Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

જનરલ શ્રેણીમાં SC-ST-OBC ની ભરતી યોગ્ય, SCનો આદેશ સમજવા સમજો રિઝર્વેશન સિસ્ટમ

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ઓપન કેટેગરીમાં અનામત વર્ગના ઉમેદવારોની પસંદગી રોકી શકાય નહીં, કારણ કે તેને રોકવો સમાનતાના અધિકારનો ભંગ છે. ભારતમાં SC, ST અને OBC માટે વર્ટિકલ અને મહિલાઓ-દિવ્યાંગો માટે હોરિઝોન્ટલ અનામતની જોગવાઈ છે. જો અનામત વર્ગનો ઉમેદવાર મેરિટમાં આવે તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળે છે. તમિલનાડુમાં અપવાદરૂપ 69% અનામત અમલી છે
જનરલ શ્રેણીમાં sc st obc ની ભરતી યોગ્ય  scનો આદેશ સમજવા સમજો રિઝર્વેશન સિસ્ટમ
Advertisement

. જનરલ કે ઓપન કેટેગરી બધાં માટે ખુલ્લી: SC
. અનામત શ્રેણીના હોવા માત્રથી જનરલ કેટેગરીમાં કોઈને રોકી શકાય નહીં : SC
. અનામત શ્રેણીના અભ્યાર્થીને ઓપન કેટેગરીમાં પસંદગીથી રોકવો સમાનતાની ખાત્રીનું ઉલ્લંઘન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગત વર્ષ અનામતને લઈને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જનરલ કે ઓપન કેટેગરી સૌના માટે ખુલ્લી છે. આ શ્રેણીમાં પસંદગી માટે કોઈને એ આધારે રોકી શકાય નહીં કે તે અનામત શ્રેણીનો છે. કોર્ટે કહ્યું કે આ પ્રકારે અનામત શ્રેણીના કોઈપણ અભ્યાર્થીને ઓપન કેટેગરીમાં પસંદગીથી રોકવો બંધારણના અનુચ્છેદ-14 અને 16 હેઠળ આપવામાં આવેલી સમાનતાની ગેરેન્ટીનું ઉલ્લંઘન હશે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની સાથે જ દેશમાં ફરી એકવાર અનામતની ચર્ચા શરૂ થઈ છે. આવો સમજીએ અનામત શું છે અને તે ક્યાં વર્ગને કેટલું મળે છે.

Advertisement

બંધારણના ક્યાં અનુચ્છેદ હેઠળ મળે છે અનામત?

ભારતના બંધારણના અનુચ્છેદ 15(4) અને 15(5) રાજ્યને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકો (અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ અને ઓબીસી) અને આર્થિક રીતે નબળા વર્ગના (ઈડબ્લ્યૂએસ) માટે વિશેષ જોગવાઈ (અનામત)ની મંજૂરી આપે છે. આ એ વર્ગો માટે શૈક્ષણિક અને જાહેર નિયુક્તિઓમાં તેમની ઉન્નતિ માટે સકારાત્મક પહેલની તરફદારી કરે છે. બંધારણના 103માં સંશોધન કે જેને 2019માં કરવામાં આવ્યું હતું,તેના દ્વારા આર્થિકપણે પછાત એટલે કે ઈડબ્લ્યૂએસ માટે પણ 10 ટકા અનામતની જોગવાઈ કરાઈ છે. આ અનામતને વર્ટિકલ અનામત પણ કહેવામાં આવે છે.

Advertisement

અનામતને લઈને કેન્દ્ર સરકારના કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ તરફથી જાહેર એક એફએક્યૂ પ્રમાણે, કેન્દ્ર સરકારની અખિલ ભારતીય સ્તરે થનારી સીધી ભરતીમાં અનુસૂચિત જાતિના 15 ટકા, અનુસૂચિત જનજાતિઓના 7.5 ટકા અને અન્ય પછાત વર્ગના 27 ટકા અનામતની જોગવાઈ છે. ત્યારે ઓપન કેટેગરીની ભરતીઓમાં એસસીને 16.66 ટકા, એસટીને 7.5 ટકા અને ઓબીસીને 25.84 ટકા અનામત આપવામાં આવશે.

બંધારણના 103માં સંશોધન બાદ ઈડબ્લ્યૂએસને પણ 10 ટકા અનામત અપાઈ રહ્યું છે. ઈડબ્લ્યૂએસને અનામત જનરલ કેટેગરી હેઠળ જ આપવામાં આવે છે. મહિલાઓ, દિવ્યાંગો, પૂર્વ સૈનિકો અને સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના આશ્રિતોને પમ અનામત અપાય છે. તેમને હોરિજોન્ટલ રિઝર્વેશન કહેવામાં આવે છે. કેન્દ્ર સરકારની નોકરીઓમાં સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના આશ્રિતો માટે અનામતની જોગવાઈ નથી. પરંતુ રાજ્ય સરકારો આ અનામત આપે છે.

