Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક KDCC Bankને એનાયત થયાં આ ત્રણ Nation એવોર્ડ

KDCC Bank: Ingenious Leadership Summit and ICONIC Leader Award 2024 અંતર્ગત કુલ 03 Nation એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં
ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક kdcc bankને એનાયત થયાં આ ત્રણ nation એવોર્ડ
Advertisement
  1. ડિજિટલ સુવિધાઓ તથા ગ્રાહકોને વિશિષ્ઠ બેન્કિગ સેવાઓ માટે મળ્યો એવોર્ડ
  2. ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક છે કેડીસીસી બેંકે
  3. અન્ય બેંકની સરખામણીએ આ બેંકની સેવાઓ વધુ સારી

KDCC Bank: ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડિયાદએ નાણાકીય વર્ષ 2023-24માં બેંકના ચેરમેન તેજસકુમાર બી.પટેલના માર્ગદર્શન હેઠળ બેંકમાં શરૂ કરેલ Whatsapp Banking, Teblet Banking, loan Managment System (LMS), Document Managment System (DMS) જેવી વિવિધ ડિજિટલ સુવિધાઓ તથા ગ્રાહકોને વિશિષ્ઠ બેન્કિગ સેવાઓ પ્રદાન કરવા માટે Ingenious Leadership Summit and ICONIC Leader Award 2024 ગોવા ખાતે Digital Banking Innovation Awards - Best Bank of The year" તથા બેંકના ચેરમેન તરીકે સર્વશ્રેષ્ઠ નેતૃત્વ તથા ઉમદા કામગીરી બદલ બેંકના ચેરમેન તેજસકુમાર બી. પટેલને પણ Visionary Leaders Award - Best Chairman of the Year" તથા Best Bank of the year - Degital Banking એવોર્ડ ગોવાના NAFSCOB ના ચેરમેન દિલીપ સંઘાણીન તથા સંકલ્પ આમોલકર , MLA ગોવાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: પી.પી. સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી 111 દીકરીઓનો અનોખો સમૂહલગ્ન સમારોહ

Advertisement

ગુજરાત રાજ્યની સર્વ પ્રથમ જિલ્લા સહકારી બેંક છે

ઉલ્લેખનીય છે કે, કેડીસીસી બેંકે ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક છે. જે ખેડા ,આણંદ તથા મહીસાગરના બાલાસિનોર તથા વીરપુર તાલુકામાં અન્ય બેંકની સરખામણીએ પોતાનો અમૂલ્ય સેવાઓ દ્વારા વચસ્વ ધરાવે છે. બેંકની ડિજિટલ સેવાઓમાં પણ Whatsapp Banking, Teblet Banking, loan Managment System (LMS) ,Document Managment System (DMS) શરૂ કરનારી ગુજરાત રાજ્યની સર્વ પ્રથમ જિલ્લા સહકારી બેંક છે અને આ બધી જ સુવિધાઓ બેંકના કાર્યશીલ ચેરમેન તેજસકુમાર બી.પટેલ દ્વારા બેન્કનો કાર્યભાર સંભાળ્યા બાદના એક જ વર્ષમાં ટૂંકા ગાળામાં તેઓના નેતૃત્વમાં આરંભ કરવામાં આવી છે. જેનાથી બેંકના કાર્યક્ષેત્રના 1200 ગામમાં વસતા ગ્રાહકોને બહોળો લાભ થયો છે, માટે બેંકના કાર્યશીલ ચેરમેન તેજસકુમાર બી.પટેલને પણ Visionary Leaders Award - Best Chairman of the Year" ના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જે બેંકની પ્રગતિ તથા વિકાસ દર્શાવે છે.

આ પણ વાંચો: પોલીસ જવાને 204 દિવસમાં 14 હજાર કિલોમીટરની યાત્રા ખેડી, જામનગરમાં થયું સ્વાગત

બેંકના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો

આ એવોર્ડ બેંકના ચેરમેન તેજસકુમાર બી.પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ બી. પરમાર તથા ઉપસ્થિત બેંકના તમામ સંચાલક મંડળના સભ્યો દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ એવોર્ડ બદલ બેંકના ચેરમેન તેજસ પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર તથા સંચાલક મંડળ તથા બેંકના CEO અરવિંદભાઈ ઠક્કર દ્વારા બેંકમાં થયેલ તથા થય રહેલ વિશિષ્ટ કામગીરી તથા સેવા બદલ બેંકના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો સાથો સાથ બેંકને મળેલ આ બન્ને એવોર્ડનો શ્રેય બેંકના કર્મચારીઓને આપ્યો હતો. બેંકમાં ચેરમેન તેજસ પટેલ દ્વારા બેંકના સમસ્ત સંચાલક મંડળનો પણ ખૂબ જ ઉમદા સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Gandhinagar: કોટેશ્વરમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો, પત્ની તેડવા ગયેલા પતિનું જ થયું અપહરણ

Tags :
Advertisement

.

×