લોન ન ચૂકવી શક્યો તો પત્નીએ છોડ્યો સાથ, હવે રાજૂની લાઈફ પર બની રહી છે ફિલ્મ
- સુરતના રાજ કલાકાર પર બની રહી છે બાયોપિક (Raju Kalakar)
- રાજુના સંઘર્ષ ભરેલા જીવનની વાર્તા કરાઈ છે રજૂ
- પત્નીના સાથ છોડ્યાથી લઈને વાયરલ થયાની વાત
- ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળશે રાજુની વાર્તા
Raju Kalakar : "દિલ પે ચલાયે છૂરિયાં" જેવા ગીતો પોતાની અનોખી શૈલીમાં ગાઈને સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થયેલા રાજુ કલાકારને (Raju Kalakar) આજે કોઈ પરિચયની જરૂર નથી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ખ્યાતિ મેળવતા પહેલા આ વ્યક્તિ ઘોડા સાફ કરતો હતો. હવે તેના જીવનની આ અનોખી વાર્તા મોટા પડદા પર આવવાની છે.
તાજેતરમાં રાજુ કલાકારે (Raju Kalakar) ખુલાસો કર્યો છે કે તેના જીવન પર 'વાયરલ કલાકાર' નામની બાયોપિક ફિલ્મ બની રહી છે. રાજુએ જણાવ્યું હતું કે આ ફિલ્મ તેની સત્ય ઘટના પર આધારિત છે અને તેને આશા છે કે લોકોને તેના વીડિયો જેટલી જ ગમશે.
Raju Kalakar નો પત્ની સાથે સબંધ
એક ઇન્ટરવ્યુ દરમિયાન રાજુએ તેના અંગત જીવનના સંઘર્ષો પણ બધાની સામે રજૂ કર્યા. તેણે કહ્યું કે તેના જીવનમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તે ખૂબ મુશ્કેલીમાં હતો. એક તરફ દેવાનો બોજ હતો, અને બીજી તરફ તેની પત્ની તેને છોડીને પોતાના મામાના ઘરે ગઈ હતી. જ્યારે તે તેને પાછી લાવવા ગયો ત્યારે તેણે આવવાની ના પાડી દીધી, જેનાથી તેનું હૃદય તૂટી ગયું.
ગીત ગાયુ ત્યારે હતો ખૂબ પીડામાં
રાજુ કહે છે કે જ્યારે તેણે તે ગીત ગાયું ત્યારે તે ખૂબ જ પીડામાં હતો. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે આ વીડિયો આટલો વાયરલ થશે અને તેમને રાતોરાત પ્રખ્યાત કરી દેશે.
Raju Kalakar ની ફિલ્મની રાહ જૂએ છે ફેંસ
આજે તેમનું જીવન કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું નથી, તેથી જ તેમની અનોખી સફર પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. કલાકાર રાજુ આજે દેશના જાણીતા ચહેરાઓમાંનો એક બની ગયો છે અને ચાહકો તેમની બાયોપિકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : Mannat viral video : શાહરુખ ખાનના ઘરમાં ઘૂસવા ગયેલો યૂટ્યૂબરને સિક્યૂરિટી ગાર્ડે પકડ્યો, જાણો પછી શું થયુ?