આ અનામત બાદ જે 50 ટકા બેઠકો બચે છે, તેને ઓપન અથવા જનરલ કેટેગરી કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે ઓપન કેટેગરીને લઈને ચુકાદો આપ્યો છે. કાર્મિક મંત્રાલય તરફથી1 જુલાઈ, 1998ના રોજ જાહેર કરવામાં આવેલા પત્રમાં આ કેટેગરીમાં એસસી-એસટી વર્ગને સામેલ કરવાને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે જો એસસી-એસટી વર્ગના કોઈ અભ્યાર્થી આયુ, અનુભવ, પરીક્ષામાં સામેલ થવાની તકો વગેરે લાભ માટે જનરલ કેટેગરી વગર વધારે અથવા બરાબર નંબર લાવે છે, તો તેને જનરલ કેટેગરીમાં સામેલ કરવામાં આવશે. પરંતુ જો તે કોઈ છૂટનો લાભ લઈને જનરલ કેટેગરીના બરાબર નંબર લાવે છે, તો તેને તેની અનામત શ્રેણીમાં સામેલ કરવામાં આવે.

આ સિવાય આ વર્ગોની વયમર્યાદામાં પણ છૂટ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર પ્રમાણે, સીધી ભરતીમાં એસસી અને એસટીની મહત્તમ વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવે છે. આ સિવાય તેમને ફીમાં પણ છૂટ આપવામાં આવે છે. તેમાં તેમની પાસેથી સામાન્ય કેટેગરીના ઉમેદવારોથી ઓછી ફી લેવામાં આવે છે અથવા ફીને શૂન્ય કરી દેવામાં આવે છે. આ પ્રકારે અન્ય પછાત વર્ગના અભ્યાર્થીઓને મહત્તમ વયમાં ત્રણ વર્ષની છૂટ આપવામાં આવે છે. અનામત વર્ગોના આ રિઝર્વેશન સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં આપવામાં આવે છે.

અનામતની મર્યાદા શું છે?

સુપ્રીમ કોર્ટે 16 નવેમ્બર, 1992ના રોજ આપેલા એક ચુકાદામાં મહત્તમ અનામતની મર્યાદા નક્કી કરી હતી. નવ જજોની બંધારણીય ખંડપીઠે ઈન્દિરા સાહની વિરુદ્ધ ભારત સરકારના કેસમાં આપેલા ચુકાદામાં કહ્યું હતું કે કોઈપણ પરિસ્થિતિમાં અનામત 50 ટકાથી વધારે હોવું જોઈએ નહીં. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અન્ય પછાત વર્ગને મળનારા અનામતને કાયદેસર ગણાવ્યું હતું. તેની સાથે જ કોર્ટે કહ્યું હતું કે અનુચ્છેદ 16(4) પદોન્નતિમાં અનામત પ્રદાન કરતું નથી, કારણ કે આ માત્ર નિયુક્તિઓમાં અનામત સાથે સંબંધિત છે. જો કે કોર્ટે ચુકાદાની તારીખના પાંચ વર્ષ સુધીના સમયગાળા માટે પદોન્નતિમાં અનામત જાહેર કરવાની મંજૂરી આપી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી 50 ટકા અનામતની કેપને દરકિનાર કરવાની કોશિશો મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોએ કરી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને રદ્દ કરી. રાજસ્થાનમાં ગુર્જર અને મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે કોશિશો કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમના અનામતને ગેરબંધારણીય ગણાવ્યું. માત્ર તમિલનાડુ જ અનામતની મર્યાદા વધારવામાં સફળ રહ્યું. તમિલનાડુમાં કુલ 69 ટકા અનામત છે. તમિલનાડુની અનામત વ્યવસ્થા બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવી છે. આ અનુસૂચિમાં સામેલ રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયદાની ન્યાયિક સમીક્ષા સંભવ નથી. આ કારણે ભારતમાં સૌથી વધારે અનામત તમિલનાડુમાં આપવામાં આવે છે.

શું અનામત મૂળભૂત અધિકાર છે?

સુપ્રીમ કોર્ટ દ્વારા 24 એપ્રિલ, 1973ના રોજ આપવામાં આવેલા કેશવાનંદ ભારતી કેસમાં ચુકાદા બાદ નવમી અનુસૂચિમાં સામેલ કોઈપણ કાયદાની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. આ ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે નવમી અનુસૂચિ હેઠળ કોઈપણ કાયદો મૂળભૂત અધિકારો અથવા બંધારણની મૂળ સંરરચનાનું ઉલ્લંઘન કરે છે, તો તેની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે.

તમિલનાડુની મેડિકલ કોલેજોમાં ઓબીસી અનામત સાથે જોડાયેલા એક મામલાની જૂન, 2020માં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અનામત કોઈ મૂળભૂત અધિકાર નથી. કોર્ટની આ ટીપ્પણીબાદ અનામત સાથે જોડાયેલા તમામ કાયદાને નવમી અનુસૂચિમાં રાખવાની માગણી થઈ રહી છે. મૂળભૂત અધિકાર એ પાયના માનવાધિકાર છે જે નાગરિકોને ગરિમાપૂર્ણ જીવન, સ્વતંત્રતા અને સર્વાંગીણ વિકાસ માટે જરૂરી છે. મૂળભૂત અધિકાર બંધારણના ભાગ-3 (અનુચ્છેદ-12થી 35)માં વર્ણિત છે.

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો પગાર મર્યાદા વધારવા માટે સરકારને આદેશ, 4 મહિનામાં નિર્ણયની સૂચના!

Tags :
Advertisement

.

×