Mobile ફોનનું લોકેશન હંમેશા ON રહેશે?, કેન્દ્ર સરકાર પાસે પહોંચેલા પ્રસ્તાવથી ખળભળાટ!
- Mobile ફોનનું લોકેશન (Location) હંમેશા ચાલુ જ રહેશે!
- કેન્દ્ર સરકાર પાસે પહોંચ્યો છે ચિંતાજનક પ્રસ્તાવ
- ફોનમાં GPS બંધ કરવા માટે કોઈ ઓપ્શન આપવામાં નહીં આવે
- નિયમ લાગુ થશે તો આગામી સમયમાં ઉભું થઈ શકે છે સંકટ!
Mobile ફોનના લોકેશનને લઈને ભારત સરકાર પાસે એક પ્રસ્તાવ પહોંચ્યો છે. આ પ્રસ્તાવથી હડકંપ મચી ગયો છે. પ્રસ્તાવમાં એવી ભલામણ કરવામાં આવી છે કે, સ્માર્ટફોન્સ (Smartphones) માં GPS સિસ્ટમ હંમેશા ચાલુ રહેશે. લોકેશન (Location) બંધ કરવા માટે કોઈ ઓપ્શન ન આપવા માટે પ્રસ્તાવમાં સૂચન આપવામાં આવ્યું છે.
Mobile નું Location હંમેશા ON રહેતા શું સંકટ ઉભું થઈ શકે છે?
આમ સમજીએ તો, જો કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી, તો મોટી સમસ્યા સર્જાઈ શકે તેમ છે. જેમ કે, મોબાઈલ ફોનનું લોકેશન ચાલુ જ રહેશે ક્યારેય બંધ થશે નહીં. તેનાથી એવું થશે કે, યુઝર્સની પ્રાઈવેસી (Privacy) નો ભંગ થશે. યુઝર્સ (Users) માટે જોખમ ઉભું થવાની શક્યતામાં વધારો થશે. હેકર્સ (Hackers) યુઝર્સને હેક કરી શકે છે. હેકર્સ કોઈ પણ વ્યક્તિના બધા જ ડેટા ચોરી શકે છે. યુઝરની ટાઈમ લોકેશનને ટ્રેક કરીને તેના વિશે વિસ્તૃત માહિતી મેળવી શકાશે. યુઝરની દિનચર્યાથી લઈને તેની આખી પ્રોફાઈલ પણ બનાવી શકાશે. લોકેશન ઓન રહેવાથી બેટરી ઉપર પણ અસર પડશે. આપણે સમજી શકીએ છીએ, કે જીપીએસ ઓન (On) રહેવાથી કેવા પ્રકારના સંકટ સર્જાઈ શકે છે. જો કે, એક વાત એ પણ સ્પષ્ટ સમજવી પડશે કે, આ પ્રસ્તાવથી દેશની સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય સાબિત થઈ શકે છે.
શું સરકાર આ પ્રસ્તાવને સ્વીકાર કરશે?
સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ, ભારત સરકાર આ પ્રસ્તાવ પર વિચાર વિમર્સ કરી રહી છે. જેમાં સ્માર્ટફોન (Smartphone) નું લોકેશન ડિફોલ્ટ ઓન જ રહેશે. ભારતના દૂરસંચાર ઉદ્યોગ, ખાસ કરીને COAI એટલે કે, Cellular Operators Association of India આ પ્રસ્તાવના પક્ષમાં છે. COAI ઈચ્છે છે કે, સરકાર A-GPS ટેક્નોલોજીને તમામ મોબાઈલ્સ ફોનમાં લોકેશન ઓન રાખવાનો આદેશ આપે.
આ પણ વાંચો- Google, Chrome નો વધુ ઉપયોગ કરો છો? તો આ સમાચાર તમારા માટે જ છે
શું છે A-GPS ટેક્નોલોજી?
A-GPS એટલે અસિસ્ટેટ ગ્લોબલ પોઝિશિંગ સિસ્ટમ (Assisted Global Positioning System). આ સિસ્ટમ એક સેટેલાઈટ આધારિત છે. તે સેટેલાઈટ સિગ્નલ અને સેલુલર ડેટાનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિનું પીન લોકેશન (Pin location) બતાવે છે.
પ્રસ્તાવ સામે જાણીતી કંપનીઓએ વિરોધ દર્શાવ્યો
ભારત સરકારને મળેલા પ્રસ્તાવ સામે એપ્પલ, ગૂગલ અને સેમસંગ જેવી કંપનીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરનારી India Cellular & Electronics Association (ICEA) સરકારને જુલાઈ મહિનામાં જ પત્ર લખ્યો હતો. જેમાં પ્રસ્તાવનો વિરોધ કરાયો હતો. અને કહેવામાં આવ્યું હતું કે, આ નિર્ણયથી રેગુલેટરી દખલ (Regulatory interference) થશે. તેમનું કહેવું છે કે, A-GPS લોકો પર નજર રાખવા માટે નથી. સાથે જ એવી પણ દલીલ કરી હતી કે, દુનિયાના કોઈ પણ મોબાઈલમાં આ નિયમ લાગુ નથી.
GPS ચાલુ રાખવા પર એક્સપર્ટની રાય શું છે?
આ મામલે એક્સપર્ટ્સ (Experts) નું કહેવું છે કે, કોઈ પણ દેશ આવો નિયમ લાગુ નથી કરી શકતો. વિશેષજ્ઞોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, હાલ આ પ્રસ્તાવ પર કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્ર સરકારે મોબાઈલ ફોનમાં સંચારસાથી એપનો નિર્ણય લાગુ કર્યો હતો. જો કે, આ નિર્ણય સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો- Electricity Bill ઘટાડવા માટે ભારત સરકારનો માસ્ટર પ્લાન, AIની લેવાશે મદદ


