1962 ના ચીન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો
વડાપ્રધાનએ કહ્યું કે આ નિવેદન આસામ અને તેના લોકોના યોગદાનનું પણ અપમાન હતું. 1962 માં ચીન સાથેના યુદ્ધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે સમયે પંડિત નહેરુએ આપેલા નિવેદન પછી, ઉત્તર પૂર્વનો ઘા આજ સુધી રૂઝાયો નથી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસની વર્તમાન પેઢી પણ એ જ ઘા પર મીઠું છાંટવાનું કામ કરી રહી છે.
'હું ભગવાન શિવનો ભક્ત છું, હું બધું ઝેર ગળી જાઉં છું'
વડાપ્રધાનએ કહ્યું, "મને ગમે તેટલા અપશબ્દો આપવામાં આવે, હું ભગવાન શિવનો ભક્ત છું, હું બધું ઝેર ગળી જાઉં છું પરંતુ જ્યારે બીજા કોઈનું અપમાન થાય છે, ત્યારે હું ચૂપ રહી શકતો નથી." તેમણે જનતાને પ્રશ્ન કર્યો કે ભૂપેન દાને ભારત રત્ન આપવાનો નિર્ણય સાચો હતો કે નહીં. તેમના સંબોધનમાં તેમણે કહ્યું, "દેશના લોકો મારા માલિક છે."
પ્રધાનમંત્રીએ આસામને 18,530 કરોડ રૂપિયાની ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આસામના દરંગ અને ગોલાઘાટ જિલ્લામાં 18,530 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાં બે જાહેર સભાઓને સંબોધિત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ મંગલદોઈ શહેરમાં દરંગ મેડિકલ કોલેજ, એક નર્સિંગ કોલેજ અને એક GNM સ્કૂલનો શિલાન્યાસ કર્યો છે. આ આરોગ્ય પ્રોજેક્ટ્સમાં કુલ 570 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
આસામ પણ સૌથી ઝડપથી વિકસતાં રાજ્યોમાંથી એક
દરાંગમાં સભાને સંબોધિત કરતા PM Modiએ કહ્યું: "આજે ભારત દુનિયામાં સૌથી ઝડપી વિકસતાં દેશોમાંથી એક છે અને આસામ પણ સૌથી ઝડપથી વિકસતાં રાજ્યોમાંથી એક છે." પીએમ મોદીએ આ દરમિયાન ઉમેર્યું કે,સરકાર અને આસામના લોકોના સંયુક્ત પ્રયત્નો પરથી આજે આસામ દેશ અને દુનિયામાં પોતાનું પ્રભાવ છોડી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું: "ભાજપની ડબલ એન્જિન સરકાર આસામની સંસ્કૃતિની રક્ષા અને વિકાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. સાથીઓ, ભાજપ સરકાર આસામને ભારતના વિકાસનો ગ્રોથ એન્જિન બનાવવાના લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે."
આ પણ વાંચો: Hindi Diwas 2025: હિન્દી દિવસ પર ગૃહમંત્રી અમિત શાહનો સંદેશ, હિન્દી ભાષા એકતાનું અનમોલ ઘરેણું