Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat : ચોમાસાની નબળી શરૂઆત, જાણો આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદી માહોલ?

Rain in Gujarat : દેશનાં કેરળ (Kerala) રાજ્યમાં 10 દિવસ પહેલા જ ભારે વરસાદ સાથે જે મેઘરાજાની પધરામણી થઈ છે. ત્યારે ગુજરાતમાં પણ 4 દિવસ પહેલાં એટલે કે 11 જૂને ચોમાસાએ દસ્તક દીધી હતી. પરંતુ, ગુજરાત પહોંચેલું ચોમાસું નબળું પડ્યું...
rain in gujarat   ચોમાસાની નબળી શરૂઆત  જાણો આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદી માહોલ
Advertisement

Rain in Gujarat : દેશનાં કેરળ (Kerala) રાજ્યમાં 10 દિવસ પહેલા જ ભારે વરસાદ સાથે જે મેઘરાજાની પધરામણી થઈ છે. ત્યારે ગુજરાતમાં પણ 4 દિવસ પહેલાં એટલે કે 11 જૂને ચોમાસાએ દસ્તક દીધી હતી. પરંતુ, ગુજરાત પહોંચેલું ચોમાસું નબળું પડ્યું છે. ગુજરાતમાં નવસારી પહોંચ્યા બાદ ચોમાસાની ગતિ ધીમી પડી છે અને અત્યાર સુધી વરસાદ પણ સામાન્ય જોવા મળ્યો છે.

હવામાન વિભાગનું (Meteorological Department) માનવું છે કે ચોમાસાનાં પવનોની ગતિ થોડી ધીમી પડી છે, તેથી તે ઉત્તર ભારતમાં સામાન્ય કરતાં થોડું મોડું પહોંચશે. જો કે, છેલ્લા ઘણા સમયથી ઉત્તરમાં ચોમાસું થોડું મોડું શરૂ થાય છે. ગયા વર્ષે હવામાન વિભાગે ઉત્તર દિશામાં ચોમાસું ત્રણથી ચાર દિવસ મોડું પહોંચવાની આગાહી કરી હતી પરંતુ, તેમાં વધુ વિલંબ થયો હતો.

Advertisement

આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી (Rain in Gujarat) હવામાન વિભાગે કરી છે, જેને લઇને આજે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત (Surat), ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ-દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli), અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

15જૂન- છોટાઉદેપુર , ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથમાં વરસાદની આગાહી

16જૂન- નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં (Gir Somnath) વરસાદની આગાહી

17 જૂન- વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી

18 જૂન- વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી

19 જૂન- ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આગામી 20 તારીખ પછી જો સિસ્ટમ ફરી સક્રિય થશે તો રાજ્યમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં 2 થી 3 દિવસ મોડું પહોંચે તેવી શક્યતાઓ છે અને સાથે-સાથે વરસાદ પણ સારો પડી શકે છે.

અહેવાલ : પ્રદિપ કચિયા

આ પણ વાંચો - Gujarat Monsoon: ગુજરાતના વિવિધ જિલ્લામાં વાતાવરણમાં પલટો, મેઘરાજાના પધરામણા

આ પણ વાંચો - Farmers Scheme News: ખેડૂતો માટે ખુશીના સમાચાર, હિતલક્ષી યોજનાનો લાભ લેવા થઈ જાઓ તૈયાર

આ પણ વાંચો - VADODARA : અમિતનગર બ્રિજ પાસે હજારો લિટર પાણીનો વેડફાટ

Tags :
Advertisement

.

×