Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક સમય હતો જ્યારે રેલ્વે મંત્રી દુર્ઘટના થતાં જ રાજીનામું આપી દેતા! જાણો શું કહ્યું કોંગ્રેસે ?

15 ફેબ્રુઆરી, 2025 ના રોજ, પ્રયાગરાજ જતી ખાસ ટ્રેન પકડવા માટે હજારો મુસાફરો નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા. અચાનક ભીડ બેકાબૂ થઈ ગઈ, જેના કારણે નાસભાગ મચી ગઈ.
એક સમય હતો જ્યારે રેલ્વે મંત્રી દુર્ઘટના થતાં જ રાજીનામું આપી દેતા  જાણો શું કહ્યું કોંગ્રેસે
Advertisement
  • નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોના મોત થયા
  • કોંગ્રેસે રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી
  • છેલ્લા 2-3 વર્ષોમાં ઘણી મોટી ઘટનાઓ બની છે

Stampede tragedy in Delhi : શનિવારે રાત્રે (15 ફેબ્રુઆરી, 2025) નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા અને 13 મુસાફરો ઘાયલ થયા હતા. કોંગ્રેસે આ મામલે રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી છે.

કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ પર કહ્યું, 'અમારી સંવેદના એ પરિવારો સાથે છે જેમણે તેમના સ્વજનો ગુમાવ્યા છે. આ માટે રેલ્વે મંત્રી જવાબદાર છે. એવું જોવા મળ્યું છે કે છેલ્લા 2-3 વર્ષોમાં ઘણી મોટી ઘટનાઓ બની છે. ભારતમાં એક સમય હતો કે જ્યારે પણ રેલ્વે અકસ્માત થાય ત્યારે રેલ્વે મંત્રી રાજીનામું આપી દેતા હતા. તેમણે વધુમાં કહ્યું કે, 'રેલવે મંત્રીએ નૈતિક જવાબદારી લેવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ.'

Advertisement

Advertisement

કોઈ મંત્રી જવાબદારી કેમ નથી લેતા

નાસભાગ અંગે કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું, 'આ ખૂબ જ દુઃખદ ઘટના છે પરંતુ આ ઘટનાની જવાબદારી કોણ લેશે? કોઈકે તો જવાબદારી લેવી જ પડશે, ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. કોઈ મંત્રી જવાબદારી કેમ નથી લઈ રહ્યા? છેલ્લા બે-ત્રણ વર્ષમાં ઘણી ઘટનાઓ બની છે. રેલમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. અમે આ રાજકીય રીતે નહીં પરંતુ માનવતાના ધોરણે કહી રહ્યા છીએ, તેમણે આગળ આવીને કહેવું જોઈએ કે તેઓ ઘટનાઓને રોકવામાં અસમર્થ છે અને તેથી તેઓ રાજીનામું આપવા માંગે છે. પીએમ મોદીએ કોઈ બીજાને રેલ્વે મંત્રી તરીકે નિયુક્ત કરવા જોઈએ જે રેલ્વે ક્ષેત્રને બચાવી શકે અને તેને આગળ લઈ જઈ શકે.

આ પણ વાંચો : નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ પર રેલ્વેનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું અધિકારીએ?

અકસ્માત કેવી રીતે થયો?

શનિવારે (15 ફેબ્રુઆરી, 2025) મોડી રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. પ્રયાગરાજ જતી સ્પેશિયલ ટ્રેન પકડવા માટે સ્ટેશન પર હજારો મુસાફરો હાજર હતા. અચાનક ભીડ બેકાબૂ બની ગઈ, જેના કારણે નાસભાગ મચી ગઈ. ઘણા મુસાફરોને ટ્રેન મળી ન હતી અને મુસાફરી કર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. આ ઘટના બાદ વિપક્ષ અને સામાજિક સંગઠનોએ સરકારની જવાબદારી અને ભીડ વ્યવસ્થાપનમાં સુધારાની માંગ કરી છે.

આ પણ વાંચો :  પ્લેટફોર્મ બદલવાથી ભાગદોડ થઈ... નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અકસ્માતનો પ્રારંભિક તપાસ રિપોર્ટ

Tags :
Advertisement

.

×