Porbandar Rape Case: ઘોર કળિયુગ..!12 વર્ષના કિશોરે 4 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ
- Porbandar માં ઉદ્યોગનગર પોલીસ મથક દુષ્કર્મની ઘટના
- 12 વર્ષના સગીરે માસૂમ બાળકી પર દુષ્કર્મ કર્યું
- 4 વર્ષની બાળકી પર દુષ્કર્મથી પંથકમાં ચકચાર
- પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી
Porbandar Rape Case: પોરબંદર (Porbandar) માંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં 12 વર્ષના સગીરે 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Porbandar માં 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકી પર કર્યું દુષ્કર્મ
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી આ ઘટના બની છે. પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ, એક 12વર્ષના સગીર દ્વારા પડોશમાં રહેતી 4વર્ષની માસૂમ બાળકીને શારીરિક હવસનો શિકાર બનાવવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
દુષ્કર્મ અંગે ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ
માસૂમ બાળકી સાથે થયેલા આ દુષ્કર્મ અંગે ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આટલી નાની ઉંમરના સગીર દ્વારા આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધને પગલે સમગ્ર પોરબંદર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો: Amreli Murder Case: પ્રેમસંબંધમાં યુવક પર હુમલો, માતાની કાર ચડાવી હત્યા; CCTVથી ખળભળાટ


