વિશ્વની સૌથી મોટી પાર્ટી કેજરીવાલના ટોયલેટમાંથી બહાર નથી આવી રહી: ભાજપ પર સંજયનો વ્યંગ
- સંજય સિંહે કહ્યું વિશ્વની સૌથી મોટી પાર્ટી ટોયલેટની વાતો કરે છે
- કઇ રીતે વિકાસ થશે લોકોનું ભલું થશે તે અંગે કોઇ જ ચર્ચા નહી
- માત્ર કેજરીવાલના ટોયલેટની વાતો જ કર્યા કરે છે વિશ્વની સૌથી મોટી પાર્ટી
નવી દિલ્હી : સંજય સિંહે કહ્યું કે, ભાજપ દુષ્પ્રચાર કરી રહી છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી અરવિંદ કેજરીવાલના ટોયલેટમાં ફસાયેલી છે. બીજી તરફ કેજરીવાલના ટોયલેટમાંથી બહાર જ નથી નિકળી શકતા.
દિલ્હીમાં ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ રાજકીય ધમાસાણ શરૂ થઇ ચુક્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. સંજયસિંહે ભાજપ પર વ્યંગ કરતા કહ્યું કે, વિશ્વની સૌથી મોટી પાર્ટી અરવિંદ કેજરીવાલના ટોયલેટની બહાર જ નથી નિકળી નથી રહી.
આ પણ વાંચો : Gujarat પોલીસે જાતીય શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરની ધરપકડ કરી
એક ચેનલ સાથે વાતચીતમાં સંજયસિંહે લગાવ્યા આક્ષેપ
એક ચેનલ સાથેની વાતચીતમાં સંજયસિંહે કહ્યું કે, અમે લોકો પાર્ટીની ચૂંટણી પ્રચારમાં લાગેલો છે. અમારા કાર્યકર્તા જમીન પર ઉતર્યા અમારી યોજનાઓ ઘર ઘર જઇને જણાવી. બે મોટી જાહેરાતો જે લાગુ થવા લાગી છે. મહિલા સમ્માન રાશી 2100 અને વૃદ્ધની સારવારની સંપુર્ણ વ્યવસ્થા અમે પોતાની યોજનાઓની વાત કરી રહ્યા છીએ.
દુષ્પ્રચારમાં ફસાયેલી છે ભાજપ
ભારતીય જનતા પાર્ટી દુષ્પ્રચાર કરવામાં લાગેલી છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી અરવિંદ કેજરીવાલના ટોયલેટમાં ફસાયેલી છે. તે કેજરીવાલના ટોયલેટની બહાર નથી નિકળી શક્તિ. ક્યારેક તેઓ કહે છે સોનાની સીટ છે, ક્યારેક કહે છે સ્વિમિંગ પુલ છે. ક્યારેક કહે છે કે મિની બાર છે. એ તો જણાવો કે દિલ્હીમાં કરશો તો કરશો શું તેની ચર્ચા માટે તૈયાર નથી.
આ પણ વાંચો : PM મોદીએ અમદાવાદી સ્કૂટર ચાલકને કર્યો યાદ, કહ્યું જાડી ચામડીના થવું જોઇએ
નકલી મતદાન મામલે પણ લગાવ્યા આક્ષેપ
આપ સાંસદ સંજય સિંહ જ્યારે નકલી મતદાતાઓ અંગેના આરોપો અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે, 89 લોકોએ આશરે 4800 લોકોના નામ ઘટાડ્યા માટે ચૂંટણી પંચને અરજી આપી. જ્યારે અમે ચૂંટણી પંચને આ ઓબ્જેક્ટરને બોલાવવા માટે કહ્યું તો તેઓ પોતે ચૂંટણીના અધિકારીઓએ ઓબ્જેક્ટને બોલાવ્યા. અનેક નોટિસ બાદ તેમાંથી 18 લોકો આવ્યા બાકીના લોકો આજે પણ નથી અને 18 ના 18 લોકોએ કહ્યું કે, અમે તેમનું નામ કપાવવા માટે કોઇ એપ્લિકેશન નથી આપી. આ એટલું મોટુ ફ્રોડ ચાલી રહ્યું છે. 15 દિવસમાં અચાનક 13 હજાર નવા મત આવી ગયા.
આ પણ વાંચો : રાહુલ ગાંધીને મોટી રાહત, માનહાનિના કેસમાં મળ્યા જામીન, સાવરકર સાથે સંબંધિત છે મામલો